________________
૧૧૨
સમ્યક્ત્વ પ્રકરણ
આ મહાત્મા પરસ્ત્રી સહોદર છે. આસોપાલવના વૃક્ષની જેમ આ તારી પ્રતિજ્ઞા ફળને ભજનારી નહિ થાય. ૭૭ી અભયાએ કહ્યું કે હે માતા ! જો એમ જ છે તો પણ તેને એક વખત તું અહીં લઈ આવ. બીજું હું સ્વયં કરીશ. II૭૮ અતિઆગ્રહ હોવાથી પંડિતાએ કહ્યું કે હે પુત્રી ! એ પર્વ દિવસે કોઈ પણ શૂન્ય ઘરમાં કાયોત્સર્ગ વડે રહે છે. ll૭૯ો આને કેવી રીતે અહીં લાવવો ? બાળકની જેમ કોઈ પણ બહાનાથી સાદડીમાં ચઢાવીને પ્રવેશ કરાવવા યોગ્ય છે. I૮૦ હવે પહેરેગીરોને વિશ્વાસમાં લાવવાને માટે તેણી દેવીને પૂજવાને માટે કપડામાં વીંટળાયેલી યક્ષની પ્રતિમા મહેલમાં લવાઈ. ll૮૧ી પહેલા દિવસે તો સંભ્રમથી આ શું છે ? એમ તેઓને લાગ્યું. પરંતુ દરરોજ પ્રતિમાને લાવતા જોઈને વિશ્વાસને પામ્યા. ll૮રા હવે ત્યારે ત્યાં આનંદિત કર્યા છે જગતના જીવોને જેને અને ક્રીડારૂપી નર્તકીની રંગભૂમિ સમાન કૌમુદી મહોત્સવ આવ્યો. ll૮all ત્યારબાદ આગલા દિવસે રાજાએ પટહ વગડાવ્યો કે સવારમાં રાજા અંતપુર સહિત ઉદ્યાનમાં કીડા કરવા માટે જવાના છે. ll૮૪તો સર્વે નગરજનોએ પોતાની શ્રેષ્ઠ રિદ્ધિસિદ્ધિ સહિત, શૃંગાર વગેરે આડંબર પૂર્વક રાજાની આજ્ઞાથી ત્યાં આવવું. ll૮પા તે સાંભળીને ખિન્ન મનવાળા સુદર્શને વિચાર્યું કે આવતીકાલે કાર્તિક ચૌમાસી પર્વનો ધર્મ કરવા યોગ્ય થશે. l૮ડા ધર્મમાં વિઘ્ન કરનારી આવા પ્રકારની રાજાની આજ્ઞા છે. તેથી રાજાની પાસે જઈને પૂછું બીજાઓને કહેવા વડે શું? II૮૭થી આ પ્રમાણે વિચારીને રાજાની પાસે જઈને અને નમીને મહાકિંમતી રત્નોના થાળનું ભંટણું કરીને તે રાજાની આગળ રહ્યો. II૮૮ કાર્તિક પૂર્ણિમાના ચંદ્ર જેવી પ્રસાદથી ઉજ્જવલ દૃષ્ટિ વડે સુખ કરતા રાજાએ તેના આગમનનું કારણ પૂછ્યું. II૮૯માં તેણે પણ કહ્યું કે હે રાજા ! કાલે સવારના ચોમાસાનો દિવસ છે. તેથી મારે ચૈત્યમાં પૂજા વગેરે ધર્મકૃત્યો કરવા યોગ્ય છે. તેથી ધર્મમાં વિદ્ધને કરનારી તમારી આજ્ઞા હું કેવી રીતે પાળું ? શું કરું ? રાજાએ પણ કહ્યું, ઇચ્છા મુજબ કર. તારો કલ્યાણકારી માર્ગ નિર્વિઘ્નવાળો હો. I૯૦-૯૧// ધર્માર્થી આપના જેવા કોઈક વિરલા જ છે. તેથી હું તમારા જેવાને માટે અંતરાયને કરનારો કેમ થાઉં ? કરો ત્યારબાદ રાજાની અનુજ્ઞા મળવાથી અત્યંત આનંદથી યુક્ત એવા સુદર્શન શ્રેષ્ઠી પોતાના નિવાસ-સ્થાને ગયો. ll૯૭ll પ્રાતઃ જિનાલયમાં અરિહંત પરમાત્માના અભિષેક વગેરે પૂજા કરીને કર્મરોગને હણનારા મહાઔષધ સમાન પૌષધને કર્યો. l૯૪ આત્મામાં રમણતા કરનાર મનવાળા એવા યોગીન્દ્રની જેમ નિશ્ચલ રાત્રિમાં બહાર ક્યાંક કાયોત્સર્ગમાં રહ્યા. II૯પી
સુદર્શનને ભેટવા માટે અત્યંત આકુળ એવી અભયા પણ મસ્તકની પીડાના બહાનાથી મહેલમાં જ રહી. l૯લા તે અવસરને પામીને પંડિતાએ પણ તેને જોઈને તેને ઉપડાવીને યક્ષની પ્રતિમાના બહાનાથી જલદીથી અંતઃપુરમાં મૂકાવ્યો. II૯ી દેવી આગળ તેને મૂકીને કહ્યું કે હે દેવી ! આ જ સુદર્શન છે. સાક્ષાત્ કામદેવ જેવા તેને જોઈને રાણી પણ ખુશ થઈ. ૯૮l હવે કામથી અત્યંત પીડાયેલી કામસૂત્રના પ્રણેતાએ કહેલા તે તે તાલ આપવા વડે તેના ચિત્તને ક્ષોભ પમાડવા માટે જલદીથી ત્યારે તેણીએ આરંભ કર્યો. ત્યાં શ્રી વીર પરમાત્મા, સંગમદેવે વિદુર્વેલ અપ્સરાઓ વડે જેમ ક્ષોભ ન પામ્યા, તેમ સુદર્શન પણ તેણીના વિકારો વડે ક્ષોભ પામ્યો નહિ. /૧૦ ના બલાત્કારે હું આને ચલિત કરું એમ વિચારી અત્યંત ક્ષોભ પમાડવાને માટે આણીએ આરંભ કર્યો. પરંતુ કશું થયું નહિ. તેથી કાળી થયેલી શરમાયેલાની જેમ વિલખી થઈ. ૧૦૧/ જે કારણથી હું આખી પણ રાત વડે આ પુરૂષોત્તમને મહાસંકટરૂપી સમુદ્રથી ઉદ્ધાર કરવાને સમર્થ ન થઈ. /૧૦રી તેથી “મારી આ કલાઓ વડે શું ?” એ પ્રમાણે ખેદ પામેલો ચંદ્ર પણ બીજા દ્વીપમાં ગયો. (અર્થાત્