________________
૧૫૦
સમ્યક્ત્વ પ્રકરણ
ઉપસર્ગોને સંહ૨ીને હાથીના રૂપ વડે ઉન્નત અને ગર્જના કરતા વાદળ જેવા તેણે કામદેવને આ કહ્યું. ૫૬॥ મારું કહેલું તું જો માનીશ નહિ તો હમણાં સૂંઢથી દડાની જેમ આકાશમાં તને ઉછાળીશ. ॥૫૭।। ભાલા જેવા તીક્ષ્ણ દાંતો વડે પડતા તને હું ઝીલીશ અને ત્યાર પછી પૃથ્વી પર ફેંકીને પગો વડે તલની જેમ તને પીલીશ. ૫૮॥ આ પ્રમાણે કહેવાએલો પણ તે ઉદ્વેગ વગરનો ધ્યાન અને મૌન ધારણ કરતો રહ્યો. પીડા કરવા માટે તેવા પ્રકારનું બે ત્રણ વાર ફરી ફરીને કહ્યું. ૫૯॥ સત્ત્વમાં એકમય (તન્મય)ની જેમ કામદેવ તો પણ ડર્યો નહિ. ક્રોધથી બળતો એવો તે દેવ પોતાના બોલેલાને સાચું કરતો હતો. IIઙા બુદ્ધિશાળી કામદેવે તે પણ વેદનાને સારી રીતે સહન કરી. કેદી કરાયેલાની જેમ તેનું વચન તેણે ન માન્યું. II૬૧।। વિલખા થયેલા તે દેવે હાથીના રૂપને છોડીને ફણાના સમૂહથી ભયંકર સર્પના રૂપને વિધુર્યું. II૬૨॥ સર્પના રૂપ વડે બે ત્રણ વાર તે દેવે કહ્યું, તો પણ તે ડર્યો નહિ. નિર્ભય તેને જોઈને દેવ સાક્ષાત્ ક્રોધ જેવો થયો. II૬૩॥ ગાડાની ઘૂસરીને જેમ વાઘ૨ (ચામડા) વડે વીંટાય તેમ હવે પૂછડાના ભાગથી તેની ડોકને વીંટળાઈને ક્ષુધાથી પીડાયેલાની જેમ દાઢાઓથી તેને ગાઢ ડંખ માર્યા. II૬૪॥ વજ્રની જેમ દુ:ખેથી ભેદાય તેવા ધ્યાનવાળો દઢ વ્રતવાળો કામદેવ તે ઉપસર્ગથી પણ ચલાયમાન ન થયો. તેથી તેણે વિચાર્યું. ૬૫॥ પ્રાયઃ ત્રીજા ઉડ્ડયનમાં મોર પણ ગ્રહણ કરાય છે, પરંતુ આવા ત્રણ ત્રણ ઉપસર્ગથી પણ હું તેને ચલાયમાન કરી શકતો નથી. ।।૬૬॥
ત્યારબાદ સર્વાતિશયવાળા તેના સત્ત્વથી રાગી થયેલા તેણે પોતાના દેવના રૂપને પ્રગટ કરીને કામદેવને કહ્યું. ૬૭॥ હે ગુણાકર (ગુણની ખાણ) ! તું મહાત્મા છે. તું ધન્ય છે, તું કૃતકૃત્ય છે. દુર્લભ એવા મનુષ્યજન્મને તારા જીવિતથી તેં સફળ કર્યું છે. I૬૮। આ જૈનશાસનમાં આવા પ્રકારનું જે તારું દૃઢપણું છે તે કારણથી નિશ્ચે મોક્ષ દૂર નથી. II૬૯॥ શક્રની પ્રશંસા અને પોતાની અસહિષ્ણુતાને કહીને તેના પગમાં પડીને માફી માંગી. ૭∞ll અને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તારા સત્ત્વરૂપી સમુદ્રનો પાર ત્રણ ત્રણ પરીક્ષા દ્વારા શક્ર પણ પામી શકનાર નથી. II૭૧|| આ પ્રમાણે વારંવાર ભક્તિથી સ્તુતિ કરીને તેને નમસ્કાર કરીને મનમાં પણ તેને જ ચિંતવતો તે દેવ પોતાના સ્થાને ગયો. II૭૨॥ કામદેવે પણ ઉપસર્ગથી રહિતપણું જાણીને ત્યારે જેમ બંદી ખાનામાંથી મૂકાયેલા માણસની જેમ શાંતિને પ્રાપ્ત કરી. II૭૩॥ અને વિચાર્યું કે હું સુદર્શન વગેરેની જેમ નિશ્ચે ધન્ય જ છું. કેમ કે ગાઢ ઉપસર્ગમાં પણ મારાથી વ્રતભંગ થયો નથી. II૭૪॥
સવારમાં પૂર્ણ પ્રતિજ્ઞાવાળા પાર્યો છે પૌષધ એવા તે શ્રાવકે ઉત્સવ ઉપર ઉત્સવની જેમ ભગવંતના આગમનનું શ્રવણ કર્યું. II૭૫॥ ત્યારે જ સમવસ૨ણમાં ભગવંત પાસે તે ગયો. જે કારણથી ઈષ્ટવ્યક્તિના દર્શનની ઉત્કંઠા સમુદ્રના પૂરની જેમ દુઃખે કરીને ધારણ કરી શકાય તેવી હોય છે. II૭૬॥ પ્રભુને નમીને પ્રીતિવાળો ઉપાસના કરતો રહ્યો. અત્યંત ઈચ્છિત વસ્તુ લાંબા કાળે પ્રાપ્ત થતાં છોડવાને માટે કોણ સમર્થ થાય ? II૭૭॥ ભગવંતે તેને કહ્યું કે આજે રાત્રિમાં હે દેવાનુપ્રિય ! તને ઉપસર્ગો થયા. તે ઉપસર્ગોને સારી રીતે સહન કર્યાં. II૭૮॥ તેણે પણ કહ્યું તેમાં કારણ પણ આપની મહેરબાની જ છે, અન્યથા તે સહન કરવામાં વરાક હું કેવા પ્રકારનો ? Il૭૯।। સ્વામીએ કહ્યું, હે કલ્યાણકારી ! આ જૈનશાસન ઉપર આવા પ્રકારની તારી જે અચલ શ્રદ્ધા છે, તેથી જ તું ધન્ય છે. ભવરૂપી સમુદ્રને તું તરનારો છે. II૮૦॥ સ્વયં શ્રી વીર ભગવંતના મુખે ઉપબૃહણા પામેલો પરમાનંદને ધારણ કરતો વંદન કરીને તે ઘરે ગયો. II૮૧|| હવે ભગવાને સાધુ-સાધ્વીઓને ઉદ્દેશીને શિરીષના પુષ્પની જેમ સુકોમળ વાણીથી આ પ્રમાણે કહ્યું. II૮૨॥ હું હો કે આર્યા ! જો આ પ્રમાણે આ ગૃહસ્થ પણ પોતાના પ્રાણોને તૃણની જેમ માનતા અત્યંત દુઃસહ એવા