________________
શિવકુમાર કથા
જેવી તેને વનમાલા નામની પત્ની હતી. II૪ લક્ષ્મીને વિશે રાગી શ્રીકૃષ્ણની જેમ અંતઃપુર મોટું હોવા છતાં સ્વભાવથી જ સુંદર એવી તેના ઉપર રાજા સવિશેષ અનુરાગી હતો. ॥૫॥ છીપમાં જેમ મુક્તાફળ, રત્નપૃથ્વીમાં જેમ રત્ન તેમ એક વખત વનમાલાની કુક્ષિમાં ગર્ભ અવતર્યો. IIII યુદ્ધમાં દુઃખેથી જીતાય તેવા લડવૈયા જેવી, ગર્ભના પ્રભાવથી અતિ ઉજ્જ્વળ મુખવાળી અને ધર્મ કર્મમાં એકમનવાળી તેણી થઈ. II૭|| ભેંસના દહીંના પિંડની જેમ તેણીનું નિર્મલ એવું મન સ્વજનોને વિશે અત્યંત સ્નેહવાળું થયું. II૮॥ ફળથી ભરેલી ઝાડની ડાળી નીચી નમે તેમ વડીલ વર્ગ ઉપર વિનમ્ર અને કલ્પવૃક્ષની જેમ અત્યંત દાનના સ્વભાવવાળી તેણી થઈ. I કમલિની જેમ કમળને તેમ શુભ દિવસે, સારા મુહૂર્ત, યોગ્ય સમયે તે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. ૧૦ના રાજાએ તેનો જન્મોત્સવ મોટા ઉત્સાહપૂર્વક કરાવ્યો. સ્વામીના સંતોષથી સંતોષને ભજનારા સર્વ લોકો પણ ખુશ થયા. II૧૧॥ પુત્રના જન્મથી તે નગરમાં પહેલાં જે ભૈરવનો ઉપદ્રવ હતો તે શાંત થયો હોવાથી તેનું નામ શિવ પાડ્યું. ||૧૨॥ કુમારની સેવામાં કુશલ એવી ધાવમાતાથી લાલન-પાલન કરાતો શિવકુમાર લોકોના મનો૨થોની સાથે વૃદ્ધિને પામ્યો. I॥૧૩॥
૧૨૭
હવે આઠ વર્ષનો થતાં કલાચાર્યની પાસેથી સકલ કળાઓને ગ્રહણ કરતો અનુક્રમે પૂર્ણિમાના ચંદ્રમા જેવો તે થયો. II૧૪।। મદથી અભિમુખ થયેલા હાથીની જેમ તેણે યૌવન અવસ્થા પ્રાપ્ત કરી. રાજાએ પણ તેને અનુરૂપ એવી રાજકન્યાઓ સાથે પરણાવ્યો. ॥૧૫॥ ચંદ્રમા જેમ તારાઓની સાથે, કૃષ્ણ જેમ ગોપીઓની સાથે, ઇન્દ્ર જેમ ઇન્દ્રાણીઓ સાથે તેમ તે તેઓની સાથે ૨મતો હતો. ॥૧૬॥ એક વખત ત્યાં સિદ્ધાંતરૂપી અમૃતના સાગર સરખા નિર્મળ અવધિ-જ્ઞાનવાળા સાગરદત્ત નામના મુનિ પધાર્યા. ॥૧૭॥ લક્ષ્મીનંદન નામના બાહ્ય ઉદ્યાનમાં રહેલા, બુદ્ધિમાન, આત્મામાં એકતાન બનેલા તે મુનિ માસક્ષમણ નામના તપને તપતા હતા. II૧૮॥ તેમના પારણાના દિવસે કામસમૃદ્ધ સાર્થપતિએ નિર્દોષ અને પ્રાસુક એવા આહાર વડે તે મુનિને પારણું કરાવ્યું. II૧૯॥ ત્યારે તેના ઘરમાં તત્કાલ ઉત્પન્ન થયેલા પુષ્પ સરખી અને સુપાત્ર દાનના મહાવૃક્ષ સરખી સુવર્ણ રત્નાદિની વૃષ્ટિ થઈ. II૨૦।। કૌતુકથી જોવાને માટે નગરના લોકો એકઠા થયા. માણસો પાસેથી આશ્ચર્યને સાંભળીને ત્યારે ત્યાં શિવ પણ આવ્યો. ॥૨૧॥ ત્યાં વિકસ્વર નેત્રવાળા શિવે તપના માહાત્મ્ય યુક્ત અદ્ભુત મુનિને જોયા અને મુનિને જોતાં જ પૂર્વભવના સ્નેહથી ક્ષણવા૨માં જ તેની રોમરાજી વિકસ્વર થઈ. ॥૨૨॥ ભક્તિપૂર્વક મુનિને વંદન કર્યું. દાન આપનાર સાર્થવાહની, મુનિના તે તપની અને સુપાત્રદાનના ફળની તેણે પ્રશંસા કરી. II૨૩॥
હવે મહામુનિ પારણાને માટે તે ઉદ્યાનમાં ગયા તથા નગ૨ના સર્વે લોકો અને શિવ પોતપોતાના સ્થાને ગયા. ॥૨૪॥ હવે તેમના તપ વડે ખેંચાયેલા નગરના લોકો અને શિવ, પારણા બાદ મુનિની ઉપાસના કરવા માટે મુનિની પાસે ગયા. ॥૨૫॥ સસ્નેહપૂર્વક ભક્તિથી શિવ તે સાધુ ભગવંતને નમસ્કાર કરીને શિષ્યની જેમ તેમના ચરણોમાં બેઠો. ।।૨૭।। શ્રુતસાગર સ૨ખા સાગ૨દત્ત મુનિએ શિવને ધર્મલાભના આશિષ આપીને ધર્મદેશના કહી. II૨૭।। સિદ્ધ આદેશ વડે જેમ દુષ્ટ અધિકારીઓને એક સાથે તેના સ્થાનથી ઉખેડાય છે. અર્થાત્ ભ્રષ્ટ કરાય છે અને તે સ્થાને નવાને સ્થપાય છે તેમ હવે મુનિરાજે ધર્મદેશના વડે તેની શિવકુમારની આગળ જલ્દીથી સર્વ વિષય-કષાયાદિને ઉખેડીને તેના સ્થાને સંસારની અસારતા વિગેરે નવાને સ્થાપ્યા. ૨૮-૨૯॥ શિવે પૂછ્યું કે હે પ્રભો ! ચંદ્રના કિરણથી સમુદ્રમાં ભરતી આવે છે (વધે છે). તેમ તમારા દર્શનથી મને કેમ સ્નેહ થયો ? ||૩|| ત્યારે અવધિજ્ઞાનના ઉપયોગથી સર્વ સંબંધ જાણીને તેની આગળ પૂર્વજન્મનો સંબંધ કહેવા માટેનો આરંભ કર્યો. ॥૩૧॥