________________
ચોથા વતની કથા - સુદર્શન શેઠ
૧૦૯
હવે ચોથા વ્રત ઉપરનું ઉદાહરણ કહે છે. સુદર્શન શેઠ આ જ જંબૂદ્વીપના મધ્ય ખંડમાં ભરત ક્ષેત્રમાં નિપ્રકંપ એવી ચંપાપુરી નગરીમાં દધિવાહન રાજા હતો અને તેને ફક્ત નેત્રોના વિલાસ વડે જ મૃત્યુલોકમાં પૃથ્વી પર આવેલી છે એમ જણાતી, અપ્સરા જેવી અભયા નામે રાણી હતી. ||૧-૨ો ૩૫ વડે ઇન્દ્રાણીને, સૌભાગ્ય વડે પાર્વતીને અને વાણી વડે સરસ્વતીને પણ પરાભવ પમાડીને જે અત્રે રહેલી હતી. [૩] તે નગરીમાં મહાજનોમાં શ્રેષ્ઠ એવો તેમજ જિનશાસનરૂપી બગીચામાં વિલાસના રસની લાલસાવાળો ઋષભદાસ શ્રેષ્ઠ શ્રેષ્ઠી હતો. જો તેને જયરૂપી લક્ષ્મીના જેવી ધર્મમાં સ્થિર રાજ્યલક્ષ્મીની જેમ સમર્થ એવી અર્હદ્દાસી નામની પત્ની હતી. તે શ્રેષ્ઠીને સ્વભાવથી ભદ્રક પ્રકૃતિવાળો ધર્મને જેણે સાંભળ્યો નથી કે જોયો નથી એવો ભેંસોનું પાલન કરનારો સુભગ નામનો નોકર હતો. હા એક વખત ભેંસોને ચરાવીને સાંજના પાછા વાળતાં નગરની નજીકમાં પ્રતિમા વડે સ્થિર એવા એક મુનિને તેણે જોયા. Illી. વસ્ત્ર રહિત રહેલા મુનિને જોઈને તેણે વિચાર્યું કે મહા મહિનામાં હિમ પડે છે, તો આ તપસ્વી કેવી રીતે રહેશે ? Iટ એ પ્રમાણે વિચારતો ઘરે ગયો. ફરીથી રાત્રિમાં ઠંડીથી પીડાતો તે સાધુનું સ્મરણ કરીને ચિંતાતુર થયો. leી રાત્રિ પૂર્ણ ન થયે છતે પણ અર્થાત્ વેળાસર ઉઠીને ભેંસોને લઈને મુનિની પાસે જતાં એવા તેણે તેવા પ્રકારના જ (કાઉસ્સગ્નમાં રહેલા) મુનિને જોયા. II૧૦ના ભક્તિસભર એવો તે મુનિને નમસ્કાર કરીને જેટલામાં પર્યાપાસના કરે છે, તેટલામાં અંધકારનો નાશ કરનાર એવો સૂર્યોદય થયો. /૧૧| નમો અરિહંતાણે એ પ્રમાણે બોલીને તેના દેખતાં જ જલદીથી આકાશમાં જેમ પક્ષી ઉડે તેમ સાધુ ઉડ્યા. /૧૨ નમસ્કાર મંત્રનું પહેલું પદ સાંભળીને સુભગે પણ આકાશ ગમનનો આ મંત્ર છે, એમ સમજીને ક્યારે પણ તેને છોડ્યો નહિ અર્થાત્ હૃદયમાં અસ્થિમજ્જા કર્યો. ll૧૩] તે મંત્રને સાંભળીને શ્રેષ્ઠીએ તેને કહ્યું કે ભવરૂપી કૂવામાં પડતા પ્રાણીને હાથનું આલંબન આપનાર આ મંત્ર તેં ક્યારે પ્રાપ્ત કર્યો. ll૧૪ll સુભગે પણ તેની પ્રાપ્તિનો વૃત્તાંત કહ્યો. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું, ફક્ત આ આકાશગામિની જ વિદ્યા નથી. ખરેખર સર્વ ઋદ્ધિને આપનાર આ છે. I/૧૫ll દેવ દેવેન્દ્રપણું વિદ્યાધરપણું આદિ લબ્ધિઓ તેમજ તીર્થકર લક્ષ્મી પણ સર્વ આના પ્રતાપથી ઉત્પન્ન થયેલ છે. ll૧ડા વળી સર્વ અતિશયના વર્ણનવાળી પરમેષ્ઠિ મંત્રની સ્તુતિને કેવળજ્ઞાની વિના બીજો કોઈ પણ કરવા માટે સમર્થ નથી. ૧૭ી તેથી હે ભદ્ર ! કલ્યાણને કરનાર એવું આ પદ જે તને મળ્યું છે, તેથી તું ધન્ય છે. પરંતુ અપવિત્ર સ્થાનોમાં તે ક્યારે પણ બોલવો નહિ, જપવો નહિ. ll૧૮ તેણે પણ શ્રેષ્ઠિને કહ્યું એક ક્ષણ પણ આ મંત્ર મૂકી દેવા માટે હું સમર્થ નથી. ત્યારબાદ શ્રેષ્ઠિએ સંપૂર્ણ નવકાર મંત્ર તેને ભણાવ્યો. ૧૯ll આનંદિત થયેલો તે પણ તે મંત્રને ભણ્યો અને બુદ્ધિવાળો તે નિરંતર તેનું પરાવર્તન કરતો હતો. તેટલામાં વર્ષાઋતુ આવી. ૨૦ મિથ્યાત્વના પડલો વડે જેમ જીવનું સ્વરૂપ ઢંકાઈ જાય તેમ ચારે બાજુથી આકાશને કાળા અંધકારવાળા વાદળોએ ઢાંકી દીધું. ર૧|| આકાશરૂપી બગીચામાં વાદળના ખોળામાં વીજળી રૂપી લતા થઈ. નાટ્યારંભ શરૂ થતાં વાજિંત્ર વાગે તેમ વરસાદનો ગર્જના કરતો ધ્વનિ થયો. ૨૨ા દર્દૂર વાજિંત્રના અવાજની જેમ દેડકાના અવાજો વડે (વાતાવરણ) શોભતું હતું. બાણની ધારા સરખી પાણીની ધારા પડી અર્થાતુ મૂશળધાર વરસાદ પડ્યો. ર૩) રાતા રંગવાળા મરકત મણિરત્નથી બંધાયેલી હોય તેમ લાલ રંગના ઈન્દ્ર ગોપ કીડાથી (વર્ષાઋતુમાં થાય) વ્યાપ્ત એવા નવા ધાન્યના અંકુરાવાળી પૃથ્વી થઈ. ll૨૪ll.
આવા પ્રકારની વર્ષાઋતુ હોતે છતે એક વખત ભેંસોને ચરાવીને સુભગ સાયંકાળે પોતાના ઘર તરફ પાછો ફરતો હતો. ત્યારે વચમાં દુઃખેથી કરાય તેવું નદીનું પૂર આવ્યું. જલદીથી પાણી છે પ્રિય જેને એવી તે