________________
૧૫૨
સમ્યકત્વ પ્રકરણ
જુગારમાં આસક્ત મનવાળાઓને પ્રત્યક્ષ આવા ફળો છે. રાજાઓની જો આ હાલત તો બીજાની કેવી કથા? //૧૮ તેથી હે વત્સ ! સર્વથા તું આલોક ને પરલોકના અપાયના હેતુભૂત રહેલા એવા જુગારનો ત્યાગ જ કર. ૧૯
આ પ્રમાણે અનુશાસન (શિખામણ) પામેલો પણ જેમ કામની ઈચ્છાવાળાઓ સ્ત્રીઓમાં તેમ તેમાં જ એકાંતે લીન એવા તેણે જુગારનો ત્યાગ ન કર્યો. ૨૦ ઈચ્છિત એવો પુત્ર હોવા છતાં પણ રાજાએ દેશનિકાલ કર્યો. કેમ કે કાનને તોડનાર સુવર્ણના અલંકાર પણ શું રાખી શકાય ? (નહિ જ.) ર૧આ બાજુ મસ્તકના મુગટ સરખી, સ્વર્ગ નગરીની સખી જેવી ઉજ્જયિની નામની પ્રસિદ્ધ નગરી હતી. રર શત્રુરૂપી હાથીઓને સિંહ સરખો, ગુણરત્નોની ખાણ જેવો અર્થીઓને માટે કલ્પવૃક્ષ સરખો ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. ર૩ કળાગુણની પરીક્ષામાં (મૂર્ત) સાક્ષાત્ સરસ્વતી જેવી દેવદત્તા નામની ત્યાં એક વેશ્યા હતી. ર૪ો પ્રાપ્ત યૌવનવાળી, રૂપવાળી, લાવણ્યરૂપી પાણીના તરંગવાળી કામદેવ રાજાની ચાલતી રાજધાની ન હોય તેવી. રપાl સ્વેચ્છાથી ફેલાતા જેણીના કટાક્ષને જોતાં બ્રહ્મા પણ ચલાયમાન થાય તેમ જોતા કામી પુરુષોના ચિત્તને તે જલદી હરણ કરતી હતી. રડી રતિના સુખની નિધિ સરખી તેણીના વર્ણનની કથા કેવી ? ત્રણે જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જેની ઉપમા આપી શકાય અર્થાત્ તેણી સરખાવી શકાય. રશી ત્યાં અચલ નામે સાર્થવાહ મહાઋદ્ધિવાળો હતો. જે અર્થીઓને દાનથી ચિંતારૂપી રત્નોની સ્પૃહા વિનાના કરે છે અર્થાત્ ચિંતામુક્ત કરતો હતો. ૨૮ સૂર્યકાંત અને ચંદ્રકાંતાદિ રત્નોના ઢગલા તેની પાસે હતા. સર્વે પણ પોતપોતાની ઊંચાઈ વડે રોહણાચલ પર્વતની જાણે કે સ્પર્ધા કરતા હતા. //ર૯ll કામિનીઓ કામદેવને પ્રાર્થના કરે તેમ રૂપલાવણ્ય સૌભાગ્ય એવા ત્રણે ગુણોથી તેનું અંગ કામદેવ જેવું હતું. l૩૦Iી જુગારના દોષથી પિતા વડે પ્રવાસ કરાયેલો પૃથ્વીનું ભ્રમણ કરતો મૂળદેવ રાજકુમાર ત્યાં આવ્યો. ૩૧// ગુલિકાના પ્રયોગથી કૂબડો વામન થઈને નાટકમાં નટની જેમ ભૂમિકાવાળો થયો. ૩રા બુદ્ધિશાળી તે વિવિધ પ્રકારના વિનોદ વડે નગરીના લોકોને વિસ્મય પમાડતો ધૂર્તરાજ એ પ્રમાણેની ખ્યાતિ ત્યાં મેળવી. ૩૩ll ત્યારે પોતાના ગુણના ઉત્કર્ષથી ગર્વિત થયેલી વળી પુરુષો નિર્ગુણ હોય છે, એ પ્રમાણે દેવદત્તા પુરુષ દ્વેષીણી હતી. ૩૪. સગુણની મૂળ ભૂમિવાળા મૂળદેવે તે સાંભળીને વિચાર્યું કે અહો ! આ સ્ત્રીમાત્રનો પણ ગર્વ કેટલો છે ? કૌતુક કહેવાય. રૂપા અહંકારને નહિ સહન કરનાર મૂળદેવે સવારમાં દેવદત્તાના ઘરની નજીક ગાંધર્વનો પ્રારંભ કર્યો. ૩ડા મધુર સંગીતના અતિશયથી રાજાની આજ્ઞાની જેમ ધારણ કરાયા હોય તેમ રસ્તામાં ચાલતા સર્વે પણ માણસો ત્યાં જ રહ્યા. ૩૭ી તે ગીતના શ્રવણથી ખુશ થયેલા ચિત્તવાળા પોતપોતાના કર્તવ્ય પણ ભૂલી ગયા. મંત્ર વડે સ્તંભિત થયેલાની જેમ તેઓ સ્પંદન પણ કરતા ન હતા. ll૩૮ી બારીમાં રહેલી દેવદત્તાએ પણ તે ગીત સાંભળીને વિચાર્યું કે શું આ ગંધર્વ દેવ દેવલોકમાંથી અહીં અવતર્યો છે ? li૩૯માં અહો ! આલાપનું સૌંદર્ય અહો નવા નવા સ્વરો. અહો ! જુદા જુદા ગ્રામો. અહો ! રાગની મૂર્છાના. ll૪lી.
આ પ્રમાણે તેના વિષે ખેંચાયેલા મનવાળી પોતાના ઘરમાં તેને બોલાવવાને માટે પહેલાં હંસિકા ને પછી ચંદ્રિકાને તેણીએ મોકલી. ll૪૧ી અનુક્રમે તે બંને દાસીઓ મૂળદેવની પાસે આવી. વિનંતિ માટે અવસરને મેળવવા તેની આગળ રહી. II૪રા હવે ઉત્સુકપણાથી ફરીથી દેવદત્તાએ ક્રોધપૂર્વક તેણીને કહ્યું કે, “એ આર્ય ! સંગમિકે! શું તમને બંનેને ત્યાં બેસવા માટે આસન અપાયું છે ? (જલ્દીથી અહીં આવ) II૪૩.