SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સમ્યક્ત્વ પ્રકરણ પ્રમાણે વિચારીને તેણીએ કહ્યું કે હે પિતાજી ! મારા માટે જે પૂર્વજન્મમાં પતિ હતો તે જ શોધાય. ૫૪ રાજાએ ત્યારે વિચાર્યું કે તે વર કેવી રીતે શોધાય ? પુત્રીનું આ વચન ભાગ પાડવા જેવું અઘરું જણાય છે. //પપો એટલામાં તો આકાશમાં દેવવાણી થઈ. ભાગ્યયોગથી તે જ વર સ્વયં દૃષ્ટિ વડે સ્વયંવરમાં જાણશે. //પકા પ્રાયઃ પૂર્વભવના સંબંધને આંખો જાણે છે. અપ્રિયના દર્શનથી આંખો બીડાય જાય છે. પ્રિયના દર્શનથી વિકસ્વર બને છે. પછી રાજાએ સ્વયંવર રચ્યો છે. બધા રાજા ભેગા થયા છે તો હે દેવ ! યુવરાજને પણ મોકલવાની મહેરબાની કરો. પ૮ તે યોગ્ય માનીને રાજાએ પણ યુવરાજને આદેશ કર્યો કે હે વત્સ ! સ્વયંવરમાં જા. જયશ્રી તારી થાવ. //પ૯ી નાટકની શરૂઆતમાં જેમ રૂપરેખા અપાય તેમ ભાવિ વૃત્તાંતને સૂચવનારા રાજાના આશિષને માનીને કુમાર પણ ઝડપથી ત્યાં ગયો. કolી હાથીઓમાં જેમ સિંહનું બચ્ચું, તેમ સ્વયંવરમાં બેઠેલા સર્વ રાજાઓમાં યુવરાજ ચમકતો હતો. સમગ્ર રાજમંડલને ણ અમરચંદ્રને જોતાં જયશ્રી પણ પરમ આનંદને પામી. કરી દૃષ્ટિ વિકસ્વર થવાથી પૂર્વભવના પ્રતિભાસંપન્ન પતિને જાણીને તેના જ ગળામાં વરમાળા આરોપણ કરી. IIકalી ત્યારે અન્ય સર્વ રાજાઓ ગુસ્સે થઈ ગયા. યુદ્ધ માટે હોંશિયાર દૂતોને બોલાવી તેને કહેવડાવ્યું. ૬૪ો ઉપસ્થિત થયેલા યુદ્ધને જાણીને કુમારે મિત્રને કહ્યું, આણીના પ્રાણને સંશયમાં નાંખુ છું. પરીક્ષા કર્યા વિના પ્રેમ કેવો ? Iકપી. ત્યારબાદ મિત્ર કુરુચંદ્રને કાર્ય કહીને મને અત્યંત મસ્તકની વેદના છે, એ પ્રમાણે કહી બહાનાથી તે સૂઈ ગયો. IIકકા બીજામાં પ્રવેશ કરનારી વિદ્યાને જાણતો હતો. ત્યારબાદ મરેલા જેવો રહ્યો. શોકથી દુઃખી થયેલા વડે ચિતામાં નાંખ્યો. કેમ કે મૃતકની અન્ય પ્રતિક્રિયા કેવી ? ક૭ી તેવા પ્રકારના આવેલા સંકટને જોઈને તેના વિષે અત્યંત પ્રેમવાળી જયશ્રીએ પણ તેની સાથે મરણ સ્વીકાર્યું. ll૧૮ ખરેખર જન્માંતરમાં પણ આ જ પતિ થાવ. આ પ્રમાણે કહીને તેની સાથે જ તે ચિતામાં પડવા તૈયાર થઈ. ll૧૯ll તે સાંભળીને ત્યાં સર્વે રાજાઓ આવ્યા અને બોલ્યા હે સારા લોચનવાળી ! ફોગટ આ રીતે પોતાના પ્રાણનો ત્યાગ ન કર. ૭olી આને વરવા માત્રથી તું પરણેલી છે, એવું નથી. આ તો મરી ગયો. નિર્ભાગી ભોગવવાને માટે સમર્થ થતા નથી. અથવા તો દુઃખીને શું નિધિ ક્યારે પણ પ્રાપ્ત થાય? II૭૧II હે સુંદરી ! આટલા બધા રાજાઓની મધ્યમાં તને જે ગમે તેને પોતાને રૂચિકર તું બનાવ. I૭૨ા તેણી પણ બોલી કે અહીં એક જન્મમાં કેટલા વરો વરાય ? આ વરેલો મરતે છતે બીજાને વરીને (પરણીને) આત્માને ડાઘ લાગે તેવું હું કરીશ નહિ. II૭૩ll પરસ્ત્રીના સંગમાં આસક્ત એવા અસાત્ત્વિક, નપુંસક, ખરાબ પુરુષો કહી શકાય એવા તમોને તો જન્માંતરમાં પણ હું પરણીશ નહિ. I૭૪. તેઓએ કહ્યું આ તારો વર જ કાપુરુષ છે. અમારા ભયથી જે આ પ્રમાણે હૃદયના હુમલાથી મરણ પામ્યો. li૭પી/ તે વચન સાંભળીને તેઓને નચાવતો, ક્રોધથી ઉધ્ધત બનેલા એવા અમરચંદ્રના મિત્ર કુરચંદ્ર તેઓને કહ્યું. li૭વા હે રાજાઓ ! આ પ્રમાણે બોલો નહિ. સ્વપ્નમાં પણ આ કોઈ શત્રુઓથી ડરતો નથી અને તે અપાઈ તેથી આણીનો સંભવ તમને ક્યાંથી શક્ય થાય ? I૭થી ફક્ત સાત્ત્વિક દલો વડે જાણે કે નિર્માણ કરાયેલા હોય તેવા તેના પૂર્વજો પણ ક્યારેય કોઈનાથી પણ ડરતા નથી. ૭૮ આના પૂર્વજોના સત્ત્વની પ્રસિદ્ધપણાથી એકાએક (અમૃતના સમુદ્રથી) સુધારૂપી પાણીથી સીંચાયેલાની જેમ મરેલા પણ જાણે કે શ્વાસ લેવા માંડે છે. II૭૯ll હવે તેઓએ કહ્યું જો આ પ્રકારે તેના સત્ત્વનો ઉઘાડ છે તો તું કેમ આને જીવાડતો નથી ? (ખરેખર આમ હોવાથી) મિત્રના બહાનાથી તું શત્રુ છે. ll ll તેણે પણ કહ્યું કે ક્ષણમાત્રમાં તમારા
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy