________________
નર્મદાસુંદરી કથા
૧૭૩
ઉતરીને પોતાની અનેક પ્રકારે નિંદા કરતી મુનિને વસ્ત્રથી લુછીને તેમના ચરણકમળમાં પડીને વિનયપૂર્વક અતિ દીનતાથી તેને (મુનિને) ખમાવીને કહ્યું કે હે જગતને આનંદ આપનારા ! મારા સંસારના સુખને છેદો નહિ //પક-પી આવા પ્રકારની અનાર્ય જેવી ક્રિયાને કરતી મને ધિક્કાર થાઓ, ધિક્કાર હો. દુઃખેથી સહન થાય તેવા ભયંકર દુઃખરૂપી સમુદ્રમાં પ્રમાદથી પોતાને નાંખી. પ૮ હે પ્રભો ! આજે જ મારા સર્વ સુખો નાશ પામ્યા છે. પાપિનીઓમાં પણ પાપિણી એવી આજે હું થઈ છું. હે સ્વામી ! દુઃખીઓને વિષે દયાવાળા મહર્ષિઓ હોય છે. તેથી હે કરુણાસિંધુ ! મારા શાપને દૂર કરો. પ૯, કoll આ પ્રમાણે અનેક પ્રકારે વિલાપ કરતી એવી તેણીને જાણીને શ્રુતને જાણનારા મુનિએ કહ્યું, “હે કલ્યાણકારી ! વિલાપવાળી તું અતિ દુઃખી ન થા.” IIકલા હે શુભે ! કોપ (ગુસ્સા)ના આવેશથી તને શાપ મેં આપ્યો છે. હમણાં તારા વિનયરૂપી પાણીથી મારો કોપરૂપી અગ્નિ શાંત થયો છે. કરા કલ્યાણકારી ! અનાભોગથી પણ જે મેં શ્રાપ આપ્યો છે તે ભવાંતરમાં નિકાચિત બાંધેલા તારા કર્મનો વિપાક છે. તેથી પોતાના ઉપાર્જન કરેલા કર્મોથી લાંબા કાળનું પ્રિયના વિયોગનું દુ:ખ તને થશે. નિકાચિત બંધાયેલા કોઈના કર્મ ભોગવ્યા વગર છૂટકો થતો નથી. ૧૩-૧૪lી હે વત્સ ! પ્રાણીઓ જે પાપકર્મો હસતાં બાંધે છે, તેને રડતા ભોગવવા જ પડે છે. તે નિશ્ચિત છે. તેમાં સંશય નથી. Iકપી. ત્યારબાદ પરમાર્થ જાણીને વંદન કરીને મુનિને વિસર્જન કર્યા. આ સર્વ વૃત્તાંત પોતાના પતિને રડતાં કહ્યો. કલા તેણે પણ કહ્યું કે હે પ્રિયા ! અશુભની શાંતિને માટે વિશેષથી જિનેશ્વર ભગવંતની પૂજા વગેરે કર. રડવા વડે શું ? Iક૭ll ગુરુના ઉપદેશની જેમ તેના વચનને સ્વીકારીને તેણી પણ વિશેષ ધર્મમાં રાગી થઈ. વિષય-સુખને ભોગવવા લાગી. ll૧૮ આ પ્રમાણે કાળ પસાર થયે છતે એક વખત મિત્રોની ગોષ્ઠીમાં રહેલા મહેશ્વરદત્તના મિત્રોના સમૂહે કહ્યું કે હે મિત્ર ! યૌવનના સમયમાં મનુષ્યોને ધનનું ઉપાર્જન કરવું જોઈએ. તેમાં પણ પિતાએ મેળવેલી લક્ષ્મીને જે ભોગવે છે, તે આર્ય નથી જ. II૯-૭lી તેથી યવનદ્વીપમાં જઈને ઘણું ધન મેળવીને ઈચ્છા મુજબ વિલાસ કરીએ. આ પ્રમાણે તેણે પણ સ્વીકાર્યું. ૭૧
ત્યારબાદ પ્રયત્નપૂર્વક તેણે માતાપિતાને બોધ પમાડીને દ્વિીપને ઉચિત વિવિધ પ્રકારના કરિયાણાઓ વિગેરે સમગ્ર સામગ્રી તેણે એકઠી કરી. ll૭૨ા હવે તેણે નર્મદાસુંદરીને કહ્યું કે, હે પ્રિયા ! તારે અહીં જ રહેવા યોગ્ય છે. કારણ કે મારે સમુદ્રના સામે કાંઠે જવાનું થશે. II૭૩ી જે કારણથી અતિ સુકુમાળ તારું શરીર માર્ગના થાકને સહન નહીં કરી શકે, તેથી હંમેશાં અહીં જ દેવ-ગુરુની ઉપાસનામાં તત્પર થઈને સુખપૂર્વક રહેજે. ૭૩-૭૪માં તેણીએ પણ કહ્યું કે, હે વલ્લભ ! આવા પ્રકારના વચનો ન બોલો. કેમ કે તમારા વિરહની વ્યથાને સહન કરવા માટે હું સમર્થ નથી. ૭પણ તમારી સાથે રહેતા કષ્ટને પણ સુખની ખાણ સમજીને ચાંદની જેમ ચંદ્રમાને તેમ તમારી પાછળ જ આવીશ. II૭૬ાા ત્યારબાદ તેણીને સાથે લઈને મહાસાર્થ સાથે તે નીકળ્યો. સમુદ્રની પાસે જઈને તે સાથે પણ વહાણમાં ચડ્યો. ૭ી પ્રીતિપૂર્વક સમુદ્રમાં ચાલતાં અનુકૂળ પવનના યોગથી ત્યાં કોઈએ પણ સુમધુર સ્વરે ગાવાનો પ્રારંભ કર્યો. ૭૮ તે સાંભળીને ખુશ થયેલી સ્વરના લક્ષણના મર્મને જાણનારી તેણીએ કહ્યું કે, હે પ્રિય ! આ ગાનારાનું શરીર શ્યામ છે. II૭૯Iી તથા કર્કશ કેશવાળો સાહસિક રણમાં દુર્જય ઉંચા વક્ષસ્થળવાળો, ધૂલ હાથવાળો ૩૨ વર્ષનો છે. ll૮oll આના સાથળ ઉપર કાળી રેખા છે. ગુદા ભાગમાં લાલ મષ છે. તે સાંભળીને ક્ષણવારમાં જ મહેશ્વરદત્ત તેણી ઉપર પ્રેમ વગરનો થયો અને તેણે વિચાર્યું. ll૮૧ કે ખરેખર આની સાથે આણીનો સંબંધ