________________
આર્યરક્ષિતસૂરિ કથા
૧૯૧
આર્યરક્ષિતસૂરિ કથા લવણ સમુદ્રમાં વહાણની જેવો જંબૂ નામનો દ્વીપ છે. જેની મધ્યમાં કૂપસ્તંભ સરખો મેરુ પર્વત જ્યાં છે અને સઢ જેવા જ્યોતિષ્યક છે. ૧. તેમાં ઘણા ધાન્યથી મનોહર એવું ભરતક્ષેત્ર છે. જેમાં ખાતર પાડવું તે પણ આશ્ચર્ય છે, તો પછી લૂંટફાટ ક્યાંથી ? પારો લક્ષ્મીની જન્મભૂમિ રાજાઓને રક્ષણના હેતુ સરખો, સમુદ્રની જેમ વિશાળ એવો અવંતિ દેશ હતો. ૩. તેમાં પણ અદ્વિતીય ઐશ્વર્યથી અને દશે દિશાઓના સારભૂત પુદ્ગલોથી જ જાણે બનાવેલું હોય તેમ દશપુર નામનું નગર હતું. ll૪ll ત્યાં વિનમ્રથી અનેક રાજાઓના મુગુટની માળાથી પૂજાયેલા ચરણવાળો, હણ્યા છે શત્રુ જેને એમ યથાર્થ નામવાળો જિતશત્રુ રાજા હતો. /પી નિષ્કલંકિત, સારા વ્રતવાળી અને દેદીપ્યમાન કાંતિવાળી, હંમેશાં જાણે કે ચંદ્રની જ બીજી મૂર્તિ ન હોય તેવી સૌમ્ય ધારિણી નામની તેને રાણી હતી. Iકા ત્યાં પ્રખ્યાત, રાજાને પણ માન્ય, નગરના લોકો પર વાત્સલ્યવાળો, પુરોહિત સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. મે તેને ગુણરત્નાકર, અરિહંતના ધર્મને માનનારી, કરુણારૂપી પાણીના તરંગવાળી રુદ્ર સોમા નામે પત્ની હતી. /ટા ભવિષ્યમાં તત્ત્વથી પવિત્ર એવા બે પુત્રો હતા. તેમાં મોટો આર્યરક્ષિત નામનો અને બીજો ફલ્યુરક્ષિત નામથી હતો. llહા તેમાં પણ આર્યરક્ષિતે જનોઈ ધારણ કરી ત્યારથી આરંભીને તેના પિતાની પાસે જે કંઈ પણ જ્ઞાન હતું તે ભણ્યો હતો. I/૧૦ ફળદ્રુપ જમીનની જેમ શાસ્ત્રરૂપી સમુદ્રને પીવા માટે મહાતૃષ્ણાળુ તે પિતાની અનુજ્ઞાથી પાટલીપુત્રમાં જઈને ભણ્યો. [૧૧છ અંગોને, ચાર વેદોને, મીમાંસાને, ન્યાયશાસ્ત્રને, પુરાણ ને ધર્મશાસ્ત્રને એમ આ ચૌદ વિદ્યા પારગામી થયો. ૧૨વિદ્યાઓને ભણીને મહાપ્રજ્ઞાવાનું તેઓનો જાણે કે સર્જનહાર હોય તેની જેમ તેમાં રહેલા સમસ્ત રહસ્યોનો નિશ્ચય કરીને તે જલ્દીથી પાછો ફર્યો. ૧૩ શાસ્ત્રરૂપી સમુદ્રમાં પારંગત બનેલા તેના આગમનને સાંભળીને પોતાના સમસ્ત નગરને ઉંચી ધ્વજાપતાકાઓથી શણગારાવીને તેની સન્મુખ સ્વયં આવીને રાજાએ તેને હાથીના સ્કંધ પર બેસાડાવીને અત્યંત મોટા ઉત્સાહપૂર્વક નગર પ્રવેશ કરાવડાવ્યો. ૧૪-૧પ. પહેલા બહારની શાળામાં તે બ્રાહ્મણ ઉતર્યો. ત્યાં રાજાએ તેને મોટું દાન આપ્યું. //૧૭l ત્યારબાદ બીજા પણ ઘણા લોકોએ ત્યાં આવીને વસ્ત્રાદિ વગેરેના ભેટણા દિજય કરીને આવેલા રાજાની જેમ કર્યા. (આખા). ૧થા તેના આગમનથી ગૃહલક્ષ્મી પણ ખુશ થયેલાની જેમ બાંધેલા તોરણના બહાનાથી ડોકના આભરણને તેણે ધારણ કર્યું. ૧૮ ઘરના દ્વારમાં રહેલા ચાર મંગળોની જેમ સાક્ષાત્ તેને જોવાને માટે જ આવ્યો હોય, તેવો મોતીનો ચાર સેરવાળો હાર શોભતો હતો. ૧૯iાં અને બીજા બંધુઓ, સ્વજનોએ આપેલા ભટણાઓ વડે તેનું ઘર કુબેરની જેમ થોડા જ દિવસોમાં ભરાઈ ગયું. |Roll રાજાઓ વડે સત્કાર-સન્માન કરાતા તેને જોઈને તેના ભાઈઓએ માન્યું કે આ આપણા કુળમાં કુળના અલંકારને કરનાર છે. (કુળને આગળ વધારનાર) ર૧//
હવે તેણે વિચાર્યું કે હા હા ! હજુ સુધી પણ માતા અભિવાદન માટે કેમ નથી આવી ? પ્રમાદરૂપી મદિરાના વશ આટલો કાળ કેમ રહી છે ? ગારા વત્સ, વત્સ ! આ પ્રમાણે નિરંતર મારા પ્રતિ બોલતા હોઠ પણ જેના સૂકાઈ જતા, વિવિધ પ્રકારના અતિ સ્નેહથી ભરપૂર એવી માતા હજુ સુધી કેમ દેખાતી નથી ? ૨૩ી તે હું દુષ્કૃત્ર વિલંબ વડે તે માતાને જોઈશ ! અહો મારે વિષે માતાની નિઃસ્નેહરૂપી વેલડી ઉત્કર્ષને પામી છે. ર૪ આ પ્રમાણે વિચારીને દિવ્ય અંગરાગવાળા, સુગંધી પારિજાત વૃક્ષનું આચરણ કરનાર, મહાકિંમતી ને વિરલ પુરુષને ઉચિત એવા અલંકારોને ધારણ કરનાર, તાંબૂલના રંગથી લાલ થઈ