________________
કામદેવ કથા.
૧૪૯
નિશ્ચિતાર્થવાળો થયો. અર્થાત્ લબ્ધાર્થ, ગૃહીતાર્થ, પૃચ્છાર્થ અને નિશ્ચિતાર્થવાળો થયો. ૨૭ી જેમ ચક્રવર્તી અત્યંત સારભૂત નવ નિધાનોને મેળવે તેમ જીવાજીવાદિ નવે તત્ત્વોને તેણે મેળવ્યા. ૨૮ અગ્નિ વડે ધમાયેલ લોખંડનો ગોળો અગ્નિમય થાય છે, તેમ તે પણ સર્વથા અહંદુધર્મમય થયો. ૨૯ો આ જ ધર્મ છે, બીજો નહિ. એવા અડગ નિશ્ચયવાળો શાસનથી ક્યારે પણ મેરૂ પર્વતની જેમ તે ચલાયમાન ન થયો. //૩૦નો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હંમેશાં અટક્યા વગર ઘરમાં દાનશાલાની જેમ અન્નનું દાન તે આપતો હતો. ||૩૧/ ચૌદશ, આઠમ, પૂનમ અને અમાસ વગેરે પર્વોમાં તે હંમેશાં ચારે પ્રકારના પૌષધને કરતો હતો. //૩૨ી આ પ્રમાણે અવિરતપણે નિર્મળ અરિહંતના ધર્મને આરાધતાં તેના ૧૪ વર્ષ પસાર થયા. ll૩૩ll
એક વખત ધ્યાનમાં લીન મનવાળો કામદેવ પૌષધશાળામાં સર્વ રાત્રિની પ્રતિમાને સ્વીકારીને રહ્યો. Il૩૪ll અવધિ વડે ઈન્દ્ર ત્યારે પૃથ્વીતલને જોયું. ત્યારે મહર્ષિ જેવા પ્રતિમામાં રહેલા કામદેવને જોયો. l૩પી ત્યારે અત્યંત વિસ્મયથી મદોન્મત્ત હાથીના ગંડસ્થલની જેમ મસ્તક ધૂણાવતાં દેવના સમૂહને તેણે કહ્યું. ll૩૦ાા ચંપા નગરીમાં પ્રતિમામાં રહેલો કામદેવ ગૃહસ્થ પણ અલોકના ખંડની જેમ ધ્યાનથી દેવતાઓ કે ઈન્દ્રો વડે પણ ચલાયમાન ન થાય તેવો છે. ll૩ળી પરગુણદ્વેષી, દુર્જનના જેવો, પ્રશંસા સાંભળવામાં અસહિષ્ણુ એવા કોઈક દેવે ઈર્ષ્યાપૂર્વક ચક્રને કહ્યું. ૩૮ સ્વામી પોતાની મરજી મુજબના સ્વામીપણા વડે ખોટાને પણ સાચું કરાય છે, મન ઈચ્છિત જે ગમે છે તે કરાય છે અને બોલાય છે. ૩૯ હે સ્વામિ ! ધાતુઓથી બંધાયેલા અંગવાળા મનુષ્ય માત્ર તેમાં પણ આ ગૃહસ્થ જે આપના વડે વર્ણન કરાયો, તેનામાં કોણ બુદ્ધિશાળી શ્રદ્ધા કરે ? I૪૦ હું એકલો જ તેને ચપટી માત્રમાં ધ્યાનથી ચલાયમાન કરીશ. કેમ કે દેવો પર્વતને પણ ચલાયમાન કરે છે, તો પરમાણુની શું વાત ? I૪૧ી આ પ્રમાણે કહીને માત્સર્યવાળો તે સુરાધમ જલદીથી સ્વર્ગમાંથી ચંપામાં અવતર્યો. ખરેખર દેવોને દૂર શું ? (કંઈ જ નહિ) Il૪૨ા કામદેવને ક્ષોભ પમાડવા માટે ક્રૂર અને હુંકાર કરવામાં ભયંકર એવા દેવે યમના સગા ભાઈ જેવું પિશાચનું રૂપ કર્યું. II૪all ટોપલાની આકૃતિ જેવા મસ્તકવાળો, ચમકતા પીળા વાળવાળો જાણે કે બળતા હોય તેમ લાગે. સૂપડા જેવા કાનવાળો, હિંગળોક જેવા લાલ મુખવાળો. ૪૪ll ચપટા ને વિષમ નાકવાળા અશ્વના પૂંછડા જેવી દાઢીવાળો, ઊંટ જેવા હોઠવાળો, કોસ જેવા દાંતવાળો. II૪પા મોટા પેટવાળો, તાલવૃક્ષ જેવી લાંબી જંઘાવાળો, પહેર્યું છે વાઘનું ચામડું જેને એવો, થાળીના તળીયા સમાન અંગવાળો, સાક્ષાત્ પાપની મૂર્તિ જેવો //૪વા કાને લટકતા નોળીયાવાળો, કાચિંડાની માળાવાળો, સર્પોની કરેલી જનોઈવાળો, હૃદયને વિષે ઉંદરોની માળાને વહન કરતો I૪૭ી ભયંકર અટ્ટહાસ વડે બ્રહ્માંડને જાણે ફાડતો હોય તેવો, વાદળ જેમ વિજળીને તેમ હાથ વડે ખગને ભમાવતો ૪૮ નજીક આવીને તેણે કામદેવને કહ્યું હે ભો ! શઠપણાના ભંડાર ! ઈન્દ્રજાળ જેવો આ તારો દંભનો આડંબર કેવો ? I૪૯ો તું કદાગ્રહથી જો આ વ્રતોને ભાંગીશ નહિ તો જલદીથી પગદંડથી સેંકડો ટુકડા કરીશ. પવનો પ્રહારની પીડાથી દુઃખી થયેલો કરુણ સ્વરે વિલાપ કરતો શરણ વગરનો અત્યંત અસમાધિ વડે તું મરી જઈશ. //પ૧. તેથી આ પાખંડને છોડીને મારા ચરણોમાં નમીને પોતાના સ્થાને જા. આ ભોગની છેતરપીંડી વડે સર્યું. /પરા
આ પ્રમાણે પિશાચે કહ્યું તો પણ સાત્ત્વિક કામદેવ ડર્યો નહિ. તેણે કહેલું જાણે કે સાંભળ્યું નથી તેમ ક્ષોભ પણ ન પામ્યો. પ૩ી આ પ્રમાણે પિશાચે બે ત્રણ વાર કહ્યું તો પણ તે ધ્યાનથી ચલાયમાન ન થયો. સેંકડો પવનો (વાવાઝોડા)થી શું મેરુપર્વત ચલાયમાન થાય ખરો ? ૫૪ો ગુસ્સે થયેલા તેણે તલવારથી કામદેવના કોળાની જેમ ટુકડા કર્યા. દુઃસ્સહ એવી તે વેદનાને નિશ્ચલ એવા તેણે સહન કરી. પપા હવે પૂર્વના