________________
૧૭૨
સમ્યકત્વ પ્રકરણ
રાજાની જેમ અવિરત પ્રયાણ વડે જતાં તેણે નર્મદાના કિનારા પર સૈન્યની જેમ સાર્થનો પડાવ કર્યો. ૨ll આનંદદાયક નર્મદામાં હજાર અર્જુનની જેમ મોટી ઋદ્ધિપૂર્વક પ્રિયાની સાથે તેણે મજ્જનક્રીડા કરી. /૨૮. તેણીનો દોહદ પૂર્ણ થયે છતે ત્યાં જ તેણે નર્મદાપુર નામનું નગર વસાવીને અરિહંત પરમાત્માનું ચૈત્ય કરાવ્યું. ll૨૯ ઉત્તમ એવા નગરને સાંભળીને અનેક વાણિયાઓ ત્યાં આવતા મોટો લાભ મેળવતા હતા. તેથી તેની પ્રખ્યાતિ વિશેષ થઈ. l૩૦ll સુખપૂર્વક પૂર્ણ મનોરથવાળી સહદેવની પ્રિયાએ વાદળોની શ્રેણી જેમ વિજળીને તેમ દિવ્ય એવી કન્યાને જન્મ આપ્યો. ll૩૧// સહદેવે પુત્રની જેમ તેણીનો જન્મોત્સવ કર્યો. અત્યંત ખુશ થયેલા તેનું નર્મદા સુંદરી એ પ્રમાણે નામ પાડ્યું. ૩રા ક્રમપૂર્વક વધતી સર્વ કળારૂપી સમુદ્રના પારને પામેલી વિશેષથી સ્વરમંડળને જાણનારી તેણી થઈ. ll૩૩ll તે બાળાએ વિલાસના ક્રીડા મંદિર સરખા યૌવનને પ્રાપ્ત કર્યું. અપ્રતિમ એવા રૂ૫, લાવણ્ય, સૌભાગ્ય વડે તેણી વિશેષ ખ્યાતિ પામી. T૩૪તેણીના અદૂભૂત રૂ૫ને સાંભળીને ઋષિદત્તાએ વિચાર્યું, આ મારા પુત્રની પત્ની કેવી રીતે થશે ? //૩પ હા હા ! ખરેખર નિર્ભાગી એવી સર્વ સ્વજનોએ મારો ત્યાગ કર્યો છે. અથવા અરિહંતના ધર્મરૂપી રત્નને તજનારી મારે આ કેટલું? Iઉકા જેઓ વડે મારી સાથે એકવાર બોલવું તે રૂપ આલાપાદિનો પણ ત્યાગ કર્યો છે. તેઓ કેવી રીતે મારા પુત્રને તેવા પ્રકારની કન્યાને આપે ? આ પ્રમાણેની પીડાથી તેણી ઘણું રડી. ll૩થી તેણીને રડતી જોઈને રુદ્રદત્તે પૂછયું કે હે પ્રિયા ! હું તને સ્વાધીન હોતે છતે પણ તને શું દુઃખ છે ? તે કહે, જેથી તે દૂર કરું. ll૩૮ ત્યાર પછી તેણીએ સર્વ કહ્યું. તે સાંભળીને તેના પુત્રે કહ્યું કે હે પિતાજી ! મને મામાના ઘરે હમણાં મોકલો. ll૩૯ વિનય વગેરે ગુણોથી સર્વ સ્વજનોને વશ કરીને તે કન્યાને પરણીને હું માતાને સંતોષ આપીશ. II૪૦ાા વિવિધ પ્રકારના કરિયાણા સહિત મોટા સાર્થને લઈને પિતા વડે મોકલાયેલ તે નર્મદાપુર નગર ગયો. Al૪૧II બીજા નગરની જેમ બહાર સાર્થનો પડાવ કરીને સારા દિવસે તે મામાના મહેલમાં ગયો. જરા નાના વગેરે સર્વ સ્વજનોને જોઈને ખુશ ખુશ થયો. ઘરે આવ્યો છે એ પ્રમાણે સ્થિતિ વડે તેઓએ પણ તેને ઘરે રાખ્યો. ૪all વિનયાદિ પૂર્વક રહેતા ત્યાં તેણે સર્વને ખુશ કર્યા. હવે તેણે કન્યાની માંગણી કરી પણ તેઓએ ના પાડી. ૪૪ો અને કહ્યું કે શઠ એવા તારા પિતા કપટપૂર્વક છેતરીને તારી માતાને લઈ ગયા. તે દેખીને ખાત્રીથી હમણાં અમે પુત્રીને કેમ આપીએ ? Il૪પા! ધર્મની વિચારણા થયે છતે તે કન્યાથી પ્રતિબોધ પામેલો તે સધર્મથી ભાવિત આત્માવાળો હવે પરમ શ્રાવક થયો. સવા ત્યારબાદ તેને પુત્રીને આપી ઉત્સાહપૂર્વક પરણાવી. ખુશ થયેલા તેણે તેણીની સાથે ધર્મ અને કામ પુરુષાર્થને સાધ્યો. ll૪ll સ્વજનોને પૂછીને એક વખત પોતાના નગરમાં ગયો. ત્યારે માતા-પિતાએ પણ ઉત્સાહપૂર્વક પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો. ૪૮ સાસુ-સસરા વગેરેની ઉચિત સેવા-ભક્તિ કરતી વશીકરણ ગુણો વડે નર્મદાએ બધાને વશ કર્યા. ૪૯ો પોતાને ધન્ય માનતો, ધાર્મિક એવી પત્નીની સાથે દઢધર્મવાળો મહેશ્વરદત્ત પણ સુખને અનુભવતો હતો. પછી ઋષિદત્તાએ પણ ફરીથી અરિહંતના ધર્મને સ્વીકાર્યો અને રુદ્રદત્ત પણ ધાર્મિકમાં અગ્રેસર એવો પરમ શ્રાવક થયો. પ૧//
એક વખત ગવાક્ષમાં રહેલી દેદીપ્યમાન શૃંગારથી મનોહર એવી નર્મદા દર્પણમાં મુખને જોતી ઉભી હતી. //પરો તેટલામાં નીચે એક સાધુ પસાર થતા હતા. પ્રમાદથી જોયા વગર તેને તાંબૂલ પાનનો રસ નીચે ઘૂંક્યો અને તે મુનિના મસ્તક ઉપર પડ્યો. પઢll ગુસ્સે થયેલા મુનિ બોલ્યા, તાંબૂલ રસ મારા ઉપર જેણે નાંખ્યો છે, તે પાપાત્મા પ્રિયના વિયોગને ભજનારી થાઓ. //પ૪ો ત્યારે ચારે બાજુથી ભીલ્લના પ્રહાર સરખા મુનિના તે વચનને સાંભળીને નર્મદા સુંદરી અતિ વૃદ્ધાની જેમ કંપતી હતી. પપીગવાક્ષથી જલદીથી