________________
ચંદનબાલા કથા
૧૬૯
બોલાવીને પૂછ્યું. /૧૦તેણે પણ કહ્યું કે, યતિઓના દ્રવ્યાદિથી (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી) ઘણા અભિગ્રહો હોય છે. વિશિષ્ટ જ્ઞાન વિના પ્રભુના અભિગ્રહને જાણી શકાતો નથી. /૧૦૭થી તેથી હે રાજનું ! અભિગ્રહને ધારણ કરના પ્રભુને હમણાં અનેક પ્રકારની ભિક્ષા આપવી. આ પ્રમાણે ચારે બાજુ નગરમાં ઉદ્દઘોષણા કરાવો. ll૧૦૮ ત્યાર પછી રાજા વડે તે પ્રમાણે કરાયે છતે કોઈકે રાજાની આજ્ઞાથી અને કેટલાક ભક્તિના વશથી પ્રભુને અનેક પ્રકારની ભિક્ષા આપી. II૧૦૯ો અપૂર્ણ અભિગ્રહપણાથી તે ભિક્ષાને પ્રભુ કંઈ પણ ગ્રહણ કરતા નથી. છતાં હંમેશાં વિશુદ્ધ ધ્યાનરૂપી અમૃતને પીતા અમ્યાન મુખે રહેતા હતા. // ૧૧૦ પ્રાસુક એવી ભિક્ષાને સ્વામી ગ્રહણ નહિ કરતાં તેથી સર્વ લોકો પોતાની નિષ્ફળ વિભૂતિને માનતા ખેદપૂર્વક રહ્યા. ll૧૧૧/
આ જ અરસામાં ૯ માસમાં પાંચ દિવસ ઓછા એવા પ્રભુ ભિક્ષા માટે ધનાવહ શેઠના ઘરે પધાર્યા. l/૧૧૨ી ભગવંતને આવેલા જોઈને ચંદનબાળા પણ પાનાળની જેમ એકાએક ઉઠેલા રોમાંચિત શરીરવાળી થઈ. ./૧૧૩ અહો, પુણ્ય, અહો પુણ્ય ! ખરેખર મારું જગતમાં અધિક પુણ્ય છે કે આજે મારા પારણામાં વીર પ્રભુ ભિક્ષાને માટે પધાર્યા ||૧૧૪ll આ પ્રમાણે વિચારીને અડદવાળું સૂપડું હાથમાં લઈને બાળા ચાલી. એક પગ ઉંબરાની બહાર અને એક ઉંબરાની અંદર કરીને રહી. /૧૧૫ બેડીને લીધે ઉંબરો (દેલી) ઉલ્લંઘવાને અસમર્થ ચંદના ત્યાં જ રહી. અભુત ભક્તિવાળી એવી તેણીએ આદ્રદષ્ટિથી ભગવંતને કહ્યું. II૧૧૧ાા હે સ્વામી ! પ્રભુ ! જો કે આ ભોજન આપને માટે તો અનુચિત (અયોગ્ય) છે તો પણ તે કરુણાનિધિ ! આ ગ્રહણ કરીને મારા ઉપર કરુણા કરો./૧૧થી જે પ્રમાણે અભિગ્રહ કરેલો હતો, તે સંપૂર્ણ થયેલો જાણીને પ્રભુએ પણ હાથીની જેમ તે લેવાને માટે હાથ પ્રસાર્યો. ll૧૧૮ પોતાને કૃતાર્થ માનતી, અત્યંત આનંદિત ચંદનાએ સૂપડાના એક ખૂણા વડે તે કુલ્માષ પ્રભુના કરકમલમાં મૂક્યાં. ll૧ ૧૯ો તેણીએ વિચાર્યું કે આવા પ્રકારની જે હું થઈ છું. સ્વામીના અભિગ્રહની પૂર્તિથી આ આપત્તિ પણ મારા હર્ષને માટે થઈ. ll૧૨૦ પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થયેલો જાણીને સ્વામીના પારણાને જાણીને હર્ષપૂર્વક દેવતાઓ ત્યાં આવ્યા અને પાંચ દિવ્યો કર્યા. /૧૨૧/ વસ્ત્રની ધારા, આકાશમાં દેવદુંદુભિ વાગવી, રત્નાવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ અને ગંધોદકની વૃષ્ટિ થઈ. /૧૨રા બેડીઓ તૂટી અને નૂપુર (ઝાંઝર) થયા. નવો કેશપાશ થયો અને ચંદનાને સર્વ અંગમાં વસ્ત્રાલંકારથી દેદીપ્યમાન કાંતિવાળી કરી. /૧૨૩ી વીણાવાદકની જેમ ઉત્કૃષ્ટ નાદને કરતાં દેવતાઓ હર્ષના ઉત્કર્ષથી વશ થયેલા ગીત નૃત્યાદિક કરવા લાગ્યા. //૧૨૪ll
પ્રભુના પારણાને જાણીને સૌધર્મેન્દ્ર પણ ત્યાં આવ્યો. તે વખતે દેવો અને વિમાનોથી તે નગર સ્વર્ગ જેવું થયું. /૧૨પા હર્ષના કોલાહલથી અને સ્વામીના પારણાથી ચારે બાજુથી નગરના લોકો ધનાવહ શેઠના ઘરે આવ્યા. I/૧૨વા તે સાંભળીને પોતાને ધન્ય માનતો ધનાવહ શેઠ પણ જલ્દીથી ઘરમાં આવ્યો. અમૃતરૂપી સમુદ્રમાં ડૂબતા (મગ્ન)ની જેમ તેવા પ્રકારની વિશાળ સમૃદ્ધિને જોઈને ખુશ થયો. ll૧૨૭ી દુંદુભિના નાદ વડે તે જાણીને શતાનીક રાજા, મૃગાવતી રાણી, મંત્રી સુગુપ્ત અને નંદા સર્વ પરિવાર સાથે ત્યાં આવ્યા. I/૧૨૮ ત્યારે ચંપાના ભંગથી પકડી લાવેલો દધિવાહન રાજાનો સંપુલ નામે કંચુકી મૃગાવતીની પડખે રહેલો. ૧૨૯ વસુમતીને જોઈને તેણીને ઓળખીને તેના પગમાં પડીને મુક્તકંઠે રૂદન કરવા લાગ્યો. I/૧૩ના રાજાએ કહ્યું કે હે કલ્યાણકારી ! ઉત્સવના સમયે તું કેમ શોક કરે છે ? અશ્રુધારાથી ભૂમિને ભીંજવતા તેણે રાજાને કહ્યું કે દધિવાહન અને ધારિણીની પ્રાણવલ્લભા આ પુત્રી છે. અત્યારે બીજાના ઘરમાં