________________
મૂળદેવ કથા
૧૫૧
ઉપસર્ગોને સહન કરે છે. તો શ્રુતના અધ્યયનથી ભાવિત એવા તમારા વડે શું તે ઉપસર્ગો સહન કરવા યોગ્ય નથી ? તેઓએ પણ આ ભગવંતના વચનને સ્વીકાર્યું. l૮૩-૮૪ ભાવનાઓથી પોતાને ભાવતા શુદ્ધ બુદ્ધિવાળા કામદેવે શ્રાવકની અગિયારમી પ્રતિમાને વહન કરી. ll૮પી નિરંતર કરાયેલા છે તે પ્રતિમા સંબંધી તપો વડે કૃશ થયેલો તે કામદેવ ચામડી અને હાડકાં છે બાકી જેમાં એવા શરીરવાળો થયો. દલા આ પ્રમાણે શ્રાવકપણાના પર્યાયને ૨૦ વર્ષ નિરતિચાર પાળીને પસાર થયા. માસ સંલેખના કરી. II૮૭ી આલોચના અને પ્રતિક્રમણ કરેલો, ભાવશલ્ય રહિતનો, કાળને જાણનારો તે સમાધિરૂપી અમૃતને પીતો કાળધર્મને પામ્યો. l૮૮ આરૂણાભ વિમાનમાં સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમ આયુષ્યવાળો મહદ્ધિક દેવ તે થયો. IIટલી મહાવિદેહમાં જઈને રજસુ તમસુથી મુક્ત એવો તે મોક્ષને પ્રાપ્ત કરશે. leolી દુઃખેથી તરાય તેવા સંકટ રૂપી સમુદ્રમાં પડેલા જે કામદેવની જેમ બુદ્ધિશાળી પૌષધને સારી રીતે પાળે છે તેઓ મુક્તિને પોતાને વશ કરે છે. ll૯૧||
// પૌષધવ્રત ઉપર કામદેવનું કથાનક પૂર્ણ. ||૧૧||
અતિથિ સંવિભાગ વ્રત ઉપર મૂળદેવ કથા. અહીં પૃથ્વી ઉપર સ્વર્ગની સમાનતાવાળો ગૌડ નામનો દેશ છે, જેને જોઈને સ્વર્ગને (મેળવવા) માટે લોકને ધર્મમાં બુદ્ધિ થાય. //// તેમાં સ્નિગ્ધ વર્ણવાળું મોટી પરાગને સૂંઘવા માટે ભમરાને અતિ પ્રિયપણાને પામેલા પાટલપુષ્પ જેવું, પાટલીપુત્ર નામનું નગર હતું. રા તે નગરમાં શંખ જેવા ઉજ્જવલ યશવાળો શંખધવલ નામે રાજા હતો. કોઈ નવો જ ગોવાળ હતો કે જેના વડે ગાય (પૃથ્વી) દ્વારા રત્નોને દોહ્યા અર્થાત્ પૃથ્વીને રત્નોથી ભરી. liા તેને સર્વ સ્ત્રીઓમાં શિરોમણિ સાક્ષાત્ જાણે કે જય અને લક્ષ્મીનું અંગ ન હોય તેવી જયલક્ષ્મી નામે પટ્ટરાણી હતી. જો હોંતેર કળાના શાસ્ત્રના રહસ્યમાં ઉજ્જવળ, કુશળતાવાળો, બત્રીસ લક્ષણથી યુક્ત મૂલદેવ નામે પુત્ર હતો. પા પૂર્વ વિદ્યામાં હોંશિયાર, દીન-અનાથોને વિષે સરળ, ફૂટ-કપટ વિષયોમાં કુશળ, પરાક્રમીઓમાં સાહસિક. IIકા સાધુઓમાં મહાસાધુ, ચોરોમાં ચોર જેવો, કુટિલોમાં વક્ર, સરળ આત્માઓમાં સરળ. Iછી સુભટના સમૂહમાં સુભટ, કાયરોમાં કાયર, પંડિતોમાં પંડિત જેવો, દુર્જનોમાં દુર્જન જેવો અને જડમાં જડ. IIટા જુગારીઓમાં જુગારી, માંત્રિકોમાં માંત્રિક જેવો, મેઘથી મૂકાયેલા પાણીની જેમ જેવા સાથે તેના જેવો તે થઈ જતો હતો. કોઈ સર્વ અવયવોમાં વ્યાપક એવા ગુણસમૂહ વડે અને વિવિધ કુતૂહલો વડે તેના જેવો બીજો કોઈ પણ ન હોવાથી બુદ્ધિશાળીઓને પણ તે પ્રિય હતો. //holી ચંદ્રમાં જેમ લાંછન છે, તેમ ગુણોની ખાણ સરખા મૂળદેવમાં શરૂઆતથી જ (મૂળથી) અત્યંત જુગારમાં આસક્તિ હતી. II૧૧ જુગારના વ્યસનપણાને કારણે રાજ્ય ક્રિયાને છોડી દીધી હતી. આ જાણી રાજાએ કુમારને બોલાવીને આ પ્રમાણે શિખામણ આપી. [૧૨હે વત્સ ! ત્રણ ખંડનો અધિપ એવો નળ રાજા પૂર્વે થયેલ તે પણ જુગારમાં અંતઃપુર સહિત વિશાળ એવું રાજ્ય હારી ગયા હતા. ૧૩ી ભીલની જેમ જંગલમાં એકલા ભમતાં ભમતાં દધિપર્ણ રાજાના રસોઈયા થયા. ll૧૪|| હે વત્સ ! જુગારના વ્યસનથી રાજા યુધિષ્ઠિર અને તેવા પ્રકારના તેના ભાઈઓ ભ્રષ્ટ રાજ્યવાળા થઈને કૃષ્ણ (વિષ્ણુ) પાસે ગયા. ૧પII મહાભારતમાં કહેવાયું છે, જુગારથી યુધિષ્ઠિર રાજ્યથી ભ્રષ્ટ થયા અને કંકભટ્ટના રૂપ વડે વિરાટરાજાની પાસે રહ્યા. ૧૯ો તેનો ભાઈ ભીમ રસોઈયા તરીકે અર્જુન કીર્તિને ફેલાવનાર નટરૂપે, સહદેવ પાણીના અધિકારી રૂપે, નકુલ અશ્વને દમન કરનાર નોકર રૂપે ત્યાં રહ્યા. ll૧૭ી દુઃખના સ્થાનથી યુક્ત એવા