________________
૧૨૬
સમ્યક્ત્વ પ્રકરણ
કે અરે ! હે ચંડકૌશિક, બોધ પામ, બોધ પામ, મોહ પામ નહીં. ૧૮રા પ્રભુના આ વચન સાંભળીને ઉહાપોહ કરતાં તેને મુનિના જન્મથી આરંભીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ૧૮૩ી ત્યારબાદ વિરાગી મનવાળા સર્પે તે પોતાના વૃત્તાંતને વિચારીને ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરીને અને નમસ્કાર કરીને કષાયોથી વિશેષ પ્રકારે અટક્યો. સમસ્ત દુષ્કતોની ગહ કરતો અને તિર્યંચ હોવાથી ચારિત્રનો પોતે અનધિકારી છે, એટલે તેણે દૃઢ સમ્યક્ત્વને સ્વીકારીને બાર વ્રતો અંગીકાર કર્યા. બુદ્ધિશાળી એવા તેણે ભગવંતની સાક્ષીએ અનશનને સ્વીકાર્યું. ૧૮૪-૧૮૫-૧૮વા વિષ વડે ભયંકર એવી મારી દૃષ્ટિ કોઈના ઉપર હમણાં ન પડો. જેથી આજે મારા વ્રતનો ભંગ ન થાઓ. આ પ્રમાણે વિચારીને સર્વ દિશાનું પરિમાણ કરીને યોગનો નિરોધ કરીને અર્થાત્ શરીરાદિના વ્યાપારને અટકાવીને બિલમાં મોટું રાખીને બખોલમાં પાણી પિતાની જેમ રહ્યો. ll૧૮૭૧૮૮ પ્રભુએ તેને સર્વ ધર્મવિધિની અનુમતિ આપી. તેના ઉપરની અનુકંપાથી જ પ્રભુ ત્યાં જ તેવા પ્રકારના રહ્યા. ૧૮૯ો અનશનવાળા આનો કોઈ પણ રીતે ધ્યાનભંગ ન થાવ. પોતાની પ્રતિજ્ઞાને પાળીને આ સ્વર્ગને ભજનાર થાવ. /૧૯oll.
હવે ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈને ગોવાળો અને વસૂપાળો વિસ્મય પામીને સત્વર ત્યાં આવ્યા. II૧૯૧ી વૃક્ષ વગેરેના આંતરામાં છૂપાઈને રહેલા તેઓએ પથ્થરથી હણવાદિ વડે સર્પની પરીક્ષા કરવા માટે તેને છંછેડવાના પ્રયત્નો કર્યા. ૧૯રી તોપણ નિશ્ચલ રહેલ સર્પને જોઈ વિશ્વાસથી નજીક આવી તેઓએ દોરડા જેવા રહેલા સર્પની ફણાને લાકડીઓથી અડવા લાગ્યા. I/૧૯all તે ગોવાળોએ માણસોને કહ્યું કે વરસાદ જેમ દાવાનલને શાંત કરે, તેમ આ ભગવંતે સર્પને શાંત કર્યો. ૧૯૪ો તેથી માણસો ત્યાં આવીને શ્રી વીર પરમાત્માને હર્ષપૂર્વક નમ્યા. સ્તુતિ કરી અને તે સર્પની પણ પૂજા કરવા લાગ્યા. /૧૯૫ll ગોવાળોની સ્ત્રીઓ તે માર્ગે થઈને ગોરસ વગેરે વેચવા માટે જતી એવી તેણીએ વેગ વડે સર્પના શરીર ઉપર ઘી ચોપડ્યું. ૧૯૯ાા તેની ગંધથી ત્યાં કીડીઓ આવી કર્મોને નીકળવાના દ્વારની જેમ શરીરમાં અનેક છિદ્રો કર્યા. (અર્થાત્ શરીર ચારણી જેવું કરી દીધું.) I/૧૯ી તે પણ આ પ્રમાણે વિચારવા લાગ્યો કે, ખરેખર આ મારા હિતકારીઓ છે જે કારણથી મારા કર્મોને દૂર કરવા માટે આ વેદનાને કરે છે. I/૧૯૮ી આ પ્રમાણે ધર્મધ્યાનરૂપી અમૃતનું પાન કરતાં હંમેશાં નિવૃત મનવાળા સર્ષે દુઃસ્સહ વેદનાને એક પખવાડીયું સહન કરી. //૧૯૯ શ્રીમદ્ વીર પરમાત્માના સાંનિધ્યથી ચંડકૌશિક સર્પ કર્મરૂપી શત્રુને જીતીને સુખપૂર્વક સહસ્ત્રાર દેવલોકમાં ગયો. ૨૦૦Iી જેમ ચંડકૌશિક સર્ષે દિશાના પરિમાણ વ્રતથી દેવલોકને પ્રાપ્ત કર્યો તેમ ઉત્કૃષ્ટ પદ વડે કરી છે પ્રમાણવાળી દિશાની વિરતિના નિયમથી કાયયોગના નિરોધના પુણ્યથી બીજા પણ તેને પામે છે. ૨૦૧.
| દિશા પરિમાણ વ્રત ઉપર ચંડકૌશિક કથા (સમાપ્ત) Iકો
હવે ભોગોપભોગ વ્રત બતાવે છે. શિવકુમાર કથા પુડલા જેવા, સૂર્ય જેવા ગોળ એવા જંબૂઢીપ નામના દ્વીપને વિષે નાની બે લાકડીઓની જેમ લાંબું એવું મહાવિદેહ નામનું ક્ષેત્ર છે. ૧. તેમાં પણ વિજયનું પ્રથમ સ્થાન હોય તેવી પુષ્કલાવતી વિજયમાં હંમેશાં જેમાંથી શોક ચાલ્યો ગયો છે, તેવી વીતશોકા નામની નગરી હતી. /રા તેમાં ન્યાયરૂપી ધર્મના મનોરથવાળો પવરથ નામે રાજા હતો. જે પ્રજાવત્સલ પોતાના પુત્રની જેમ પ્રજાને પાળતો હતો. llall પાંદડા-ફૂલોના શૃંગારવાળી, સુંદર કાંતિવાળી, સારા ફૂલના ઉદયવાળી, વનના પુષ્પોની માળા (ઢીંચણ સુધી લાંબી લટકતી)ની