________________
ત્રીજા વ્રતની કથા - રોહિણેય કથા
૧૦૭
આકર્ષાયો. II૭૩॥ એટલામાં એકાએક ઉઠેલા પ્રતિહારે આક્ષેપ સહિત સંગીતના આડંબરને રોકીને નવા દેવને કહ્યું. II૭૪॥ હે દેવ ! અહીં આ આચાર છે કે જે પ્રથમ પોતે કરેલું શુભ અથવા અશુભને જણાવીને (પ્રકાશીને) આ લક્ષ્મીને (સ્વર્ગના સુખભોગને) ભોગવે. આ પ્રમાણે તમે પણ કરો. II૭૫) ત્યારબાદ તેણે વિચાર્યું કે પાપિષ્ટ એવા મને સ્વર્ગ ક્યાંથી મળે ? મારી ખાતરી જાણવાને માટે જ અભયનો આ પ્રપંચ સંભવે છે. II૭૬॥ કાંટો કાઢવાના ક્ષણે વી૨ જિનેશ્વર પાસેથી જે દેવનું લક્ષણ સાંભળ્યું છે. તેથી તેના યથાર્થ નિર્ણયને કરું. II૭૭॥ આ પ્રમાણે વિચારીને તે ચોરે તેઓને પૃથ્વી પર સ્પર્શ કરતા નિમેષ દૃષ્ટિવાળા (મટકું મારતા) કરમાયેલી પુષ્પની માળાવાળા પરસેવાથી રેબઝેબ થયેલા જોયા. II૭૮૫ વળી દેવો મન વડે જ કાર્યને સાધનારા છે, એમ સાંભળ્યું છે અર્થાત્ મનમાં વિચારે તેટલામાં જ તેમનું કાર્ય થઈ જાય. જો હું દેવ હોઉં તો અહીં હમણાં રત્નની વૃષ્ટિ થાય. II૭૯૫ અને વૃષ્ટિ ન થઈ, તેથી સર્વ કપટના નાટકને જાણીને રોહિણેય પણ તેઓની પાસે કપટવૃત્તિથી જવાબ આપવાનો આરંભ કર્યો. II૮૦॥ હે ભો ! તમે સાવધાન થઈને સાંભળો. પૂર્વ જન્મમાં મેં સુપાત્રમાં દાન આપ્યું છે. જિનાલયો કરાવ્યા છે, તેમાં જિનબિંબ રચાવ્યાં છે. અષ્ટપ્રકારી પૂજા વડે તેમને પૂજ્યાં છે. ગુરુઓની પર્યુપાસના સેવા કરી છે. આગમો લખાવ્યા છે. II૮૨૫ આ પ્રમાણે સુકૃત્યોને જ કહેતો એવો તે પ્રતિહારી વડે કહેવાયો કે પોતાનાથી કંઈ પણ અશુભ કાર્યો થયા હોય, ચોરી વગેરે જે કંઈ દુષ્કૃત્ય કર્યું હોય તે કહો. II૮૩॥ તેણે કહ્યું કે સજ્જન પુરુષોના સંગથી કંઈ પણ અશુભ (દુષ્કૃત્ય) થયું નથી. જો દુષ્કૃત્ય કર્યા હોય તો તે આવા પ્રકારના સ્વર્ગને ન મેળવે (ન પામે). ॥૮૪॥ આ સર્વ વાર્તાલાપ પડદાની પાછળ રહેલા અભયકુમારે ત્યારે સાંભળ્યો અને વિચાર્યું કે ખરેખર આ ચોરે ક્યારે પણ જિનેશ્વર ભગવંતે કહેલા દેવના સ્વરૂપને સાંભળ્યું હશે. નહીંતર આ મારી બુદ્ધિરૂપી દો૨ડામાંથી નીકળવા માટે સમર્થ ન થાય. ॥૮૫-૮૬
હવે અભય પણ તેની પાસે આવીને તેને ભેટીને આ પ્રમાણે કહ્યું કે કોઈથી પણ પરાભવ નહિ પામેલો એવો આપના વડે હું પરાભવ પામ્યો છું. II૮૭॥ કિંતુ પોતાની બુદ્ધિથી જ આ પ્રમાણેનો ઉત્તર આપ્યો છે કે ક્યારે પણ અરિહંતનું વચન સાંભળ્યું છે. જે હોય તે યથાવસ્થિત સગા ભાઈની જેમ મને કહે. II૮૮॥ ત્યારબાદ સદ્ભાવથી તે ચોરે પોતાની કથા મૂળથી આરંભીને કહી અને કહ્યું, ચોરોનો અગ્રેસર રોહિણેય હું છું. II૮૯॥ હે મંત્રી ! બૃહસ્પતિ સમાન બુદ્ધિના નિધાન આપ અજેય છો. મારા જેવો કીડો માત્ર આવા પ્રકા૨નો આપનો જય કેવી રીતે કરી શકે. Ilol॥ પરંતુ હે અભયકુમાર ! વહાણ વડે જેમ મહાનદી તેમ અરિહંત પરમાત્માના વચનો દ્વારા દુર્લથ્ય એવી તમારી બુદ્ધિને હું ઓળંગી શક્યો. II૯૧॥ હે ભાઈ ! જો ત્યારે મેં અરિહંત પરમાત્માનું વચન સાંભળ્યું ન હોત તો. કઈ કઈ દુષ્ટ શિક્ષાઓ વડે રાજા દ્વારા હું ન મરાયો હોત ! II૯૨। હવે અભય તેને લઈ શ્રેણિક પાસે ગયો. તેણે પણ કહ્યું કે હે રાજન્ ! તમારા નગરને ચો૨ના૨ હું રોહિણેય નામનો ચોર છું. III લાંબા કાળથી ગુસ્સે થયેલા રાજાએ તેના વધને માટે તલવાર ખેંચી. ત્યારે અભયે કહ્યું હે દેવ ! આ કર્મ વડે સર્યું. II૯૪॥ આણે બુદ્ધિથી કે બળથી હું ચોર છું, એમ કહ્યું નથી. પરંતુ ભાઈ સ્વીકારીને પછી મને પોતાની કથા કહી છે. ૯૫॥ પોતે કરેલા મહેલના પ્રપંચરૂપ કપટને અભયમંત્રીએ કહ્યું ત્યારે ખુશ થયેલા રાજાએ તેને અભયનો નાનો ભાઈ માન્યો. ।।૬।। હવે રોહિણેયે કહ્યું કે જે મેં હમણાં ચોરેલું ધન વગેરે છે તે ગ્રહણ કરો. કેમ કે અરિહંતના વચનમાં તૃષ્ણાળુ એવો હું વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું. I૯૭૬) રાજાના આદેશથી અભયે પણ તે ધનને લવડાવીને જે જેનું હતું, તેને ક્ષણમાત્રમાં