________________
૧૧૦
સમ્યકત્વ પ્રકરણ
ભેંસોએ નદીમાં પ્રવેશ કર્યો. ર૫-૨વા આ ભેંસો સામે કિનારે રહેલ બીજાના ક્ષેત્રમાં પ્રવેશ ન કરે એ પ્રમાણે નમસ્કાર મંત્રનું ધ્યાન કરતો સુભગ પણ જલદીથી જંપ લગાવીને નદીમાં પડ્યો. રા નદીમાં પડતાં જ કોઈક દુષ્કર્મના વિપાકથી નહિ દેખાતા એવા અંદર રહેલા ખેરલાના ખીલા વડે તે વીંધાયો. રિટા. મરીને પંચપરમેષ્ઠિના ધ્યાનથી ઉત્પન્ન થયેલા સારા કર્મ વડે પોતાના સ્વામીની પત્નીની કુક્ષિમાં પુત્રપણા વડે ઉત્પન્ન થયો. ll૧૯ો બે માસ પસાર થયે છતે અહદ્દાસીને અરિહંત પરમાત્મા, સુસાધુ, સંઘ વગેરેની પૂજા વગેરેના ધર્મમય દોહલા થયા. ૩૦Iી આનંદિત થયેલા શેઠે તે દોહલા પૂરા કર્યા અને ગર્ભકાળ પૂર્ણ થયે છતે તેણીએ પુત્રને જન્મ આપ્યો. ૩૧ દાસી દ્વારા પુત્રની વધામણી શેઠને અપાઈ. ઉદારતાપૂર્વક શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ કર્યો. ૩૨ll હવે શ્રેષ્ઠીએ સમસ્ત સ્વજનની સમક્ષ ઉત્સાહપૂર્વક પ્રીતિથી સુદર્શન એમ તેનું નામ કર્યું. ll૩૩ll,
હવે ક્રમપૂર્વક વધતા એવા તેણે સમસ્ત કળાઓ ગ્રહણ કરી અને સાર્થક નામવાળી મનોરમા કન્યા તેને પરણાવી. ||૩૪ ધર્મ, અર્થ, કામરૂપી ત્રણ વર્ગને સાધવામાં તત્પર એવો સુદર્શન મનોરમાની સાથે સુદર્શનચક્રથી કરાયેલી પ્રીતિવાળા કૃષ્ણની જેમ આનંદ કરે છે. ૩પી સંસાર ઉપર વિરક્ત બુદ્ધિવાળા, સંયમ સામ્રાજ્યને ઇચ્છતા એવા તેના પિતાને એક વખત વૈરાગ્ય સંપત્તિ વશ થઈ અર્થાત્ વૈરાગ્ય વાસિત તેના પિતા થયા. ૩ડા નગરના અધ્યક્ષ અને નગરજનોને પોતાના ઘરે બોલાવીને યથાયોગ્ય વસ્ત્રભોજન અને તાંબૂલ વડે તેઓનું સન્માન કરીને રાજા વગેરેને જણાવેલા પોતાના અભિપ્રાયને કહીને પોતાના પદે પોતાના પુત્ર સુદર્શનને સ્થાપન કર્યો. ૩૭-૩૮ll કલ્યાણના નિધિ સરખા શ્વેતાંબર આચાર્ય પાસે સ્વયં શ્રેષ્ઠીએ યથોક્ત વિધિપૂર્વક સંયમ લક્ષ્મીને ગ્રહણ કરી. ૩૯હવે તે સુદર્શન વિશેષથી રાજમાન્ય થયો. નગરજનો પિતા કરતાં તેને ક્રોડગણું માન આપતા હતા. ll૪૦ના ત્યાં બીજો એક રાજાની નજીક રહેલો કપિલ નામનો રાજપુરોહિત હતો અને મિત્રતાથી સુદર્શનના છેડાને (નજીકપણાને) ક્યારે પણ તે મૂકતો નથી. ૧૪૧
એક વખત કપિલા નામની પત્નીએ કપિલને કહ્યું કે હે સ્વામી ! મૂઢ બુદ્ધિવાળા તમે જ્યારે કામ હોય તે અવસરે ક્યાં રહો છો ? I૪રી કપિલે કહ્યું કે હું સુદર્શનની નજીક રહું છું. માટે ! તેણીએ કહ્યું કે કોણ સુદર્શન? કપિલે કહ્યું કે હે પ્રિયા ! શું તું સુદર્શનને પણ જાણતી નથી ? Il૪all હે પ્રિયા ! જો એ કોણ છે તે હું તને કહું છું. હમણાં સાવધાન થઈને સાંભળ. તેના ગુણો સાંભળીને પણ તારું જીવિત કૃતાર્થ થાઓ. I૪૪ તેજ વડે સૂર્ય, સૌમ્યતા વડે ચંદ્ર, રૂપ વડે કામદેવ, પોતાના વૈભવની વિશાળતા વડે કુબેર સરખો છે અને વળી સૌભાગ્ય વડે એના જેવો બીજો કોઈ નથી. //૪પો વળી સર્વ ગુણોના રાજા સરખા એક શીલ (સદાચાર) ગુણ વડે ત્રણ લોકમાં તેને જીતનાર કોઈ નથી. આથી વિશેષ બીજું શું શું તેના વિષે કહું. જો બ્રહ્માએ સમગ્ર ગુણવાળો તેને બનાવ્યો છે. જડબુદ્ધિવાળા મૂર્ખ એવા અમારા વડે કેવી રીતે તેના ગુણો વર્ણન કરી શકાય ? I૪૭થા તેના આવા ગુણો સાંભળીને કપિલા તેના પર અનુરાગી થઈ. હંમેશાં કોઈપણ રીતે તેનો સંગમ કરવાના ઉપાયમાં તે વ્યગ્ર રહેતી હતી. ll૪૮ કોઈ પણ રાજ કાર્ય માટે કપિલ ગામ ગયે છતે સુદર્શનની પાસે જઈને માયાપૂર્વક કપિલા બોલી. II૪૯ી શરીરના કારણે તમારા મિત્ર આજે તમારી પાસે આવ્યા નથી (અર્થાત્ તેનું શરીર સારું નથી) તમારા વિના ઉદ્વિગ્ન એવા તેણે તમને બોલાવાને માટે મને મોકલી છે. ૫oll હે કલ્યાણકારી ! આ મારા વડે જણાયું નથી. આ પ્રમાણે બોલતો વિસ્મયવાળો સુદર્શન