SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરચંદ્ર કથા ૧૪૧ //૫oll અથવા તો આ શંકા વડે સર્યું. મેં જ સ્વીકાર્યું છે તો દુષ્કર કે સુકર વસ્તુ પણ નિર્વાહ કરવા યોગ્ય જ છે. //પ૧// આ પ્રમાણે વિચારીને શાંબે ગુપ્તચરો પાસે ઉદ્યાનથી લઈને કમલામેલાના ઘર સુધીની સુરંગ ખોદાવી. //પરા તે સુરંગના રહસ્યને નારદને કહ્યું અને તેણે પણ મૃગલોચનાને કહ્યો. શાંબે પ્રદ્યુમ્ન પાસે રહેલી પ્રજ્ઞપ્તિ વિદ્યાને ગ્રહણ કરી. //પ૩ll શાંબ વગેરે સર્વેએ વિદ્યાધરના રૂપો કર્યા. નભસેનના વિવાહના દિવસે કન્યાનું હરણ કરીને સુરંગ વડે લાવ્યા. પ૪ll સાગરચંદ્રની સાથે ત્યાં ઉદ્યાનમાં તેણીનો વિવાહ કર્યો. ઇચ્છિત સિદ્ધ થવાથી ખુશ થયેલા સર્વે રમવા માટેનો આરંભ કર્યો. પપા કમલામેલાને ઘરમાં ન જોતાં તે લોકો આકુળ વ્યાકુળ થયા. શોધ કરતાં ત્યાં ઉદ્યાનમાં કોઈએ પણ તેણીને જોઈ. પડો શાંબ વગેરે કુમારોને વિદ્યાધરના રૂપમાં જોઈને વિચાર્યું કે ખરેખર આ વિદ્યાધરોએ જ આનું હરણ કર્યું લાગે છે. પછી સર્વ સમૂહ સાથે ધનસેન, ઉગ્રસેન વગેરે આવીને તેઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણવારમાં જ શાંબ વગેરેએ તેઓને જીતી લીધા. પ૮ તે જાણીને વાસુદેવ, સેનાની સાથે કન્યાના હરણ કરનારા વિદ્યાધરોને હું હણી નાંખીશ. આ પ્રમાણે બોલતા બહાર નીકળ્યા. પો શાંબે પોતાનું રૂપ બતાવીને ચરણકમલમાં લાગીને તેના વિવાહની કથા જે રીતે બની હતી, તે સર્વે વૃત્તાંત વાસુદેવને કહ્યો. IIકolી ત્યાર પછી સાગરને તે કન્યા સ્વયં આપીને વાસુદેવે (હરિએ) ધનસેન ને ઉગ્રસેન વગેરેને હાથથી પકડીને બોધ પમાડ્યો. ll૧il. ખમાવેલો પણ નભસેન ફરી પણ ઉપશાંત ન થયો. કેમ કે પ્રિયાનો પરાભવ થયે છત કોણ ક્રોધાતુર ન થાય ? NIકરી હવે સાગરચંદ્રનું વિપ્રિય કરવામાં અસમર્થ તે તેના છિદ્રોને જોતાં કષ્ટપૂર્વક દિવસો પસાર કરતો હતો. VIકall અઢાર હજાર સાધુઓથી પરિવરેલા શ્રી નેમિનાથ ભગવાન ત્યારે ત્યાં સમવસર્યા. I૬૪ll અત્યંત આનંદિત સાગરચંદ્ર જલદીથી ત્યાં જઈને સ્વામીને પ્રણામ કરીને ભગવંતના શ્રીમુખે દેશના સાંભળી. IIકપી. પહેલાં લીધેલા સમ્યકત્વ સહિત શ્રાવકના વ્રતવાળો પણ તે, તે દેશનાના શ્રવણથી અત્યંત ધર્મકાર્યમાં ઉદ્યત થયો. કલા ત્યારબાદ ચતુર્દશીની રાત્રિમાં બહાર સ્મશાનની નજદીક સામાયિક વ્રતને કરીને તે કાઉસ્સગ્નમાં રહ્યો. કશી ભાગ્યયોગથી તેને જોઈને નભસેને વિચાર્યું. ઘણા કાળથી વૈરી એવા આને હું મારીને બદલો વાળું. II૬૮ ત્યારબાદ સાગરચંદ્રના મસ્તક પર તેણે કાંઠલો મૂકીને તેમાં બળતા ચિત્તાના અંગારાઓ ભર્યા અને આત્માને પાપો વડે ભર્યો. Iકો સાગરચંદ્રને ત્યારે જીવિતના અંત કરનારી વેદના થઈ. તો પણ તે ચલાયમાન ન થતાં ઉત્તમ ધર્મધ્યાનમાં લાગી ગયા. ll૭૮ll હે જીવ ! તું ખેદ ન કર. દીનપણાને તો દૂરથી જ ત્યજી દે. પૂર્વે આરોપણ કરેલા પાપરૂપી વૃક્ષનું જ આ ફળ છે. આત્મા જ સ્વયં કર્મ કરે છે તો તેનું ફળ આત્માએ જ ભોગવવાનું રહ્યું. તેથી વિવેકીઓને બીજા ઉપર રોષ (ઢષ) કરવો શું યોગ્ય છે? II૭૧-૭રી અરે જીવ ! તારાથી પહેલાં આનો અપકાર કરાયો છે. તેથી તે સર્વે હમણાં વ્યાજ સહિત વાળે છે. ll૭૩ll અધર્મને હરનારા તેઓ હમણાં તો ઉપકારી જ છે અને તે દ્વેષને ઉચિત નથી, પણ ઇનામને યોગ્ય છે. ૭૪ll આ પ્રમાણે સામાયિકમાં જ એક ચિત્તવાળો સદ્ભાવનાથી બીજા પણ કર્મની જાળને તોડનારી બુદ્ધિશાળી સુશ્રાવક સાગરચંદ્ર મરીને દેવલોકમાં ગયો. i૭પી સાગરચંદ્રની જેમ બુદ્ધિશાળી એવા જે કોઈ પણ ઉપસર્ગમાં પણ સામાયિક-વ્રતની વિરાધના કરતા નથી, એવા વિશુદ્ધ મનવાળા સદ્દગૃહસ્થ પણ અનુક્રમે સ્વર્ગ તેમજ મુક્તિને પ્રાપ્ત કરે છે. કા. || આ પ્રમાણે સામાયિક વ્રત ઉપર સાગરચંદ્રની કથા સમાપ્ત. lલો.
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy