________________
મૂળદેવ કથા
૧૫૫
હવે હંમેશાં સ્નેહપૂર્વક સંસારના સુખને, ઈન્દ્ર જેમ ઈન્દ્રાણીની સાથે તેમ તેણીની સાથે અનુભવતો તે રહે છે. ૧૦olી ત્યાં પણ તે જુગારને રમતો હતો. દેવદત્તાએ કહ્યું કે શોક્ય પત્ની જેવી જુગારની ક્રીડા ન કરો. શું આ પત્નીથી સંતોષ નથી ? /૧૦૧ી સેંકડો મંત્રવાદ વડે પણ મહાગ્રહ પાત્ર ન મૂકે તેમ તો પણ મૂળદેવે જુગારને છોડ્યો નહિ. I/૧૦૨ી એક વખત નાટક કરવા માટે દેવદત્તાને રાજા પાસે જવાનું થયું. તે વખતે જતી એવી તેણીએ મૂળદેવને તબલાં વગાડવા વિનંતિ કરી. /૧૦૩ હે નાથ ! જો હું નૃત્ય કરું તે વખતે પટક તમે વગાડો તો રંભા કરતાં પણ તે મારું નાટક ચઢિયાતું થાય. /૧૦૪ા તેણે પણ દોહદની જેમ ઈચ્છા (લાલસા)વાળી પત્નીનું ઈચ્છિત પૂર્યું. તે નાટક પૂરું થયે રાજા તેણી પર ખુશ થયો અને વરદાન આપ્યું. ૧૦પા તેણીએ કહ્યું કે હે દેવ ! આ વરદાન થાપણ રૂપે આપ રાખો. કોઈક મોટું કાર્ય ઉપસ્થિત થયે હું તે વરદાન માંગીશ. /૧૦૯ો રાજાએ એક વખત અચલ સાર્થવાહને તેણીની પાસે મોકલ્યો. લક્ષ્મીથી જાણે કે બીજો કુબેર ન હોય તેવો ખુશ થયેલો તે પણ તેણીના ઘરે ગયો. ll૧૦૭થી દેવદત્તાએ પણ ઉચિત એવી પ્રતિપત્તિ કરી ઘરમાં આવેલ કલ્પવૃક્ષની કોઈ અવગણના કરતું નથી. /૧૦૮ અચલ દેવદત્તામાં અત્યંત રાગી થયો છે, તેથી તેના નોકરોને પણ દાન વગેરેથી, તેની જેમ જ આરાધે છે. (ખુશ કરે છે.) I/૧૦૯ દેવોએ સાડા ત્રણ દિવસ સુધી અયોધ્યામાં જેમ વૃષ્ટિ કરી હતી તેમ તેના ઘરમાં સોનું, રત્ન, વસ્ત્ર વગેરે હંમેશાં વરસતો હતો. (આપતો હતો.) ૧૧૦ll તો પણ ગુણમાં જ એકદૃષ્ટિવાળી દેવદત્તા કૃત્રિમ સ્નેહ કરીને ચિત્તને હરનારા વિવિધ પ્રકારના વિલાસોથી અચલની સાથે રમતી હતી. ||૧૧૧// ચિત્તના સ્નેહથી નિર્ભર એવી મૂળદેવની સાથે તેવી રીતે રમતી હતી. જેમ અચલ આ અંતરને જાણે નહિ. /૧૧રી અક્કાએ તેણીને શિખામણ આપી કે તું આવું વિરુદ્ધ ન કર. હે પુત્રી ! આ જાણીને અચલ તારા ઉપર દુ:ખ મનવાળી થશે. ||૧૧૩ જુગારી મૂળદેવ ઉપર કેમ આવા પ્રકારનો તારો સ્નેહ ? (તારે રાગીપણું) ઈચ્છિત આપનાર એવા અચલને વિષે તું કેમ રાગી થતી નથી ? ||૧૧૪
આ પ્રમાણે શિખામણ અપાયેલી દેવદત્તાએ તેની શિખામણ માની નહિ ત્યારે અક્કાએ તેને બોધ કરાવનાર દૃષ્ટાંતો બતાવ્યા. ll૧૧૫ll હવે શેરડીના ટૂકડાના રસને ચૂસીને રસ વિનાના તેના કૂચડાઓને અને રસાળ એવા કદલી ફળોને ખાઈને તેની છાલને લઈને અળતાથી રંગીને અને તેના તાંતણાઓને રંગ વિનાના રાખીને અક્કાએ તિરસ્કારપૂર્વક દેવદત્તાની સંમુખ ફેંક્યા. ll૧૧૬-૧૧૭ી દેવદત્તાએ તેને કહ્યું કે અક્કા (માતા) આવા પ્રકારનું કેમ કરે છે ? તેણી બોલી હે પુત્રી ! આવા પ્રકારના વિરસોને (જ) તું યોગ્ય છે. I/૧૧૮ હે પંડિત માનતી ! સરસ પદાર્થો માટે તું અયોગ્ય છે. ધન વગરના કપટી પર તે રાગી છે અને શ્રીમંત એવા અચલમાં નહિ. I/૧૧૯ દેવદત્તાએ પણ કહ્યું કે હે માતા ! અહીં મારી અજ્ઞાનતા નથી. પરંતુ મૂળદેવના ગુણોમાં મારો અનુરાગ છે. I/૧૨lી અક્કાએ કહ્યું કે મૂળદેવથી ન્યૂન ગુણવાળો અચલ નથી. દેવદત્તાએ કહ્યું કે હે માતા ! આવું અયોગ્ય ન બોલ. ll૧૨૧II ગુણોની મૂળભૂત પૃથ્વી ફક્ત મૂળદેવ જ છે. આવા પ્રકારના ગુણો દેવમાં પણ નથી, તો પછી માણસ માત્રને દૂરથી જ મૂક. બીજા માણસમાં આવા ગુણો છે જ નહિ. I૧૨૨ા અક્કાએ કહ્યું કે આવા પ્રકારનો આગ્રહ પરીક્ષા કરવાથી જ ખબર પડે. દેવદત્તાએ કહ્યું હે માતા ! આ તમે યુક્ત (યોગ્ય) જ બોલ્યા છો. ૧૨all અક્કાએ અચલને કહ્યું, તારી પ્રિયા દેવદત્તા શેરડીઓને ઝંખે છે. તેથી તું હમણાં જ મોકલ. ૧૨૪ અક્કાએ કહ્યું એટલે તેણે પણ શેરડીના ઢગલાને ખરીદીને ગાડામાં ઘણી શેરડી ભરીને તેના માટે મોકલાવી. ૧૨પા હવે ખુશ થયેલી અક્કાએ કહ્યું, હે વિવેકિની ! તું જો મારા જમાઈની ઉદારતા અને કરાયેલું આશ્ચર્ય કેવા પ્રકારનું છે ? II૧૨ડી ઈર્ષ્યાપૂર્વક