________________
૧૦૮
સમ્યકત્વ પ્રકરણ
સોંપી દીધું. I૯૮ ચોરે પણ પોતાના વૃત્તાંતને કહીને અને પોતાના મનુષ્યોને પ્રતિબોધ કરીને અભય અને શ્રેણિક રાજાની સાથે વીર પ્રભુ પાસે ગયો. ૯૯ll
રોહિણેયે પ્રભુને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિનું ! યોજનગામિની એવી આપની વાણી દુરુત્તર એવા સંસારસાગરમાં ડૂબતા પ્રાણીઓને નૌકાનું આચરણ કરનારી છે. /૧૦૮ll પોતાને હોંશિયાર માનતા મૂઢ એવા મારા પિતાએ આપનું વચન સાંભળવાનો નિષેધ કર્યો હતો અને મૂર્ખશેખર એવા મેં આટલા દિવસ સુધી આપની વાણી સાંભળી નહિ. /૧૦૧ી હા હા આપના વચનનો ત્યાગ કરીને ચોરની વાણીમાં પ્રીતિ કરી. આ તો ખરેખર કાગડાની જેમ આમ્રફળને છોડી દઈને લીમડાના ફળમાં પ્રીતિ કર્યા જેવું મેં કર્યું. ./૧૦૨ll હે સ્વામિન્ ! તમારા ઉપદેશનો એક અંશ પણ શાંતિને આપનાર છે. સાકરનો કણ પણ શું મધુરતાને ભજનાર થતો નથી ? ૧૦૩ll હે પ્રભો ! શ્રદ્ધાનો નાશ કરીને પણ જે હંમેશાં આપની વાણી સાંભળે છે, તેને પણ લાભ થાય છે તો જેઓ શ્રદ્ધાથી આપની વાણીનું પાન કરે તેને શું શું ન થાય ? I૧૦૪|| તમારા વચનને નહિ સાંભળવાની ઇચ્છાવાળો પાપી એવો હું કાને હાથ દઈને એ સ્થાનને ઓળંગી જતો હતો. I/૧૦૫ll અનિચ્છાએ પણ એક વખત તમારું વચન મેં સાંભળ્યું. તે વચન અભયકુમારની બુદ્ધિરૂપી બાણમાં
અલના ન પામ્યું. ૧૦ાા હે જગત્પતિ ! આપના ઉપદેશના એક અંશે મને મરણથી બચાવ્યો છે તો હવે મને હંમેશને માટે અમર બનાવો અર્થાત્ સંસારસાગરથી તારો. ૧૦૭ll તેવા પ્રકારના અમરભાવને સંપાદન કરવામાં રસાયણ સરખા સાત્ત્વિક એવા સાધુધર્મને તે સ્વામિ ! મને આપો. ૧૦૮ શ્રેણિક અને અભયકુમારે કર્યો છે. નિષ્ક્રમણ મહોત્સવ એવા રોહિણેયનો ત્યારે ભાવ દ્વિગુણી વૃદ્ધિ પામ્યો. ./૧૦૯ શ્રીમદ્ વીર જિનેશ્વર પાસે પ્રવજ્યાને સ્વીકારીને સ્વામીની વાણીનું અમૃત પાન કરતા રોહિણેયે પણ સ્વામીની સાથે વિહાર કર્યો. ./૧૧૦ળી ત્યાર બાદ શરીર પ્રત્યે નિરપેક્ષ એવા તેણે ચતુર્થ (એક ઉપવાસ)થી આરંભીને છે માસી ઉપવાસ સુધી દુષ્કર અને ઉજ્જવલ તપને તપ્યા. ll૧૧૧// તથા મહાધર્યવાળા તે સાધુએ એકાસણાની જેમ એકાવલી વિગેરે ઘણા મહાઘોર તપો કર્યા. /૧૧૨ તપ રૂપી લક્ષ્મી વડે દીપતા, હાડકા અને ચામડી છે બાકી એવા અંગવાળા તે મુનિ ઉનાળામાં આતાપનાને અને શીયાળામાં ઠંડીને સહતા હતા. I/૧૧૩. એક વખત વળી પ્રભુ વીરસ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા અને શ્રેણિક રાજા પણ સ્વામીને વંદન કરવા માટે આવ્યા. I/૧૧૪ પ્રભુને નમસ્કાર કરીને ઉત્કૃષ્ટ ભક્તિવાળા અંજલિ જોડીને રાજાએ પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ ! આપના મુનિપુંગવોમાં કયા મુનિ વિશેષથી મહાસત્ત્વશાળી છે. 7/૧૧૫ll ત્યારે પરમાત્માએ કહ્યું કે હે રાજા ! સર્વે મુનિમંડળમાં રોહિણેય વિશેષથી મહાસાત્ત્વિક છે. ll૧૧૬ો ત્યાર બાદ અતિ ભક્તિવાળા શ્રેણિક રાજાએ તેમને પણ પ્રણામ કર્યા. ગુણો વડે પથ્થર પણ શું દેવની બુદ્ધિથી પૂજાતો નથી ? I/૧૧થી હવે અતિ ઉગ્ર તપરૂપી અગ્નિથી ભસ્મસાત્ કરી નાંખ્યા છે દુષ્કૃત્યો એવા તેણે અંત સમય પ્રાપ્ત થયે છતે પરમાત્માને પૂછીને. II૧૧૮ આલોચના કરીને સમસ્ત પ્રાણીઓને ખમાવીને ફરીથી વ્રતનો ઉચ્ચાર કર્યો. તેમજ અમૃત સરખા સમતારૂપી રસને પીતા એવા તેણે પૂર્ણ આરાધના કરીને સુબુદ્ધિશાળી એવા તેણે અનશનને સ્વીકારીને વૈભારગિરિ પર્વત પર પાદપોપગમન અનશન કર્યું. ll૧૧૯-૧૨ll શુભ ધ્યાનપૂર્વક પંચપરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરતાં સમાધિ મૃત્યુને પામી મનુષ્ય દેહનો ત્યાગ કરીને રોહિણેય મુનિ દેવલોકે ગયા. ક્રમપૂર્વક મોક્ષને પ્રાપ્ત કરશે. ૧૨૧//
|| અદત્તાદાન વિરમણ વ્રત ઉપર રોહિણેયની કથા સમાપ્ત. /all