________________
નર્મદાસુંદરી કથા
તેણી દોડે છે. II૧૦૬-૧૦૭-૧૦૮॥ કાંટાથી વીંધાતા પગમાંથી નીકળતા લોહીથી પૃથ્વીને પણ લાલ કરતી નિકુંજોમાં ભમતાં ભમતાં ફરીથી લતામંડપમાં આવી. ।।૧૦૯ તેણીની તેવા પ્રકારની દશાને જોઈને પ્રતિકાર કરવામાં અસમર્થ સૂર્ય લજ્જાથી જ અસ્તને પામ્યો અર્થાત્ સૂર્યાસ્ત થયો. II૧૧૦।। હવે પરિખેદવાળી તેણી તે જ લતાગૃહમાં રડતી ડરતી દીન એવી પાંદડાના સંથારામાં સૂતી. ૧૧૧॥ ત્યારે દુઃખી અવસ્થામાં તેણીના શ્વાસોશ્વાસ અત્યંત વધી ગયા. અથવા તો મલીનોને સજ્જનની આપત્તિમાં ઉલ્લાસ થાય. ||૧૧૨|| હવે ચિંતાના સમૂહથી આક્રાન્ત હૃદયવાળી તેણીની તે રાત્રિના ચાર પ્રહર દુ:ખની પીડાથી કરોડ પ્રહર જેવા થયા. (રાત્રિ માંડ પસાર કરી.) |૧૧૩।। હવે સવારમાં ઉઠીને આમતેમ ભમતી મૃગલાઓ વગેરેને પૂછતી કે શું મારો પતિ તમા૨ા જોવામાં ક્યાંય આવ્યો છે ? ||૧૧૪ હા, દાક્ષિણ્યના સાગર ! હા કૃપારત્ન માટે રોહણાચલ ! હે સ્વામી ! કેમ મારો ત્યાગ કર્યો ? કેમ મને છોડીને ચાલ્યા ગયા ? આ પ્રમાણે વિલાપ કરતી, દરેક ઠેકાણે ભમતી, દરેકને પૂછતી પતિને ક્યાંય પણ નહિ જોતી, નિરાશાવાળી મહાસતીના પાંચ દિવસ પસાર થયા. ૧૧૫, ૧૧૬॥ હવે છઠ્ઠા દિવસે વહાણ જ્યાં રોકાયું હતું, ત્યાં આવીને સ્થાન શૂન્ય જોઈને વિચાર્યું. પતિએ મારા કોઈ પણ અપરાધથી મને ત્યજી છે, હું અપરાધને જાણતી નથી. ।।૧૧૭।। વિમર્શ કરીને જણાયું કે હં, પૂર્વે ઉપાર્જન કરેલું નિકાચિત કર્મ મુનિ વડે જે કહેવાયું હતું, તે હમણાં ઉદયમાં આવ્યું છે. ૧૧૮। તેથી તેના પ્રભાવથી હે જીવ ! પતિએ મારો ત્યાગ કર્યો છે. એ પ્રમાણે ખોટા સંકલ્પોને છોડીને પોતે કરેલા કર્મોને ભોગવ (સહન ક૨) ખેદ ન કર. ||૧૧૯॥ ૨ડ પણ નહિ અને વિલાપ પણ ન કર. સમ્યગ્ ભાવના ભાવ. કેમ કે ગાઢ કર્મરૂપી રોગને કાઢવાનું ઔષધ ધર્મકૃત્ય વિના બીજું કંઈ જ નથી. II૧૨૦
૧૭૫
આ પ્રમાણે ધ્યાન કરીને સરોવરમાં સ્નાન કરીને અરિહંત દેવની સ્થાપના કરીને વંદન કર્યું. ||૧૨૧॥ ફળના આહાર વડે પ્રાણવૃત્તિને ટકાવીને ગિરિગુફામાં માટીની જિનપ્રતિમા કરીને ભક્તિથી હંમેશાં તેણી વંદન કરતી હતી. ૧૨૨॥ પુષ્પોના સમૂહથી પૂજતી હતી. પાકાં ફળોથી ફળપૂજા કરતી હતી. રોમાંચિત થતી હતી, મધુર વાણીથી સ્તુતિ વગેરે કરતી હતી. ||૧૨૩॥ આ પ્રમાણે દિવસો પસાર કરતી એક દિવસ તેણીએ વિચાર્યું કે, પુણ્યયોગથી જો હું આ સમુદ્રને ઓળંગીશ તો વ્રતને ગ્રહણ કરીશ. II૧૨૪॥ આ પ્રમાણે વિચારીને સમુદ્રના કિનારે તેણીએ પતાકા ઉભી કરી. વહાણવટીઓને વહાણ ભાંગી ગયેલાની જે નિશાની છે. ૧૨૫॥
આ અરસામાં ક્યાંકથી બબ્બર દેશના બંદરે જતા તેણીના કાકા વીરદાસ તે પ્રદેશમાં આવ્યા. ||૧૨૬॥ ચિહ્નને જોઈને વહાણમાંથી ઉતરીને પગલાઓના રસ્તે ત્યાં આવ્યો કે જ્યાં નર્મદાસુંદરી જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરતી હતી. II૧૨૭।। તેનો ધ્વનિ સાંભળીને વિચારમાં પડ્યો કે અહીં નર્મદાનો ધ્વનિ (અવાજ) ક્યાંથી ? જેટલામાં દૃષ્ટિપથમાં આવી તેટલામાં તેણી ઉંચા મુખવાળી થઈ. II૧૨૮॥ કાકાને ઓળખીને ગળે વળગીને તેણી પડી. તે પણ તેણીને ઓળખીને રડ્યા. ૧૨૯॥ અને પૂછ્યું કે હે પુત્રી ! તું આ વનમાં એકલી કેમ છે ? તેણીએ પણ પોતાનો સઘળો વૃત્તાંત જેવો હતો તેવો કહ્યો. ૧૩૦॥ અહો ! ભાગ્યની ઘટના કેવા પ્રકારની છે ? આ પ્રમાણે કહીને તેને લઈને સ્નાનાદિક કરાવીને મોદક વગેરે ભોજન કરાવ્યું. ૧૩૧॥ ત્યારબાદ તેણીને સાથે લઈને પવન અનુકૂળ હોવાથી ત્યાંથી ચાલ્યો. બર્બરકુળને પ્રાપ્ત કરીને ખુશ થતો ત્યાં ઉતર્યો. ૧૩૨॥ તંબૂને તાણીને તેની મધ્યમાં નર્મદાને મૂકીને કરિયાણા ઉતારીને ભેટણું લઈને રાજા પાસે ગયો. ||૧૩૩॥ રાજાએ પણ તેનો સત્કાર કર્યો. ઈચ્છા મુજબ કરિયાણાની લેવડ-દેવડની વ્યવસ્થા કરી. ।।૧૩૪॥