SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનબાલા કથા ૧૬૭ હવે મારે ચંદનાની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. નખથી છેદાય તેવી વસ્તુ માટે કોણ કુહાડાથી છેદવા ઈચ્છે ? ।।૫૫। તેથી આ કોમળ વ્યાધિ હમણાં ચિકિત્સાને યોગ્ય છે. પછી અસાધ્યપણાને પામે તો તેને પ્રયત્ન પણ નિષ્ફળ કરશે. ૫૬॥ આ પ્રમાણે યોજનાને મનમાં નિશ્ચિત કરીને બિલાડીની જેમ તેની ચિકિત્સા ક૨વાની ઈચ્છાથી ખરાબ બુદ્ધિવાળી મૂળા રહી. ।।૫૭ના મુહૂર્ત માત્ર વિશ્રામ કરીને શેઠ ઘ૨થી બહાર નીકળ્યા. એટલે જલ્દીથી હજામને બોલાવીને મૂળાએ ચંદનાનું મસ્તક મુંડાવી નાંખ્યું. ૫૮॥ તેના પગમાં બેડી નાખીને અંદરના ઓ૨ડામાં તેને પૂરીને દ્વારને તાળુ લગાવીને મૂળાએ પરિવારને આ પ્રમાણે કહ્યું. ૫૯॥ જે કોઈ પણ ચંદનાના આ સમાચાર શ્રેષ્ઠીને કહેશે, ખરેખર તેને પણ આ જ પ્રમાણે હું દંડ કરીશ. ૬૦ હવે ઘરે આવેલા શેઠે પૂછ્યું કે ચંદના કેમ દેખાતી નથી ? મૂળાના ભયથી કોઈએ પણ કહ્યું નહીં. કોણ યમરાજને સ્ખલિત કરે અર્થાત્ યમના મોઢામાં હાથ નાંખે ? ||૬૧॥ શ્રેષ્ઠીએ માન્યું કે મારી પુત્રી બાળકોની સાથે ક્યાંય પણ રમતી હશે. અથવા તો કામ ન હોવાથી ઉ૫૨ ભણતી ગણતી હશે. II૬૨॥ આ પ્રમાણે ઘરે આવતા શેઠ વારંવાર સર્વને પૂછતા હતા કે ચંદના ક્યાં છે ? પરંતુ કોઈએ પણ ત્રણ દિવસ સુધી ચંદનાના સમાચાર કહ્યા નહિ. ॥૬૩॥ આ પ્રમાણે ચોથા દિવસે ચંદનાને નહીં જોવાથી શંકા અને કોપથી આકુળ થયેલા શેઠે નોકરોને કહ્યું, અરે સેવકો ! જગતને આનંદ આપનારી મારી પુત્રી ચંદના ક્યાં છે ? જો તમે જાણતા છતાં નહીં કહો, તો હું તમારા સર્વનો નિગ્રહ કરીશ. ૧૬૪, ૬૫॥ આ સાંભળી કોઈક વૃદ્ધ દાસીએ ચિંતવ્યું કે હું ઘણા વર્ષ સુધી જીવી છું. હવે મારું મૃત્યુ પણ નજીક છે. IIઙઙ વળી બીજાનો ઉપકાર કરીને જતા એવા પ્રાણો વડે શું ? કેમ કે તે જીવો ધન્ય છે, જેઓ નિર્મળ એવી ધર્મ અને કીર્તિને મેળવે છે. IIઙઙા તેથી મારા જીવિત કરતાં આ ચંદના જીવો. આ પ્રમાણે વિચારીને તેણે મૂળા અને ચંદનાની બધી કથા શેઠને કહી. ૬૮॥ દયાળુ તેણીએ ચંદનાને પૂરી હતી તે ઘર બતાવ્યું. આકુળ એવા શ્રેષ્ઠીએ પોતાની મેળે તેનું દ્વાર ઉઘાડ્યું. ૬૯॥ ત્યાં નૂતન દીક્ષિતની જેવી મુંડિત વાળવાળી, ક્ષુધા અને તૃષાથી પીડિત શ૨ી૨વાળી, સૂર્યથી ગ્લાનિ પામેલ, માલતી (જાઈ) પુષ્પ જેવી બંદીવાન કરાયેલી, શત્રુના સ્ત્રીની જેવી, બેડીથી બાંધી દીધેલા પગોવાળી, અશ્રુથી પૃથ્વીને કાદવ સરખી કરવાવાળી, ચંદનાને ધનાવહ શેઠે જોઈ. II૭૦-૭૧॥ આંખમાંથી અશ્રુ પડતાં દયાનિધિ શેઠે તેને આશ્વાસન આપીને તેને ભોજન કરાવવાને માટે જલ્દીથી રસોડામાં ગયા. II૭૨।। ત્યારે ભાગ્યયોગે ત્યાં કાંઈ પણ તેવા પ્રકારનું ભોજન જોવામાં આવ્યું નહીં. સૂપડાના ખૂણામાં રહેલા અડદને જોઈને તેણે પુત્રીને આપ્યા. II૭૩ા અને તેણે કહ્યું, હે વત્સે ! આ અડદને ખા. તેટલામાં હું તારી બેડી તોડવાને માટે લુહારને બોલાવીને આવું છું. આ પ્રમાણે કહી શેઠ ઘ૨માંથી બહાર ગયા. II૭૪॥ હવે ચંદનાએ આ પ્રમાણે વિચાર્યું, હે દેવ ! અહો, મને તેવા પ્રકારના રાજકુળમાં જન્મ આપીને આવા પ્રકારની દુર્દશા કેમ કરાઈ ? ૭૫॥ ક્ષણવારમાં બીજા બીજા રૂપને ધા૨ણ ક૨તી આપત્તિઓ વડે નાટક જેવા આ સંસા૨થી શું ? અથવા તો સ્વપ્ન અને ઈન્દ્રજાળ સ૨ખી જોતજોતામાં નષ્ટ થતી ઋદ્ધિથી શું ? Il૭૬॥ હે વિધાતા ! દુઃખી અવસ્થામાં પણ કુટુંબ સાથે વિરહ કેમ કરાયો ? ત્યાં પણ આ નોક૨૫ણું એ તો સર્વ દુ:ખના સમૂહની ચૂલિકા સમાન છે. II૭૭।। દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલાની જેવી રડતી અશ્રુજલવાળી તે અડદોને જોઈ જોઈને આ પ્રમાણે ભાવના ભાવી. II૭૮॥ પૂર્વે એકાસણાના પારણે પણ પોતાના ઘરમાં રહેલી સ્નેહપૂર્વક ચતુર્વિધ સંઘની ભક્તિ કરીને પછી જ જમતી હતી. II૭૯॥ હમણાં આ અક્રમના પારણામાં તો દુર્દશાને વશ થયેલી અત્યંત નિઃપુણ્યવાળી એવી હું અતિથિને આપ્યા વગર શું ભોજન
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy