________________
૧૬૬
સમ્યક્ત્વ પ્રકરણ
વડે ધારણ કરાય છે, તેમ તે આત્મા ! તું પણ ધારણી વડે ધારણ કરાયેલ ! ધારિણી માતા મૃત્યુ પામી હજી જીવનમાં દુઃખ શું બાકી છે ? li૩૦
આ પ્રમાણે તેણી મોટેથી વિલાપ કરતી હતી. ધારાબદ્ધ નયનના પાણીથી પગલે પગલે જાણે માતાને જલાંજલિ આપતી હતી. ll૩૧// છાતી ફૂટવા (કુટવા) થી ઉત્પન્ન થયેલી પીડાની જેમ ફૂટી ફૂટીને બંને પગમાંથી નીકળતા લોહીના સમૂહ વડે પૃથ્વી લોહીથી ભીંજાયેલી થઈ. ll૩રા કોઈ પણ રીતે વારંવાર બોધ પમાડીને મીઠા વચનોથી પોતાના લોભ વડે તે તેણીને કૌશાંબી નગરીમાં લઈ ગયો. I૩૭ll મસ્તકને વિષે તૃણને ધારણ કરીને ચાર રસ્તા ઉપર તેણીને વેચવા માટે ઉભી રાખી. ભાગ્યયોગથી પહેલા જ ધનાવહ શેઠે તેણીને જોઈ. ૩૪l શેઠે વિચાર્યું કે, આ આકૃતિ ઉપરથી નિચ્ચે સારા કુળમાં ઉત્પન્ન થયેલી જણાય છે. ચંપાના નાશમાં પોતાના સંબંધીજનથી છૂટી પડેલી આ દુષ્ટના હાથમાં પ્રાપ્ત થઈ જાય છે. IIઉપII યૂથમાંથી છૂટી પડેલી મૃગલી જેમ પારધીના હાથમાં આવે તેમ આને પકડીને માંસના પિંડની જેમ વેચવા માટે મૂકી છે. ૩કી તેથી આ બિચારી કોઈક હીન માણસના હાથમાં ન જાય, તેથી ઘણું ધન આપીને પણ હું જ આને ગ્રહણ કરું. li૩૭ી નેહથી પુત્રીની જેમ જોતાં તેણીની ઉપેક્ષા કરવાને હું સમર્થ નથી અને વળી મારા ઘરે રહેતા ક્યારેક પોતાના સ્વજનો મળી જાય. ૩૮ાાં આ પ્રમાણે વિચારીને તેને ઈચ્છિત ધન આપીને પુત્રીના લાભથી ખુશ થયેલો શ્રેષ્ઠી વસુમતીને ઘરે લઈ ગયો. ૩૯ો શ્રેષ્ઠીએ તેને પૂછ્યું, તું કોની પુત્રી છે ? તારા પિતા કોણ છે? તારો સ્વજનવર્ગ કોણ છે ? ભય પામીશ નહિ. તારા પિતાના જેવો જ હું છું. જો અવસ્થાને અનુચિત તેણી કુળને કહેવા માટે અસમર્થ થઈ. અધોમુખને કરીને મૌન જ રહી. (મૌન જ ઉત્તર આપ્યો.) li૪૧ી.
શેઠે મૂળા શેઠાણીને કહ્યું કે હે પ્રિયા ! આ મારી પુત્રી જ છે. તેથી અતિયત્નથી જાઈ પુષ્પની જેમ કરમાતી આનું રક્ષણ કરવું. ૪રા આવા શ્રેષ્ઠીના વચનથી તે બાળા ત્યાં પોતાના ઘરની જેમ રહી અને અમૃતના રસમય એવી તેણી સર્વના નેત્રને આનંદ આપવા લાગી. ll૪all ચંદન જેવું આચરણ કરતા તેણીના શીલ, વાણી, વિનય વડે શેઠે ચંદનબાલા એ પ્રમાણે બીજું નામ કર્યું. ૪૪ વિકારોના રંગસ્થાન જેવા યૌવનને તેણીએ પ્રાપ્ત કર્યું. બુદ્ધિશાળી એવી તેણી બાળપણની જેમ નિર્વિકારી જ રહી. ૪પા સ્વભાવથી જ રૂપવતી છતાં યૌવન પામવાથી વિશેષ રૂપવાળી થયેલી ચંદનાને જોઈને પ્રસંગથી ઉચ્છલિત મત્સર (ઈર્ષા)વાળી મૂળાએ વિચાર્યું. II૪૬ પુત્રીની જેમ માનતા શ્રેષ્ઠી જો આના રૂપથી મોહિત થઈને તેની સાથે પરણે તો હું જીવતી પણ મરેલા જેવી થાઉં. ll૪ળા સ્વભાવથી સુલભ, તુચ્છપણાથી અને ઈર્ષાથી દરરોજ અગ્નિથી બળતાની જેમ દુઃખી ચિત્તવાળી મૂળા રહી. ૪૮
એક વખતે ગ્રીષ્મ ઋતુના તાપથી પીડિત શેઠ દુકાનેથી ઘરે આવ્યા તે વખતે દેવયોગે પગને ધોનારો કોઈ પણ સેવક હાજર ન હતો. ૪૯ વિનીતપણાથી ચંદના નજીક આવી અને શેઠે અટકાવી તો પણ તે પિતૃભક્તિથી પગ ધોવા માટે પ્રવર્તી. //પ૦ll કામ ન કર્યું હોવાથી થાકેલા શરીરવાળી તેણીનો યમુના જળ જેવો (કાળો) અંબોડો શ્રમથી ત્યારે મસ્તક પરથી છૂટી પડ્યો. પ૧// નિર્મળ એવો કેશપાશ ભૂમિમાં કાદવવાળો ન થાઓ, એ પ્રમાણે વિચારતાં શ્રેષ્ઠીએ લીલા (સહજ સ્વભાવે) યષ્ટિથી પકડી રાખ્યો. પછી સ્નેહથી તેને બાંધી દીધો. //પરતે મૂળાએ જોયું અને ભૂલથી વિધાયેલા જેવી તે જ ક્ષણે થઈ અને વિચાર્યું કે મેં જે પહેલા વિચાર કર્યો હતો તે હમણાં બરાબર મળતો આવે છે. આપણા શેઠે ચંદનાના વાળને જે રીતે બાંધ્યા, તેથી હું જાણું છું કે આ પ્રકારનું પિતાનું લક્ષણ નથી. //પ૪ો.