________________
ચોથા વ્રતની કથા - સુદર્શન શેઠ
તેણીની સાથે જ તેના ઘરે ગયો. //પ૧// “કપિલ ક્યાં છે ?' એમ તેણે પૂછ્યું, ઘરના અંદરના ભાગમાં છે, એમ તેણીએ કહ્યું ! વિકલ્પ રહિત અને સારી બુદ્ધિવાળો સુદર્શન અંદર ગયો. //પરા તેણીએ પણ બહારનો દરવાજો બંધ કરીને ત્યાં આવીને તેને કહ્યું. તમારા મિત્ર તો ગામ ગયા છે. પરંતુ કામથી પીડાયેલી હું છું. //પ૩ll જ્યારથી કપિલે મનોહર એવા તમારા ગુણો મને કહ્યા, ત્યારથી દેવતાની જેમ તમારું ધ્યાન ધરું છું. /પ૪ કપટ બુદ્ધિથી આજે તમને મેળવ્યા છે. હે કૃપારૂપી સમુદ્ર પોતાના સંગમરૂપી ઔષધિ વડે મારા કામરૂપી મહા જ્વરનું હરણ કરો. પપી.
હવે ઔત્પાતિકી બુદ્ધિથી વિચારીને સુદર્શને પોતાના શીલનું રક્ષણ કરવા માટે કપિલા તરફ કહ્યું. પકા હે કલ્યાણકારી ઇંદ્રાણી સરખી તારી સાથે રમવાને માટે કોણ ન ઇચ્છે ! પરંતુ ભાગ્યયોગે હું નપુંસક છું. આથી હું શું કરું ? પછી આ ગુપ્ત વાત તમે કોઈને પ્રકાશ નહિ કરો, એવા સોગંદ લો. અન્યથા લોકમાં મારો પરાભવ થશે. ll૧૮ ત્યારબાદ વિરક્ત થયેલી તેણીએ પણ કહ્યું કે આ મારી વાત પણ તું કોઈને નહિ કહેતો હે કલ્યાણકર ! તું જલ્દી જા અને સુખી થા. //પલા હા, આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે યમના મુખની જેમ તેના ઘરમાંથી અખંડ શીલથી જીવતો તે બહાર નીકળ્યો. કoll અવિવેકના નિધાન સરખી તેમજ કપટ માયાની ઉત્પત્તિ ભૂમિ સરખી નારીઓ અકાર્યમાં ખરેખર તત્પર હોય છે. એવું તેણે મનમાં વિચાર્યું. કલા રાક્ષસી જેવી આની પાસેથી તો છળ કપટ દ્વારા આજે છટકી ગયો છું. પરંતુ આજથી હવે કોઈના પણ ઘરમાં એકલો જઈશ નહિ. Iકરી રાક્ષસી ડાકિની જેવી પરસ્ત્રીથી દૂરથી જ ત્રાસ પામતો શુદ્ધ બુદ્ધિવાળો એવો તે પોતાના શીલનું પાલન કરતો હતો. કall
એક વખત વસંતઋતુમાં નગરજનો સાથે રાજા ઉદ્યાનની સંપત્તિને ભોગવવાને મોટા ઐશ્વર્ય સાથે નીકળ્યો. ૯૪ સર્વ રાણીઓમાં શ્રેષ્ઠ એવી અભયા કપિલાની સાથે શિબિકામાં આરૂઢ થઈ. કુપા ઇંદ્રાણી જેમ વિમાન દ્વારા તેમ મનોરમા શ્રેષ્ઠિની પણ પોતાના છ પુત્રો યુક્ત વાહનમાં રહેલી નીકળી. Iકલા સુદર્શન શેઠ અને કપિલ પણ ત્યાં ગયા. માત્ર ત્યાં સ્થાવરો જ ચાલતા ન હતા. ઘણું કહેવા વડે શું ? આખું નગર વસંત મહોત્સવ નીહાળવા ઉમટેલું. કશી મનોરમાને જોઈને કપિલાએ અભયાને કહ્યું, વનરાજીમાં કલ્પલત્તાની જેવી આ સ્ત્રી કોણ છે ? રાણીએ કહ્યું કે મહાસતી એવી સુદર્શનની પત્નીને શું તું નથી ઓળખતી ? ત્યારે કપિલાએ કહ્યું, સતી એવી આને પુત્રો ક્યાંથી ? Iકલી રાણીએ કહ્યું, તું શું બોલે છે ? તેણીએ કહ્યું કે તેનું કારણ એ છે કે સુદર્શન નપુંસક છે. મેં તેની પરીક્ષા કરી છે. ૭ll અભયાએ કહ્યું કે હે તપસ્વી, અજ્ઞાની તું ખરેખર છેતરાણી છે. આપના જેવી પરસ્ત્રીઓ પ્રત્યે સુદર્શન ખરેખર નપુંસક જ છે. ||૭૧ી તેની સર્વ વાત જાણીને રાણી કપિલા ઉપર હતી. તેથી ઇર્ષાપૂર્વક કપિલાએ કહ્યું, તું બહુ હોંશિયાર છે તો તે તેની સાથે કામક્રીડા કરે તો ખરેખર હોંશિયાર કહેવાય. ll૭ર// અરે ! હું આની સાથે કામક્રીડા ન કરું તો અગ્નિમાં હું પ્રવેશ કરીશ. એ પ્રમાણે અભયાએ કપિલાને કહ્યું. ૭૩ll આ પ્રમાણે બંનેનો વાર્તાલાપ થયો. ત્યારબાદ ઉદ્યાનમાં જઈને સુખપૂર્વક લાંબા કાળ સુધી રમીને તે બંને પોતપોતાના સ્થાને ગયા. ll૭૪ll.
હવે રાણીએ પંડિતા નામની પોતાની ધાવમાતાને પોતે જે પ્રતિજ્ઞા કરેલી હતી, તે કહી ત્યારે ધાવમાતાએ કહ્યું, આ તેં સારું કર્યું નથી. ll૭પી કદાચ આકાશ અને પૃથ્વીનું ઉલટાપણું પણ થાય, સમુદ્ર પણ સૂકાઈ જાય, જ્યોતિષચક્ર કદાચિત્ આકાશમાંથી પડે તો પણ સુદર્શન ક્ષોભ પામશે નહિ. ૭કા વળી હે પુત્રી !