________________
અમર ચંદ્ર કથા
૧૪૩
કહ્યું કે હે મૂઢ ! આ પરસ્ત્રીને શા માટે તેં હરણ કરી ? હે દુર્મતિ ! ફોગટ વિદ્યાધરપણાના અભિમાનથી તું ચંડાળ છે. ll૨૭ી રાવણ જેવો વિદ્યાધર પણ પરદારાના અપહરણથી પૃથ્વી પરના રાજા રામ વડે શું યમનો અતિથિ નથી કરાયો ? (મૃત્યુ નથી પામ્યો.) Il૨૮ તીક્ષ્ણ એવા દુષ્ટ વાક્યોરૂપી શસ્ત્ર વડે પ્રહાર કરતો તું શા માટે તુચ્છ વિદ્યાધરપણાને અને પોતાના દુર્જનપણાને પ્રગટ કરે છે ? I૨૯ો જો તું વીર છે તો આગળ થા. જેથી તે દુર્વાક્યોથી એકઠાં કરેલા પાપી એવા તારી શુદ્ધિ, મારી તલવારની ધારરૂપી તીર્થમાં કરું. ૩૦ml. આ મૃગલોચના ભલે મારી નથી, પરંતુ રાજાઓને માટે આ સર્વ જગત પોતાના કુટુંબની જેમ જ રક્ષણ કરવા યોગ્ય છે. ll૩૧// આ પ્રમાણે કહ્યું એટલે વિદ્યાધરે અહંકારપૂર્વક તે સ્ત્રીને ત્યાં જ મૂકીને કુમારની સાથે પરસ્પર સંબંધ વિનાના યુદ્ધનો પ્રારંભ જેટલામાં કર્યો, તેટલામાં તો ક્યાંકથી પણ આકાશમાં ત્યારે રાત્રિમાં પણ જાણે કે યુદ્ધને જોવામાં કૌતુકી ન હોય એવો સૂર્ય જેવો ઉદ્યોત થયો. ll૩૨-૩૩ll તે ઉદ્યોતને જોઈને અંધકારની જેમ જલદીથી વિદ્યાધર પલાયન થઈ ગયો. હવે કુમારે તે સ્ત્રીને પૂછ્યું, તું કોણ છે ? અને આ તેજ (ઉદ્યોત) ક્યાંથી ? ૩૪ો.
તેણી પણ કંઈક આશ્વાસન પામીને કોયલની જેમ મધુર સ્વરે કહ્યું કે હું ચંદ્રલેખા નામની વિદ્યાધર કન્યા છું. ll૩૫ll વૈતાદ્યના દક્ષિણ શ્રેણીના ગગન-વલ્લભ નગરના પવનવેગ વિદ્યાધર રાજાની પુત્રી છું. ll૩૬ll અનુરૂપ રૂપ વગેરેથી ઉત્તર શ્રેણીના રાજાના પુત્ર કિરણમાલીને પિતા વડે હું અપાયેલી છું. ૩૭ll પોતાને ઇન્દ્ર માનતા, મારા ઉપર અનુરાગને ધારણ કરતા વાસવ નામના આ વિદ્યાધરે મને પરણવા માટે મારું અપહરણ કર્યું. ૩૮ સાક્ષાત્ કિરણમાલીની (સૂર્યની) જેમ આકાશને પ્રકાશમાન કરતાં આ કિરણમાલી છે. મને ભવિષ્યમાં પરણનાર પાછળ જ આવ્યા. ૩૯૫ નવી સાધેલી વિદ્યાના સમૂહથી ઇન્દ્ર જેવા પરાક્રમી આનાથી આ ડર્યો અને સિંહથી જેમ શિયાળ તેમ ડરીને નાસી ગયો. Ivolી આ પ્રમાણે તેણીએ એટલામાં કહ્યું તેટલામાં કિરણમાલી આવ્યા. તેણીના મુખથી કુમારના ઉપકારને સાંભળીને અત્યંત ખુશ થયા. ll૪૧/ ત્યારબાદ કિરણમાલીએ તે કુમારની ઘણી પ્રશંસા કરી. ઘણું કહેવા વડે શું ? પણ હે વીર ! તું પૃથ્વીનો શૂરવીર પુત્ર થા. ૪રા પ્રશંસા કરીને તેને પ્રાર્થના કરીને કૃતજ્ઞમાં શિરોમણિ તેણે નહિ ઇચ્છતા મહાત્મા જેવા તે રાજકુમારને બીજામાં પ્રવેશ કરી શકે તેવી મહાવિદ્યા અને શત્રુના પ્રહારને અટકાવનાર દિવ્ય હાર આપ્યો. ll૪૩-૪૪ો હવે કુમારને પૂછીને કન્યાને લઈને વિદ્યાધર ગયો, જ્ઞાતિની મધ્યમાં મહોત્સવપૂર્વક તેની સાથે પરણ્યો. ૪પા શેષ રાત્રિને ઓળંગીને સવારના વધતા પ્રતાપના કિરણો વડે જાણે કે બીજો સૂર્ય હોય તેવો અને કંઠમાં ઉછળતી એવી ઢીંચણ સુધી લટકતી પુષ્પમાલાવાળા શ્રીકૃષ્ણની જેમ તે કુમાર પણ હૃદય ઉપર દિવ્ય હારને ધારણ કરતો રાજા પાસે ગયો. ૪૭ી તેની વેશભૂષાની જેમ પોતાના રાજ્યને આપવાની ઇચ્છાવાળા રાજાએ તેને યુવરાજપદે સ્થાપ્યો. II૪૮ll
તે જ વખતે શ્રીપુર નગરથી શ્રીષેણ રાજાનો મુખ્ય દૂત આવ્યો. રાજાને નમસ્કાર કરીને કહ્યું. ૪૯ હે દેવ ! જયરૂપી લક્ષ્મીના શરીરને ભજનારી શ્રીષેણ રાજાની જયશ્રી નામની પુત્રીએ યૌવન પ્રાપ્ત કર્યું છે. I૫૦ના એક વખત રાજાએ તેને પૂછ્યું કે હે પુત્રી ! તારે કેવા પ્રકારનો વર જોઈએ છે ? રૂપવાળો, કળાવાળો કે લક્ષ્મીવાળો. તે બોલ (કહે). પ૧તેણીએ વિચાર્યું, જેવા પ્રકારનો પ્રેમ પૂર્વભવના પતિને હોય છે, તેવા પ્રકારનો પ્રેમ નવા (આ ભવના) પતિને થતો નથી. તેથી. /પરો અતિ વલ્લભ અને અતિ અળખામણાની પ્રતિ લોકમાં પણ આ કહેવાય છે કે આ મારો પૂર્વજન્મનો ભાઈ છે. આ પૂર્વભવનો વૈરી છે. //પ૩. આ