________________
નર્મદાસુંદરી કથા
૧૭૧
હવે શીલવ્રત ઉપર દષ્ટાંત કહેવાય છે. નર્મદાસુંદરી કથા આ જ જંબુદ્વિીપના સુવિશાળ એવા ભરતક્ષેત્રમાં નગરજનો અને ગુણોથી વધતું વર્ધમાનપુર નામનું નગર છે. ll૧. ત્યાં મૌર્યવંશના મુકુટ સમાન ત્રણ ખંડનો સ્વામી કુણાલ રાજાનો પુત્ર સંપ્રતિ ત્યાં રાજા હતો. રા ત્યાં હંમેશાં જૈનધર્મમાં રક્ત મહાઋદ્ધિવાળો ઋષભસેન નામનો સાર્થવાહ હતો. તેને વીરમતી નામની પ્રિયા હતી. ફll તેને સહદેવ અને વીરદાસ નામના બે પુત્રો અને સર્વ સ્ત્રીઓમાં અગ્રેસર એવી ઋષિદત્તા નામની પુત્રી હતી. જો તેને વરવાને માટે તેના ગુણોથી ખેંચાયેલા ધનાઢ્ય કુમારો આવતા હતા. તે મિથ્યાષ્ટિ હોવાથી તેના પિતા આપતા ન હતા. પી. વળી જે કોઈ પણ દરિદ્ર હશે, કુરૂપવાન હશે, પરંતુ એક જિનધર્મને વિષે નિશ્ચલ હશે તેને જ આપીશ. IIકા આ વાત સાંભળીને કૂપચંદ્ર નામના નગરથી તેનો અર્થી એવો રુદ્રદત્ત નામનો સાર્થવાહ ત્યાં આવ્યો. શા કુબેરદત્ત મિત્રના મહેલમાં વાસણ (કરિયાણા) વગેરે મૂકીને તેની જ દુકાનમાં નગરની ઋદ્ધિને જોતો જેટલામાં બેઠો છે. ll૮ તેટલામાં રસ્તા ઉપર સખીઓ સાથે જતી ઋષિદત્તાને જોઈને આશ્ચર્યવાળા તેણે મિત્રને પૂછ્યું કે શું આ ઋષભસેનની પુત્રી જ છે ? llો તેણે કહ્યું, આ તે છે, પરંતુ મોક્ષરૂપી લક્ષ્મી સન્મુખ છે મુખ જેનું એવા અરિહંતના ઉપાસકો સિવાય તેણી આપવા યોગ્ય નથી. તેથી તેણીને મેળવવાની ઈચ્છા વડે તેણે નિરંતર ગુરુની ઉપાસના કરી. ૧૦ણી કપટપૂર્વક શ્રાવક થયો. તેણીમાં જ લીનની જેમ સાતક્ષેત્રમાં ઘણું ધન આપ્યું. રાગાંધ માણસ શું ન કરે ? ૧૧. તેથી તેને જોઈને તેના આચારને જોઈને ઋષભસેન અત્યંત રંજિત થયો. સ્વયં જ કન્યાને આપી અને ઉત્સાહપૂર્વક પરણાવી. ||૧રો રુદ્રદત્ત તેણીની સાથે સુખ ભોગવતો જેટલામાં રહ્યો તેટલામાં તો તેના પિતાનો કાગળ તેને બોલાવવાનો આવ્યો. ૧૩ી તેમાં લખેલા ભાવને જાણીને સસરાને પૂછીને પ્રિયાની સાથે રુદ્રદત્ત પોતાના કૂપચંદ્ર ગામ ગયો. ll૧૪ હવે ત્યાં તે પિતા વગેરેથી અભિનંદન પામતો સુખપૂર્વક રહ્યો, કપટપૂર્વક ગ્રહણ કરેલા ધર્મને થોડો થોડો મૂકવા લાગ્યો. ૧પ મિથ્યાદૃષ્ટિના સંસર્ગથી ઋષિદત્તા પણ મિથ્યાદૃષ્ટિ થઈ. સુવર્ણ પણ અગ્નિના સંસર્ગથી શું અગ્નિપણાને નથી પામતો ? ૧કા તેણીના માતાપિતાએ પણ ઋષિદત્તા મિથ્યાદૃષ્ટિ થઈ છે એમ જાણીને સંદેશો વગેરે પણ છોડી દીધો. સમુદ્રના પેલે પારની જેમ પરસ્પર થોડું પણ અંતર થયું. ૧ી એક વખત ઈચ્છાપૂર્વક રુદ્રદત્તની સાથે વિષયસુખ ભોગવતાં ઋષિદત્તાએ કામદેવ સરખા પુત્રને જન્મ આપ્યો. ./૧૮માં તેનું નામ મહેશ્વરદત્ત રાખ્યું. બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામ્યો. અનુક્રમે કળારૂપી સમુદ્રમાં પારંગત બન્યો અને યૌવનને પામ્યો. /૧૯ો
હવે આ બાજુ વર્ધમાનપુર નગરમાં સહદેવ નામના તેના મામા છે, તેને સુંદરી નામની પત્ની છે. ૨૦ પોતાના પતિની સાથે સર્વ પ્રકારના સંસારના વૈષયિક સુખને ભોગવતા તેણી એક વખત ગર્ભવતી થઈ અને તેને દોહદ થયો. //ર૧II હવે દોહદ પૂર્ણ ન થતાં ચિંતાથી પ્રૌઢ શાકિની વડે (ખેંચાયેલા) ચૂસાઈ ગયેલા માંસલોહીની જેમ તેણી ચંદ્રલેખાની જેમ કૃશ થઈ. ૨૨ા તેવા પ્રકારની તેણીને જોઈને સહદેવે પૂછ્યું કે હે પ્રિયા ! તારું શું ઈષ્ટ છે ? કે જે પૂર્ણ થતું નથી. જેથી તું આવા પ્રકારની થઈ છે. ૨૩ll તેણીએ કહ્યું કે હે પ્રિય ! ગર્ભના પ્રભાવથી મને આવો દોહદ થયો છે કે પોતાની સામગ્રી વડે આપની સાથે નર્મદા નદીના પાણીમાં સ્નાન કરું. ll૧૪ તેની અપ્રાપ્તિથી હું આવા પ્રકારની થઈ છું. બીજું મને કંઈ અપૂર્ણ નથી. ત્યારબાદ તેણીને આશ્વાસન આપીને તેણે સામગ્રી એકઠી કરી. ૨પા હવે મોટા સાર્થને કરીને સો પુત્રોથી પરિવરેલો વિવિધ પ્રકારના કરિયાણાઓને લઈને સારા મુહૂર્તે તે ચાલ્યો. 'રકા જીતવાની ઈચ્છાવાળા