________________
૧૭૦
સમ્યકૃત્વ પ્રકરણ
દાસીની જેમ રહે છે. આ પ્રમાણે જોઈને મને રૂદન આવે છે. [૧૩૧-૧૩૨રાજાએ કહ્યું કે હે ભદ્ર ! શ્રી વીર પ્રભુના અભિગ્રહને પૂર્ણ કરનારી આ ચંદના શોક કરવા યોગ્ય નથી. માટે આમ ન બોલ. /૧૩૭ll તે વખતે મૃગાવતી બોલી કે હે દેવ ! ધારિણી મારી બહેન થાય છે. તેની આ પુત્રી મારી પણ પુત્રી જેવી જ છે. I૧૩૪ો તે સાંભળીને સ્નેહથી રાજાએ પોતાના ખોળામાં તેણીને બેસાડી અને તેણીએ શ્રેષ્ઠીને કહ્યું કે તમારી અનુમતિથી મારે વ્રતને ગ્રહણ કરવું છે. ll૧૩પ કેટલાક દિવસો વડે સંસારનો વિપાક મેં જોયો છે. તેથી હે તાત ! અહીં રહેવા માટે ક્ષણવાર પણ મારું મન ઈચ્છતું નથી. ll૧૩ો. રાજાએ પ્રેમથી કહ્યું, હે બાળ ! હજુ તો નવી વય છે. યૌવનરૂપી અરણ્ય દુઃખેથી ઓળંગાય તેવું છે. મોહરાજા તો અતિ દુર્જય છે. ll૧૩થી આ દેવઋદ્ધિને ભોગવીને અને સંસારના સુખનો અનુભવ કરીને વયના પરિપાક થયે છતે હે પુત્રી ! ધર્મમાં ઉદ્યમ કરજે. /૧૩૮ વળી હે વત્સ ! તારું કોમળ શરીર તપને કેમ સહન કરશે ? સૂર્યના સંતાપને સહન કરવાને માટે ઉગતી કુંપળ સમર્થ નથી. ૧૩૯ વયોવૃદ્ધ જ પરમાર્થને સાધવા માટે સમર્થ છે. સંપૂર્ણ જગતને પૂર્ણિમાનો ચંદ્ર જ પ્રકાશિત કરે છે, ચંદ્રની રેખાઓ નહિ. ૧૪૦ll તે સાંભળીને શીતળ વચનોથી ચંદનાએ કહ્યું કે હે તાત ! તીર્થકરોએ ધર્મનો કાળ આ પ્રમાણે કહ્યો છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી. જ્યાં સુધી શરીર રોગગ્રસ્ત થયું નથી અને જ્યાં સુધી ઈન્દ્રિયો ક્ષીણ થઈ નથી ત્યારે જ ધર્મનું આચર (કર). ૧૪૧-૧૪રી યૌવન ઘડપણ વડે કોળીયો કરાતે છતે, વૃદ્ધપણું અત્યંત સંતાપ આપતે છતે અને ઈન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં અસમર્થ હોતે છત, તપ ક્યાં ? અને જપ ક્યાં ? II૧૪all આ પ્રમાણે સાંભળીને ઈન્દ્ર શતાનીકને કહ્યું કે હે રાજન ! આ બાળા ચરમદેહી છે. ભોગ તૃષ્ણાથી વિમુખ છે. જ્યારે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે આ પ્રથમ શિષ્યા થશે. તેથી જ્યાં સુધી પ્રભુને કેવળજ્ઞાન ઉપજે ત્યાં સુધી તમારે તેનું પાલન કરવું. II૧૪૪-૧૪પી આ રનવૃષ્ટિ ધન વગેરે ચંદના ગ્રહણ કરે અથવા તો ચંદના સ્વયં કોઈને પણ આપે તે ગ્રહણ કરે. II૧૪વા આ પ્રમાણે રાજાને કહીને, ચંદનાની સ્તુતિ કરીને અને પ્રભુને પ્રણામ કરીને ઈન્દ્ર દેવતાઓની સાથે દેવલોકમાં ગયો. ૧૪થી છ માસમાં પાંચ દિવસ ઓછા રહેતાં તપનું પારણું કરીને વીર પ્રભુ ધનાવહ શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા. ll૧૪૮ી ચંદનાએ ધન ધનાવહ શેઠને સમર્પણ કરીને મૃગાવતી માસી સાથે રાજમહેલમાં ગઈ. ll૧૪૯ો રાજા, મંત્રી અને નગરજનો શ્રેષ્ઠીની પ્રશંસા કરીને ચંદનાની પ્રશંસાથી ખુશ થતાં સર્વે પોતપોતાના સ્થાને ગયા. ./૧૫oll અનર્થના મૂળ સરખી મૂળાને શેઠે ઘરમાંથી બહાર કાઢી મૂકી તે દુર્બાન કરતી મૃત્યુ પામીને નરકે ગઈ. //૧૫૧ ચંદના કન્યાઓના અંતઃપુરમાં રહી. ત્યાં હંમેશાં દેવ બુદ્ધિથી એકમાત્ર વીરનું ધ્યાન કરતી હતી. I/૧૫રી શૃંગાર વગરની, સદાચારી, નિર્વિકારી, મહાસતી, દાન-શીલ, તપ-ભાવરૂપી ધર્મ કરવામાં જ પરાયણ હતી. II૧૫ll સ્વામીને કેવલજ્ઞાન થયે છતે સુર, અસુર અને રાજાઓ વડે કરાયેલો છે દીક્ષા મહોત્સવ એવી તે ચંદનબાળા વિધિપૂર્વક દીક્ષિત થઈ. ૧૫૪) છત્રીસ હજાર સાધ્વીજીની પ્રવર્તિની થઈ. કેવળજ્ઞાન પામીને તેણી મુક્તિપુરીમાં ગઈ. ll૧૫પી સુવિશુદ્ધ ચિત્તથી વિધિપૂર્વક હંમેશાં વિધિને જાણનારાઓ સુપાત્રદાન આપે તો તેઓ ચંદનબાળાની જેમ આ ભવમાં ખ્યાતિ (કીર્તિ)ને પામે અને ભવાંતરમાં મુક્તિને મેળવે. ||૧૫ll
| દાન ઉપર ચંદનબાળાની કથા ૧.