________________
૧૫૪
સમ્યકૃત્વ પ્રકરણ
(તાર)માં વાળ, દંડમાં કાંકરી અને તુંબમાં બીજ આ વીણામાં છે. બીજું શું કહું ? II૭૧] તેણીએ કુન્જને તે વીણા આપીને કહ્યું કે, બતાવો. તેને જાણનાર મૂળદેવે પણ તેને ઉપાડીને સારી રીતે જોઈ. ૭રી અર્પણ કરીને તુંબના એક દેશમાં ક્યાંક છૂપાઈને વ્યવસ્થિત રહેલા તેના એક બીજને જ્યોતિષીની જેમ મૂળદેવે બતાવ્યું. ll૭૩ સૂક્ષ્મ રીતે જોનાર એવા તેણે આકર્ષક માંત્રિકની જેમ જલ્દીથી દંડમાંથી કાંકરો અને તંત્રી (તાર)માંથી વાળને કાઢીને બતાવ્યો. I૭૪ હવે વિણાને બરાબર વ્યવસ્થિત કરીને વીણાવાદક એવા નારદની જેમ તેણે વીણા વગાડી. II૭પી અને તે વિણાના ધ્વનિને સાંભળતા સર્વે જાણે કે અમૃતકુંડમાં સુખની એકમયતાને પામેલાની જેમ મગ્ન થઈ ગયા. ll૭કા હવે દેવદત્તાએ તેને કહ્યું, તમે ભુવનમાં અદ્ભુત છો. નાટ્યવેદના સર્જનહારની જેમ નિશ્ચિતપણે તમે રૂપને છૂપાવો છો. II૭૭ી હાથ જોડીને નમસ્કાર કરીને વીણાવાદકે તેને કહ્યું, વીણામાં મારા શિષ્યોનો તું આચાર્ય હમણાં થા. ll૭૮ ધૂર્તરાજે કહ્યું, હું તેવા પ્રકારની વગાડવાનું સારી રીતે જાણતો નથી. કિન્તુ વિક્રમસેન નામના કલાચાર્ય હમણાં છે. ૭૯. કાશ્મીરમાં જેમ સરસ્વતી તેમ તે પાટલીપુત્રમાં રહેનારો હું અને મૂળદેવ તેમના શિષ્યો છીએ. l૮૦ ત્યારે
ત્યાં વિશ્વભૂતિ નાટ્યકલાચાર્ય પધાર્યા અને સર્વેએ ઉપાધ્યાયપણાથી તેમને પૂજ્યા. ll૮ના વિદ્યાલયમાં (મઠમાં) નિઃશંકપણે પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ સ્વ ચતુરાઈને બતાવતા હોય તેમ ગર્વિષ્ઠ એવા તે કલાચાર્યને ભરતે કહેલા નાટ્યશાસ્ત્રના ચોથા અને ત્રીજા રહસ્યોને ધૂર્તરાજે પૂછ્યા. શરૂઆતથી જ તે કર્કસંક્રાન્તિના સૂર્યની જેમ નિરુત્તર થયો. ll૮૨-૮૩ વિલખા થવાથી તિરસ્કારના ભયથી ત્યારે હાલમાં જવાની ઉતાવળ છે, એમ કહીને જલ્દીથી વિશ્વભૂતિ ગયા. l૮૪ll
હવે દેવદત્તાની મર્દન ક્રિયા કરવા માટે લક્ષપાક તેલ લઈને અંગમર્દકો આવ્યા. Il૮પો મૂળદેવે તેઓને કહ્યું કે માલીશ (મર્દન) હું કરીશ. દેવદત્તાએ તેને કહ્યું કે હે ભો ! શું તમે મર્દન ક્રિયાને પણ જાણો છો ? l૮ડા તેણે કહ્યું, જાણકારોની નજીકમાં હું બેઠો હતો. તે સુભ્ર ! હાલમાં ક્રિયા વડે તેની જાણકારી જણાશે. ll૮ી શરીરમાં લોમ વડે જેમ લોમાહાર તેમ તેણીનું મર્દન કરતાં અર્ધા પલ જેટલું તેલ તેણીના શરીરમાં પ્રવેશ કરાવ્યું. l૮૮ અંદર રહેલું તેલ તાપને માટે ન થાઓ, એ પ્રમાણે વિચારીને ગરમીમાં પરસેવાની જેમ તેના શરીરમાંથી ત્યારે જ તે સર્વ તેલ ક્ષણવારમાં ખેંચી કાઢવું. ૮૯ો તે કળાના ઉત્કર્ષથી દેવદત્તા તેના ઉપર અત્યંત રાગી થઈ અને વિચાર્યું કે શું આ સર્વ કળાઓના પહેલા ગુરુ છે ? આવો ત્યાર પછી દેવની જેમ તે મૂળદેવના પગમાં પડી પ્રેમથી અંજલિ જોડીને દેવદત્તાએ એકાંતમાં પૂછ્યું. l૯૧ી આપ દેવ છો, દાનવ છો કે વિદ્યાસિદ્ધ છો ? ગુણો વડે તમારું આ કુબડાપણું કૃત્રિમ છે એવું મને જણાય છે. કરી તેથી જલદીથી મારા ઉપર મહેરબાની કરો. મને પોતાનું સ્વાભાવિક રૂપ બતાવો. તે જોવાથી મારી દૃષ્ટિને હું સફળ બનાવું. ll૯all તેના અતિશય આગ્રહથી ગુટિકાને કાઢીને સોંદર્યથી જીતી નાખ્યા છે દેવના રૂપને જેણે એવું પોતાનું રૂપ બતાવ્યું. ll૯૪ો પોતાનો સમસ્ત વૃત્તાંત શરૂઆતથી જ મૂળદેવે કહ્યો. સદ્ભાવ અર્થાત્ સાચા પ્રેમવાળા મનુષ્યને વિષે કંઈ પણ છૂપાવવા યોગ્ય હોતું નથી. પણ હવે કામદેવના પણ રૂપને ઓળંગી જનાર દેદીપ્યમાન રૂપવાળા તેમજ કલાના ભંડાર એવા મૂળદેવને રાજકુમાર જાણીને દેવદત્તાએ આત્માને અર્પણ કર્યો. તેના ગુણમાં રાગિણી તેણીએ કહ્યું કે હે પ્રાણનાથ ! મારા પ્રેમનું સર્વસ્વ તમારા વિષે જ છે. II૯૬-૯૭ી આ પ્રમાણે કહીને તેના સર્વ અંગ પર સ્વયં તેણીએ જ તેલનું મર્દન કર્યું. અથવા તો પ્રેમીઓને કંઈ જ દુષ્કર હોતું નથી. /૯૮ ત્યારબાદ તે બંને જણા સ્નાન કરીને એક જ ભાજનમાં ભોજન કરીને દંપત્તિભાવને સ્વીકાર્યું અને પરમ સુખને પામ્યા. llહલા