________________
૧૯૦
આવી સાધુ વ્યવસ્થાને મૂઢ માણસો ગૃહસ્થોને વિષે જોડે છે. II૨૭૦
બીજી ગાથા સરલાર્થ છે. II૩૭૧
સમ્યક્ત્વ પ્રકરણ
જિનવચનની ઉપેક્ષા-તિરસ્કાર કરતું હોવાથી આ કુમાર્ગ છે. તે બતાવવા માટે કહે છે समणाणं को सारो, छज्जीवनिकायसंजमो एअं ।
वयणं भुवणगुरुणं, निहोडियं पयडरूवंपि ।।४।।७२ ।।
ગાથાર્થ : સાધુપણાનો સાર શું ? આ છ જીવનિકાયનો સંયમ તે સાર છે. તે ત્રણ લોકના ગુરુ એવા અરિહંતના વચનનો સ્પષ્ટ રૂપે અનાદર કરે છે.
ટીકાર્થ : : સાધુપણાનો સાર ? એટલે મુખ્ય શું ? છ જીવનિકાયનો સંયમ-રક્ષા. આવું ત્રણ ભુવનના ગુરુ એવા અરિહંતનું પ્રગટ રૂપ એવું વચન પણ ન આદર કરાયું. ‘નિહોડિય’ એટલે હેડ઼ અને હોડ઼ ધાતુ અનાદરમાં છે. એટલે આ દેશી વચન છે. તે “નીચું કરવા” અર્થમાં છે. તેઓ સર્વ પ્રકારે જિનમંદિરના વ્યાપારનું આચરણ કરતા અનેષણીય-અશુદ્ધ ગોચરી-પાણીને ગ્રહણ કરતા અને આ ગૃહસ્થો મારા ગચ્છના છે, એમ મમત્વ કરે છે. બીજું પણ જ્યોતિષ, નિમિત્ત, યંત્ર, તંત્ર આદિનો ઉપયોગ કરતા, ષટ્ જીવનિકાયની હિંસા કરતા કેમ ભગવાનના વચનને નીચું ન કરે ? એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૭૨૫
હવે સારી રીતે ગ્રહણ કરવા યોગ્ય છે નામ જેનું એવા આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજાએ ચૈત્યમાં નિવાસ કરવાની અનુજ્ઞા આપેલી છે, તો તે આગમથી પરાફ઼મુખ છે, એમ કેવી રીતે કહેવાય ? એ પ્રમાણે શંકા કરીને ઉત્તર આપે છે.
मन्नंति चेइयं अज्ज - रक्खि हिमणुनायमिह केई ।
ताण मयं मयबज्झं, जम्हा नो आगमे भणियं । । ५ । । ७३ ।।
ગાથાર્થ : કેટલાક એમ માને છે કે આર્યરક્ષિતસૂરિએ ચૈત્યમાં નિવાસ કરવાની અનુજ્ઞા આપી છે. તેઓનો મત આગમથી બાહ્ય છે. કારણ કે આગમમાં તેવું કહેલું નથી.
ટીકાર્થ : સ્પષ્ટ છે, પરંતુ ચૈત્ય એટલે ચૈત્ય નિવાસ માટે એમ જાણવું અને ‘મયબદ્અં’ એટલે મત બાહ્ય એટલે આગમથી બહાર છે. II૫૭૩॥
તો શું કહેલું છે તે જણાવે છે
–
एयं भणियं समए, इन्देणं साहुजाणणनिमित्तं ।
નવગુહાણ વારં, અત્રમુદ્દે નવિય તા ||૬||૭૪||
ગાથાર્થ : આ પ્રમાણે આગમમાં કહેલું છે કે ત્યારે ઈન્દ્ર વડે સાધુઓને જણાવવા માટે યક્ષગુફાનું દ્વાર અવળા મુખવાળું સ્થાપન કરાયું.
ટીકાર્થ : આ સ્પષ્ટ જ છે. પરંતુ યક્ષગુફા એટલે ગુફા જેવું હોવાથી - યક્ષ એવા વ્યંતરની ગુફા એટલે નિવાસ - તે યક્ષગુફા ત્યારે તે વસતિ કરાયેલી હતી. ચૈત્યમાં વસતિ કરાઈ નથી. II૬૭૪॥
આ અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે, તે આ છે.