________________
૧૭૪
સમ્યક્ત્વ પ્રકરણ
હોવો જ જોઈએ. અન્યથા આ કેવી રીતે જાણે ? નિચ્ચે બંને કુળને કલંક્તિ કરનારી આ અસતી છે. ll૮રી મારા હૃદયમાં હતું કે મારી પ્રિયા શ્રાવિકા મહાસતી છે. જો આ પણ અસતી છે તો ખરેખર સતીવ્રત આધાર વિનાનું થયું. l૮૩) તેથી આને શું હમણાં જ સમુદ્રમાં નાંખી દઉં ? અથવા છૂરી વડે હણું ? અથવા ડોક મરડીને રાડો પાડતી એને મારી નાંખું ? I૮૪ો આ પ્રમાણે જેટલામાં વિવિધ પ્રકારના મિથ્યા વિકલ્પોને વિચારતો હતો, તેટલામાં તો કૂપ આગળ રહેલા નિર્યામકે ઉંચા અવાજે કહ્યું, હે ભો ! વહાણોને થોભાવો. આ રાક્ષસ દ્વીપ આવ્યો છે. ઇંધન, પાણી વગેરે ગ્રહણ કરી લો. તેની વાણીથી તે સર્વેએ ત્યાં જ વહાણો પણ થોભાવ્યા અને ઈંધન, પાણી વગેરે લઈ લીધા. માયાપૂર્વક મહેશ્વરદત્તે પણ નર્મદાને કહ્યું. ll૮૫-૮૬૮ી હે સુંદરી ! આ દ્વીપર (મનોહર) છે. તેથી ઉતરીને દ્વિીપને જોવાય. હવે તેણી ખુશ થયેલી પતિની સાથે ઉતરીને ભમવા લાગી. l૮૮ી એક વનથી બીજા વનમાં ભમતાં ભયથાકથી તે બંનેએ એક મોટું સરોવર જોયું. જેના કિનારાની ગીચ ઝાડીની શ્રેણીમાં વાદળનો ભ્રમ થાય છે. ll૮૯માં સ્વચ્છ-મીઠા જળથી પૂર્ણ પદ્મિનીના ખંડ જેવું સુશોભિત સરોવરમાં તે બંનેએ જલક્રીડા કરી. હoll ત્યાંથી પાછા ફરીને તેના કિનારે એક લતામંડપને જોઈને પાંદડાના પલંગને કરીને ક્ષણવારમાં દંપતિ સૂઈ ગયા. ૯૧/
નર્મદાને સૂતેલી જોઈને વૈરીની જેમ દયા વગરનો નિષ્ફર શિરોમણિ એવા તેના પ્રિયે (મહેશ્વરદત્તે) વિચાર્યું, આને એકલી જ અહીં મૂકી દઉં. તેથી સ્વયં જ આ મરી જશે. વિચારને અનુરૂપ કરીને ધીમે ધીમે ત્યાંથી તે સરક્યો. l૯૨, ૯all વહાણ નજીક આવતાં મોટા સ્વરે માયાવી રુદન કરવા લાગ્યો. આકુળ થયેલા સાર્થના લોકોએ પૂછયું કે, હે સાર્થવાહ ! શું થયું છે ? કેમ રડો છો ? II૯૪ો તેણે કહ્યું કે હે ભો ! મારી પત્નીને રાક્ષસ ખાઈ ગયો. તેણીનું રક્ષણ કરવા અસમર્થ કાયર (ડરપોક) હું ભાગીને અહીં આવ્યો છું. Rપા તમે જલ્દી વહાણોને ભરો. રાક્ષસ કદાચ અત્રે આવે તો તેથી ભય (ડરથી) પામેલા તેઓએ પણ જલ્દીથી વહાણોને ભર્યા ને ચલાવ્યા. કલા માયાપૂર્વક શોકગ્રસ્તની જેમ ખાવાની ના પાડી. વિલાપ કરતો મોટેથી રડવા લાગ્યો. પૃથ્વી પર આળોટવા લાગ્યો અને મૂચ્છ પામ્યો. ૯૭ll હૃદયથી ખુશ થતાં તેણે વિચાર્યું. આ શુભ જ થયું. જે આ પ્રમાણે મેં કર્યું. તેથી લોકાપવાદ પણ ન થયો. ૯૮ સાર્થના લોકોએ તેને સમજાવીને મહાકષ્ટપૂર્વક જમાડ્યો. તેઓએ શોકને દૂર કરાવ્યો અને તેને શોકરહિત બનાવ્યો. ll૯૯માં ક્રમ કરી તેઓ યવનદ્વીપમાં આવ્યા. ઈચ્છા કરતાં પણ અધિક લાભ સર્વેએ મેળવ્યો. તેથી બધા જ ખુશ થયા. I/૧૦0ાં બીજા કરિયાણાઓને ખરીદીને તેવી જ રીતે પોતાના નગરમાં આવ્યા. માતા-પિતાને કહ્યું કે, નર્મદાને રાક્ષસ ખાઈ ગયો છે. તેથી દુઃખી થયેલા તેઓ પણ રડવા લાગ્યા. પુત્રવધૂના મર્યા પછીના લૌકિક આચારો કર્યા. ખરેખર આ મર્યાદા છે. ll૧૦૧-૧૦રી એકવાર તેમણે સુરૂપવતી બીજી કન્યાને પુત્રની સાથે પરણાવી. દૃઢ પ્રેમવાળો તેણીની સાથે ભોગોને ભોગવતો રહ્યો. TI૧૦૩ll
હવે આ બાજુ નર્મદા ક્ષણવારમાં ઉઠી છતી પતિને ન જોયો, તેથી મનમાં એ પ્રમાણે વિચારવા લાગી. I/૧૦૪ો નિચ્ચે-હાસ્યથી મારો પ્રિય ક્યાંક છૂપાઈ ગયો છે ? હે નાથ ! હે પ્રિય ! મને દર્શન આપો. આવો આવો, આમ વારંવાર બોલવા લાગી. /૧૦પ/ હે કાંત ! પરિહાસ વડે સર્યું. મારું મન અત્યંત દુઃખી થાય છે. તો પણ પતિ ન આવવાથી આશંકાથી જલ્દીથી ઉઠીને ચારે બાજુ સરોવર, વન વગેરેમાં શોધ કરી, પરંતુ ક્યાંય પણ પતિને ન જોતાં ફરીથી બોલી. આવો, આવો, હા, હા, નાથ ! અનાથ એવી મને મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા છો ? શોકથી દુઃખી બનેલી પોતાના અવાજના પ્રતિધ્વનિને (પડઘાને) સાંભળીને મુગ્ધપણાથી