________________
સમ્યકત્વ પ્રકરણ
હવે દેશાવગાસિક વ્રત ઉપર કથા. અમરચંદ્ર કથા
અહીં ત્રીજો દ્વીપ પુષ્કરવરદ્વીપ છે. જેના અર્ધા ભાગમાં મનુષ્ય ક્ષેત્ર છે. (મનુષ્યો રહે છે.) આવી મર્યાદા માનુષોત્તર પર્વતના કારણે છે. ।।૧।। તેમાં હંમેશાં ચારે બાજુથી સુષમાકાળથી મનોહર મહાવિદેહ નામનું ક્ષેત્ર લોકો વડે જણાય છે. ॥૨॥ તેમાં પણ પૂર્વ મહાવિદેહમાં સાતથી અધિક કળાના ચંદ્રની જેવી પુષ્કલાવતી નામની વિજય અતિ પુષ્કળ શોભે છે. IIII તેમાં અન્નપાન, રત્ન, હીરા આદિ પુષ્કળ પ્રમાણમાં છે અને રત્નાકરને પણ તિરસ્કાર કરનારી રત્નાકર નામની નગરી હતી. II૪॥ ત્યાં રૂપથી અને નામથી સુરસુંદર નામનો રાજા હતો. લોકો તેને દેવનો પણ દેવ કહેતા હતા. પ।। તેને જોઈને સામાન્ય રાજાઓ પણ દેવનો પણ દેવ (ઈન્દ્ર) કહેતા હતા. આજે પણ લોકો વડે તે નિશ્ચિત કહેવાયેલું છે. IIઙ॥ વિલાસના એક સ્થાનભૂત એવી વિલાસવતી નામની તેને રાણી હતી. અંતઃપુરમાં રહેનારી તેણી રાજાના ચિત્તમાં હંમેશાં રહી હતી. IIII
૧૪૨
એક વખત ચંદ્ર સ્વપ્નથી સૂચિત અત્યંત પુણ્યશાળી અમરચંદ્ર નામના પુત્રરત્નને મહાદેવીએ જન્મ આપ્યો. ।।૮।। કળાઓના સમુદ્રને પાર પામ્યો. બધી જ કળાઓ તેણે હસ્તગત કરી. બીજો જાણે કામદેવ હોય તેવા તેણે અનુક્રમે યુવાવસ્થા પ્રાપ્ત કરી. III મંત્રી પુત્ર કુરુચંદ્ર સાથે તેને મિત્રતા હતી. જાણે કે બંનેનું ચિત્ત એક જ હોય એ પ્રમાણે શોભતો કુમાર તેની સાથે રમતો હતો. II૧૦ પોતાની કામની અવસ્થાને ચિત્રપટમાં આલેખીને (તે રીતે) બતાવી-બતાવીને ઘણી રાજકન્યાઓ કુમારને પરણી. (કુમા૨ વડે પરણાઈ.) ॥૧૧॥ રાજાએ આપેલા મહેલમાં હાથી જેમ હાથણીની સાથે તેમ તેઓની સાથે રાજકુમાર ૨મતો હતો. ૫૧૨॥ એક વખત રાજકુમાર પોતાના વાસગૃહમાં સૂતો હતો. ત્યારે રાત્રિના સમયે તેણે આવા પ્રકારનો રડવાનો અવાજ સાંભળ્યો. ||૧૩॥ હે નાથ ! દોડો, દોડો, શરણ આપો, શરણ આપો. ગીધ વડે માંસની જેમ આ વિદ્યાધર મારું હરણ કરે છે. ૧૪ પરાક્રમી એવા રાજકુમારે વિચાર્યું કે કોઈ પણ હરણ થના૨ી સ્ત્રીનો આ અવાજ છે. I॥૧૫॥ ક્ષત્રિય રાજાના પુત્ર એવા મને ઉપેક્ષા કરવી યોગ્ય નથી. દુઃખીને રક્ષણ આપવું તે અમારું વ્રત છે. (ધર્મ છે.) I૧૬॥ એકી સાથે વી૨ અને કરૂણારસની જેમ મહાપરાક્રમી અને દયાળુ રાજપુત્ર ઉઠ્યો. I॥૧૭॥ મલ્લગ્રંથિ વડે કેશપાશને સંયમિત કરીને તે જ ક્ષણે વી૨વલયને બાંધીને શૂરવીર રાજકુમાર હાથ વડે ખડ્ગને ભમાવતો કેસરી સિંહ જેમ પોતાના પૂંછડાને પછાડતો ગુફામાંથી બહાર નીકળે તેમ વાસગૃહમાંથી બહાર નીકળ્યો. ૧૭-૧૮ તેને જોઈને ફરીથી તેણીએ કહ્યું કે ભો ભો ! મારું રક્ષણ કરો. દુ:ખીનું રક્ષણ કરવું તે સમાન બીજો ધર્મ નથી. જેમ અર્જુન જેવો બીજો કોઈ બાણાવળી નથી. ।।૨૦। વિદ્યાધરે કહ્યું કે મારા પુણ્યથી જ તારો પતિ મરી ગયો છે. તેથી હે શ્રેષ્ઠ મુખવાળી સ્ત્રી ! આ નિર્જન વનમાં તું કોની આગળ પૂત્કાર કરીશ. II૨૧॥ નીચે રહેલા કુમા૨ને જોઈને મદોન્મત્ત થયેલા હસતા તેણે તેણીને ફરીથી કહ્યું કે હે મૃગલોચના ! આ પૃથ્વી પરના રાજા તારું રક્ષણ કેવી ૨ીતે ક૨શે ? ॥૨૨॥ અને કુમારને તેણે કહ્યું કે અરે ! તું તો હજુ દૂધ પીતો બાળક છે. તેથી તારા હાથમાં આ ખગ શોભતી નથી. તારા હાથમાં તો સેવ અને ખાજા શોભે ! ॥૨૩॥ હે બાળક ! યુદ્ધમાં લાડવા નથી કે રાંધેલા અન્ન પણ નથી. ફક્ત પ્રહારો જ છે. શું તને પ્રહારોની ઉત્કંઠા છે ? ।।૨૪। વળી આ સ્ત્રી તારી માતા નથી, પત્ની નથી અથવા તો તારી બહેન પણ નથી. તેથી ફોગટ આ સ્ત્રીના કાર્યમાં તું કેમ મરે છે ? ।।૨૫॥ હે બાળક ! અકાળે પણ તું માતાની આશારૂપી વેલડીને કેમ છેદે છે ? વળી મને પણ બાળ-હત્યાના પાપમાં કેમ જોડે છે ? ।।૨૬। કુમારે પણ