________________
ચોથા વ્રતની કથા - સુદર્શન શેઠ
૧૧૩
રાત્રી પૂર્ણ થઈ.) I/૧૦૩ી આખી રાત્રી ખેદ કરાયેલા આ સુદર્શન ધ્યાનથી ચલાયમાન ન થયા. તેથી આને જોવાની ઈચ્છાવાળો સૂર્ય પૂર્વાચલ પર આરૂઢ થયો. (અર્થાત્ દિવસ થયો.) I/૧૦૪ll ખુશામતી વચનો કરી કરીને તે અભયા પણ કંટાળી ત્યારે નિષ્ફરતાપૂર્વક બોલી (એમ વિચાર્યું કે, ભય પામેલો પણ આ કદાચ મારી વાણીને કરે અર્થાત્ મારું કહ્યું માને. /૧૦૫ll હે સુદર્શન ! સર્વ પ્રકારે મને વિલખી ન કર. કુશળ એવા તારા વડે શું ક્યારેય આ નથી સંભળાયું ? /૧૦/ રાગી થયેલી સ્ત્રી પ્રાણોને આપે છે અને વળી દ્રષીણી તે પ્રાણોને ગ્રહણ કરે છે. સ્ત્રીઓનો રાગ અથવા ઢેષ કોઈ લોકોત્તર હોય છે. II૧૦ણા અખંડ શીલરૂપી સામ્રાજ્યવાળો, મૃત્યુથી પણ નહિ ડરતો, કાયોત્સર્ગમાં રહેલો તે તોપણ કાંઈ બોલ્યો નહિ. I૧૦૮ કઠિન અને કોમલ વાક્યો વડે પણ આ મારો ન થયો. તેથી હાલમાં આ પોતાના કર્કશાણાના ફલને પામો. /૧૦૯ આ પ્રમાણે વિચારીને અભયા રાણીએ સૂર્પણખાની જેમ સ્વયં પોતાના શરીરમાં નખો વડે ઉઝરડા કરીને બૂમ પાડી. II૧૧૦ હે હે ! કોઈ પણ જાર પુરુષ અત્રે પ્રવેશ્યો છે. તે મારા શીલરત્નને હરણ કરવા ઇચ્છે છે. તેથી તમે દોડો દોડો. ૧૧૧ તે સાંભળીને ક્રોધાતુર સર્વે પહેરેગીરો ક્યાં છે ક્યાં છે ? એમ બોલતા અંતઃપુરમાં અંદર આવ્યા. /૧૧૨ા ખેદથી મલિન મુખવાળા તેઓએ સુદર્શનને જોઈને પૂછ્યું કે આ શું છે ? પરંતુ સુદર્શન કંઈ પણ બોલ્યો નહિ. II૧૧all ઉદ્યાનમાં કૌમુદી મહોત્સવ માણીને પૃથ્વીતલ ઉપર ઈન્દ્ર જેવો રાજા ત્યારે મહેલમાં આવ્યો. I૧૧૪ો પહેરેગીરો તેને ઉપાડીને રાજા પાસે લાવ્યા. સુદર્શનને જોઈને સંભ્રમપૂર્વક રાજાએ પૂછ્યું. ૧૧પો ચંદ્રમામાંથી કદાચિત અંગારાની વૃષ્ટિ થાય. અગ્નિમાંથી હિમવર્ષા થાય. અમૃત પીવાથી મૃત્યુ થાય. ઝેરથી જીવિત પમાય. મેરુપર્વત પણ ચલાયમાન થાય અને વાયુ નિશ્ચલ થાય તો પણ સમ્યગ્દર્શનથી સંશુદ્ધ મનવાળો, પોતાની ઇન્દ્રિયોને વશ રાખનાર, સુદર્શન ખરેખર શીલને કલંકિત ન જ કરે. (૧૧-૧૧૭-૧૧૮
આ પ્રમાણે પોતાના લોકોને કહીને રાજાએ સ્વયં તેને પૂછયું કે હે ભાગ્યશાળી મહાભાગ ! હમણાં તમે જ કહો. ll૧૧ાાં તમને અહીં કોણ લાવ્યું ? અથવા સ્વયં તમે શા માટે આવ્યા ? તે શ્રેષ્ઠી ! જે હોય તે યથાવત્ કહો. તમને સર્વથા અભય છે. |૧૨૦l સુદર્શને પણ વિચાર્યું કે જો સાચું કહીશ તો નિશ્ચિત અભયા રાણી, ધાત્રી અને પહેરેગીરો સર્વેને મરણ થશે. II૧૨૧ી તેથી ઉજ્વલ એવા જીવદયા ધર્મને જાણતો પોતાના એક જીવની ખાતર અનેક જીવોના સંહાર કેમ કરાવું ? I/૧૨૨ા આ પ્રમાણે વિચારીને કાઉસ્સગ્ગ પૂર્ણ થયે છતે સૂર્યોદય થવા છતાં પણ પોતાના દેહના અપાયમાં નિર્ભયવાળો એવો તે મૌન ધારણ કરીને રહ્યો. ll૧૨૩ઉપસર્ગ શાંત થયે છતે મારા વડે કંઈક કહેવાશે માટે ત્યાં સુધી મૌન જ થાઓ. એ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા કરી. (મનોમન નક્કી કર્યું.) II૧૨૪l હવે તે સર્વે લોકો અને પહેરેગીરો વડે વારંવાર પૂછાયો કે રાજાએ અપરાધમાં પણ અભય આપતે છતે પણ તું કેમ કંઈ બોલતો નથી ? ||૧૨પા તો પણ નહિ બોલતા એવા તેને રાજાએ નિગ્રહનો આદેશ કર્યો અને તલાક્ષકો નિગ્રહને માટે તેને બહાર લઈ ગયા. /૧૨વા મહાબુદ્ધિશાળી એવા તેણે પણ ભાવના ભાવી. જેના વડે જ્યારે જે ઉપાર્જન કર્યું હોય તે ત્યારે તેને જ મેળવે છે. ll૧૨૭ી તેથી મરણ આવ્યું છતે પણ જીવતો કાયર ન થા. આર્ત-રૌદ્ર-દુર્ગાને છોડીને જીવ શુભ ધ્યાનમાં પરાયણ થા. ૧૨૮.
હવે આ બાજુ તેની પત્ની મનોરમાએ ક્યાંયથી પણ પતિ ઉપર આવેલા સંકટને સાંભળીને સાત્ત્વિક એવી પણ તે અત્યંત દુ:ખથી પીડાયેલી થઈ. II૧૨૯ો અરિહંતની પૂજા કરીને તે મહાસતીએ શાસનદેવતાનું