________________
પરિગ્રહ વ્રત -ચંડકૌશિક કથા
૧૨૫
રહ્યા. સર્વ પ્રકારે વચનથી પણ તેની સાથે પ્રતિકૂળ વર્તન કરતા ન હતા. II૧૫૭ી અસહિષ્ણુ સિંહની જેમ તે એકલો જ ત્યાં રહ્યો. દરરોજ વનની રક્ષા માટે ચારે બાજુ ભ્રમણ કરતો હતો. ૧૫૮ મૂચ્છ વડે તે વનમાં મુસાફરોની અવરજવરને રોકવાની ઈચ્છાથી એકવાર તે વાડ બનાવવા માટે કાંટાઓને લેવા માટે ગયો. /૧૫૯
એક વખત ક્રોધી એવા તેણે પહેલા ફળ વગેરે લેવાનો નિષેધ કર્યો હોવાથી તેને બહાર ગયેલો જાણીને શ્વેતાંબીથી કેટલાક રાજકુમારો ત્યાં આવ્યા અને આવીને પવનની જેમ આખા વનને ભાંગવા લાગ્યા અને ચોરની જેમ છૂપા રહીને ઇચ્છા મુજબ ફળો ગ્રહણ કર્યા. ૧૯૦-૧૯૧ી પાછો આવ્યો ત્યારે ગોવાળિયાઓએ તેને કહ્યું કે હે ચંડકૌશિક ! કેટલાક દુષ્ટોએ અનાથની જેમ તારા વનને ભાંગી નાંખ્યું, જુવો જુવો. ૧૯રા પરશુરામે ક્ષત્રિયોના વધ માટે ઉદ્યમ કર્યો હતો, તેમ ક્રોધથી બળતો એવો તે હાથમાં કુહાડો લઈને જલદીથી દોડ્યો. ૧૯૩ll વાઘને જોઈને શિયાળીયાની જેમ સંહાર કરવામાં તત્પર, રુદ્ર જેવા તેને જોઈને સર્વે રાજપુત્રો નાસી ગયા. ૧૯૪ો અને દોડતો એવો તે પગ વડે સ્કૂલના પામતો ખાડામાં પડ્યો. પોતાના જ કુહાડા વડે તેના મસ્તકના બે ભાગ થઈ ગયા. જલદીથી તે મરણ પામ્યો. ખરેખર સંસારની સ્થિતિ આવી છે. ૧૬પા તે જ વનની મૂર્છાથી અને પૂર્વ ભવના અભ્યાસથી અત્યંત ક્રોધાયમાન એવો તે, તે વનમાં જ દૃષ્ટિવિષ સર્પ થયો. ૧૯વા તે ચંડકૌશિક મરી ગયો છે, તે સાંભળીને તાપસી પોતાના આશ્રમમાં પાછા આવ્યા. સ્થાનનો મોહ કોને નથી હોતો ? I૧૯૭ll હવે ભમતો એવો તે સર્પ જો પક્ષીઓને પણ જુવે તે સર્વને કોપવાળી પોતાની દૃષ્ટિથી જોઈને તે જ ક્ષણે ભસ્મસાત્ કરતો હતો. ૧૯૮ી તેની દૃષ્ટિની પાસે જેટલા પણ તાપસી આવ્યા તે બધાને બાળી નાંખ્યા. જીવતા એવા કેટલાક કેમે કરીને પલાયન થયા. //૧૯૯ો ત્યાં બાર યોજન ક્ષેત્રને ઉજ્જડ કરીને તે વનને ત્રણ પ્રદક્ષિણા કરતો હતો અને ત્યારબાદ પોતાના આશ્રમના બિલમાં તે રહ્યો. ll૧૭ll
એક વખત જ્ઞાનથી તે બોધને યોગ્ય છે એમ જાણતા છમસ્થ ભગવાન વીર લોકો વડે અટકાવવા છતાં તે આશ્રમમાં આવ્યા. ૧૭૧ી તેના ઉપર ઉપકાર કરવાની ઇચ્છાથી પોતાની પીડાને અવગણી તેની નજીકના મંડપની અંદર પ્રતિમા વડે રહ્યા. I/૧૭રી યમુનાના પ્રવાહ જેવો, પૃથ્વીના વેણીદંડ જેવો, કાળરાત્રિની જિલ્લા જેવો અને રાક્ષસના ખગ જેવો ભગવંતના ગંધથી પ્રચંડ ક્રોધાયમાન અને અત્યંત અભિમાનથી યુક્ત એવો તે દૃષ્ટિવિષ સર્પ બિલમાંથી બહાર નીકળ્યો. ૧૭૩-૧૭૪ શ્રી વીર પ્રભુને જોઈને ક્રોધથી ઉદ્ધત થયેલા તે સર્વે વિચાર્યું કે આ શું મને જાણતો નથી અથવા તો અભિમાનથી મારી અવજ્ઞા કરે છે ? ૧૭પા તેથી દુષ્ટબુદ્ધિવાળા આને હમણાં ભસ્મસાત્ કરું. ફણાટોપવાળો સૂર્યની સામે જોઈને દૃષ્ટિ વડે પ્રભુની સામે જોયું. II૧૭કા વિષથી યુક્ત એવી દૃષ્ટિ પ્રભુ ઉપર સમર્થ ન થઈ. પ્રૌઢ પણ વડવાનલ શું દરિયાને શોષણ કરવામાં સમર્થ થાય ? ૧૭પાછા વળી વળી સૂર્ય સામે જોઈને દૃષ્ટિવાળા તેણે પ્રભુ ઉપર ફેંકી. પરંતુ તે જ્વાળા પ્રભુ ઉપર મૃણાલતા (કમળની નાળ) જેવી થઈ. ૧૭૮ હવે ગુસ્સાથી પ્રભુને સંસ્યો. મારા વિષના આવેગથી મૂચ્છ પામીને હમણાં મારા ઉપર પડશે, એમ ધારીને જલદીથી દૂર ખસ્યો. ll૧૭૯ો વારંવાર વંશ આપતા પણ પ્રભુને વિષની પીડા ન થઈ. પરંતુ ડંશના સ્થાનમાં દૂધ જેવું રૂધિર તેણે જોયું. ૧૮lી ત્યારબાદ તેવા પ્રકારના સાક્ષાત્ (પ્રત્યક્ષ) પ્રભુના અતિશયને તે સર્વે જોયો. ક્ષણવારમાં તે શાંત વાળાની દૃષ્ટિવાળો થયો. ૧૮૧ ત્યારબાદ ઉપદેશ યોગ્ય તેને જાણીને ભગવાને કહ્યું