________________
૧૪૮
સમ્યક્ત્વ પ્રકરણ
હવે પૌષધ વ્રત ઉપર કામદેવ કથા આ જ દ્વીપમાં દ્વીપરૂપી ચક્રની નાભિમાં ભરતની મધ્ય રહેલી દેવની નગરી જેવી પ્રસિદ્ધ ચંપા નામની નગરી છે. I/૧ી ત્યાં ત્રાસ પમાડ્યા છે સમસ્ત શત્રુને જેણે એવો જિતશત્રુ નામે રાજા હતો. પરાક્રમની પ્રવૃત્તિ વડે જેણે વીર પુરુષોમાં પ્રથમ રેખા અર્થાતુ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી હતી. //રા ત્યાં પ્રજાવત્સલ સજ્જન રૂપથી અને નામથી પ્રખ્યાત કામદેવ ગૃહપતિ હતો. //all ઘણા શ્રેષ્ઠીઓ અને શ્રેષ્ઠ સાર્થવાહના કુટુંબોની પોતાના કુટુંબની જેમ સર્વ કાર્યોની ચિંતા કરનારો તે હતો. જો તેને અનેક ચિંતાઓથી થાકેલા હૈયાવાળાઓને માટે વિસામાના આશ્રયસ્થાન જેવી અને પ્રકૃતિથી ભદ્રક એવી ભદ્રા નામની પત્ની હતી. પી તેણે ૬ કરોડ સુવર્ણ નિધાનમાં રાખ્યું હતું. ૬ કરોડ સુવર્ણ વ્યાજવટાઉમાં અને ૬ કરોડ સુવર્ણ વિવિધ પ્રકારના વ્યવસાયમાં રોકેલું હતું. કા. આ પ્રમાણે અઢાર કરોડ સુવર્ણનો માલિક, માણસોને આધારભૂત, મહાજનમાં અગ્રેસર, રાજમાન્ય એવો તે હતો. Iણી ગાયના ગોકુળ હતા. દરેકમાં ૭ હજાર ગાયો હતી. તેના દૂધથી તેના ઘરમાં જાણે કે ક્ષીરસમુદ્ર અવતર્યો ન હોય, તેવું લાગતું હતું. ll૮. તેને પાંચસો હળો હતા. તે હંમેશાં ચક્રવર્તીના ગૃહપત્તિ નામના રત્નની જેમ ખેતીથી સિદ્ધ હતો. હા સાક્ષાત્ જાણે પુણ્ય જ હોય તેવા તેના છ વહાણો સમુદ્રના સામે કિનારેથી હંમેશાં લક્ષ્મીને લાવે છે. I/૧oll
ત્યાં એક વખત ઈશાન ખૂણાની દિશાના ઉદ્યાનમાં સ્વયં શ્રી મહાવીર પરમાત્મા સમવસર્યા. /૧૧/ સમવસરણ મંડાયું અને બાર પર્ષદા બેઠી. તે સાંભળીને કામદેવ પણ પ્રભુને વંદન માટે નીકળ્યો. /૧૨// ત્યાં રથ આદિ વાહનોના સમૂહથી પૃથ્વીનો માર્ગ દુર્લભ થયો અને આવતા વિમાનોથી આકાશ પણ જાણે સાંકડુ થયું હતું. ll૧૩ી સબુદ્ધિવાળો તે ગમે તેમ કરીને ભગવાનની પાસે આવ્યો. સ્વામીને જોઈને હર્ષથી ક્ષણવાર તે અનિમેષ થયો. ૧૪ો હવે પ્રદક્ષિણા આપીને શ્રેષ્ઠ વિસ્મયને પામતો વંદન કરીને નમસ્કાર કરીને અંજલિ જોડીને બેઠો. //પા સર્વ ભાષાને અનુસરનારી યોજનગામિની વાણીથી કર્મના મર્મને ભેદનારી ધર્મદેશના પ્રભુએ કરી. ll૧૧ાા તે સાંભળીને રાજા, ક્ષત્રિયો, સાર્થવાહ વગેરે પ્રતિબોધ પામીને પ્રભુની પાસે પ્રવ્રજ્યાને સ્વીકારી. ./૧૭ી તૃષ્ણાથી પીડાયેલાની જેમ કામદેવ પણ પ્રભુની વાણીનું પાન કરીને અંગ ઉપર શીતલતાદિ (ઠંડકને) વહન કરતો, રોમાંચિત થયેલો બોલ્યો. ૧૮ હે સ્વામી ! આ લોકો આપની પાસેથી ધર્મ સાંભળીને પ્રવ્રજિત થયા, પરંતુ જેમ પાંગળો વેગથી દોડવાને માટે અસમર્થ થાય તેમ હું આ ધર્મ કરવા માટે સમર્થ નથી. //૧૯ી યતિધર્મની પછી આપે કહેલા ગૃહસ્થ ધર્મને હું ગ્રહણ કરીશ ! હે સ્વામી ! તે જ ભાર ઉપાડાય કે જે ખરેખર નિર્વાહ કરાય છે. ll૨ll ભગવાને કહ્યું, હે સુમતિવાળા ! એ જ પ્રમાણે પ્રયત્ન કરાય કે જે આચરવાથી મન કે શરીર ન સીદાય. તેની જેમ તું પણ કર. એરલા.
ત્યારબાદ તેણે સમ્યકત્વ મૂળ ગૃહસ્થના બારે પણ વ્રતોને પ્રભુની પાસેથી ગ્રહણ કર્યા. રર// ભગવાને પણ તેને શિખામણ આપી, હે પુણ્યશાળી ! તે અચિંત્ય ચિંતામણિ જેવો શ્રાવક ધર્મ મેળવ્યો છે તો હે ભો! તે હારી ન જવાય. ર૩ll સદુભાવનારૂપી રસથી સીંચાયેલું આ શ્રાવકધર્મરૂપી મોટું વૃક્ષ તને સ્વર્ગ અને મુક્તિના ફળને અવશ્ય આપનાર થશે. ll૧૪ll પ્રભુની સિદ્ધ નગરી તરફ જતાં મોહરૂપી કાંટાના રક્ષણને માટે પાદુકા સમાન હિતશિક્ષા લઈને પોતાને ધન્ય માનતો કામદેવ ઘરે ગયો. રિપાl સાધુના સંપર્કને હંમેશાં કરતો તે બુદ્ધિશાળી તત્ત્વ-અતત્ત્વના વિષયમાં પરીક્ષક જેવો થયો. Vરકા હંમેશાં શ્રવણથી મેળવેલ અર્થવાળો, ધારણાથી ગ્રહણ કરેલ અર્થવાળો, સંદેહ હોતે છતે પૂછાયેલા અર્થવાળો, તેના ઉત્તરથી