________________
મૂળદેવ કથા
૧૫૩
તે ગાયક શિરોમણિને જલ્દીથી તું અહીં લાવ. એ પ્રમાણે કહીને તેણી પણ જલ્દીથી મૂળદેવની પાસે આવી. II૪૪ો ત્યારે મૂળદેવ પણ ગાતાં ગાતાં અટક્યો. તેણીએ તેને કહ્યું, “હે ગાયક ! અમારી સ્વામિની તમને બોલાવે છે.' I૪પ|| તમને બોલાવવાને માટે પહેલાં પણ બે દાસીને મોકલી હતી. તેથી મહેરબાની કરો. આવો. અમારા સ્વામિની શાંતિ પામો. I/૪વા નહિ સાંભળ-નારની જેમ તેણીને કંઈ પણ ઉત્તર આપ્યો નહિ. પેલીએ બે ત્રણ વાર કહ્યું. ત્યારબાદ તેણીને કહ્યું કે, હું કલ્યાણકારી ! તારી સ્વામિની કોણ ? I૪થી. તેણીએ કહ્યું કે દેવદત્તા વેશ્યા અમારી સ્વામિની છે. તેણે પણ કહ્યું કે જો વેશ્યા છે તો તેણીની સાથે વાતથી પણ સર્યું. ૪૮ કેમ કે કરે બીજું, બોલે બીજું અને વિચારે બીજું, આમ ત્રણ પ્રકારના અસત્યવાળી એવી વેશ્યાઓ ઉપર કોણ રાગી થાય ? Il૪૯ સર્વ સ્ત્રીઓમાં અધમ, હલકી, સેંકડો દુર્જન પુરુષોથી સેવાયેલી, હૃદયમાં દુષ્ટ, મુખમાં અસત્ય બોલનારી એવી વેશ્યા સજ્જનોને ઈષ્ટ હોતી નથી. //પnlી વેશ્યાઓ કામી પુરુષના સર્વસ્વને ગ્રહણ કરીને જતા એવા તેના વસ્ત્રને વિષે પણ સ્પૃહા સહિત નજરને નાંખે છે. પ૧/. વેશ્યા ધનની અનુરાગી વળી ગુણની અનુરાગી નથી. ધનવાન જો કોઢી કે રોગી હોય તો પણ કામદેવની જેમ જુવે છે. નિર્ધન એવા કામદેવ સરખા રૂપવાળાને પણ તે રોગીની જેમ જુવે છે. //પરા હે કુબડી ! અમને તો વેશ્યા નામ સાથે જ વૈર છે. ખરેખર વેશ્યા ધનને પ્રાર્થે છે અર્થાત્ ઈચ્છે છે. તે ધન અમારી પાસે નથી. પ૩ તે સાંભળીને મધુર બોલવામાં ચતુર એવી દાસીએ કહ્યું કે હે તત્ત્વને જાણનાર તમે કેમ અવિચારિત બોલો છો ? ૫૪ ચંદન અને એરંડના કાષ્ટનું, તાલ અને રસાલના ફળનું, ગાય અને ગધેડીના દૂધનું અત્યંત મોટું અંતર હોય છે. પપા હે ગાવામાં અગ્રેસર ! તમે વેશ્યાના નામમાત્રથી ડરો નહિ. અમારી સ્વામિનીને જોઈને હે ગુણીઓમાં અગ્રેસર ! તમે ગુણ અગુણને જાણનાર થશો. પકા તેથી આપના વડે હમણાં જ જલ્દીથી આવવાનું સ્વીકારવું પડશે. આ પ્રમાણે મધુર બોલતી તેના પગમાં પડી. પી .
ત્યારબાદ કલાનિષ્ણાત મૂળદેવ સ્થાનને જાણીને તેણીને સરળ કરવાની ઇચ્છાથી પીઠમાં મુઠ્ઠી વડે પ્રહાર કર્યો. પિટા ઉતારી નાખેલી દોરીવાળા ધનુષ્યની જેમ તે જ ક્ષણે ખુધી એવી સીધી થઈ ગઈ. #પ ાા તેના ઉપકારથી ભરાયેલી, હર્ષથી ભરપૂર તેણી આદરપૂર્વક આગ્રહ કરીને તે ગાયકને ઘરે લઈ ગઈ. IIકolી. સંભ્રમવાળી દેવદત્તાએ પણ તેને આવેલા જોઈને સ્વયં સેવાભક્તિ કરી. ગુણિજનને કોણ પૂજતું નથી ? li૬૧ી સમુદ્રમાંથી છૂટા પડેલા ચંદ્રને શંકરે મસ્તક પર ધારણ કર્યો તેમ ગુણિઓ પણ જ્યાં ગયેલા હોય ત્યાં મસ્તક પર વહન કરવા યોગ્ય થાય છે. Iકરી રોહણાચલ પર્વતથી ભ્રષ્ટ થયેલા પણ રત્નોને રાજા નિર્મળ ગુણોથી મુકુટમાં પ્રવેશ કરાવે છે. કall દેવદત્તાએ દાસીને કહ્યું કે હે ! તું આવા પ્રકારની કેવી રીતે થઈ ? વિકસ્વર આંખવાળી તેણીએ કહ્યું કે આ ગાયકે મને સીધી બનાવી છે. ૬૪ll તેથી સવિશેષ પ્રકારે તેની કુશળતા પર ચમત્કાર પામેલી દેવદત્તા તેની સાથે આલાપ-સંલાપરૂપી (વાતચીત) અમૃત પાન કરતી હતી, તેટલામાં તો હોંશિયાર વીણાવાદક વીણાને લઈને તેની પાસે આવ્યો. દેવદત્તાએ તેની પાસે વણા વગડાવી. કપ-કવા નાટ્યશાસ્ત્રમાં કહેલા ભંગોથી તે વગાડનારને સાંભળીને વિસ્મિત મનવાળી દેવદત્તાએ, તેની પ્રશંસા કરી. ૧૭ી મૂળદેવે કાનને સ્થગિત કરીને આ પ્રમાણે કહ્યું. આવા પ્રકારના સ્વરને જે સાંભળે છે તે માણસો કઠોર કાનવાળા છે. ll૧૮ તે સાંભળીને ઈર્ષાપૂર્વક હસતા વીણાવાદકે કહ્યું કે હે સ્વામિની ! કલાથી ભરપૂરની જેમ આ કુલ્ક કોણ છે ? શું બોલે છે ? Iકા દેવદત્તાએ તે કુજને કહ્યું કે હે ભો ! તમને વીણામાં કે વગાડનારનું દૂષણ શું જણાય છે ? તે કહો ? I૭૦| તેણે પણ કહ્યું કે તંત્રી