________________
ત્રીજા વ્રતની કથા - રોહિણેય કથા
૧૦૫
હવે દરરોજ ચોરાતા નગરને જોઈને મહાજને રાજાની આગળ ભેટણાંને મૂકીને વિનંતિ કરી હે દેવ ! બીજો કોઈ પણ ભય અમને નગરમાં નથી, પરંતુ નાથ વગરનાની જેમ હે નાથ ! નગરને ચોર લૂંટે છે. //૫-૨કા ચારે બાજુથી ખાતરો વડે ઘરો ચાળણી જેવા થઈ ગયા છે. સર્વસ્વ ચોરે લૂંટ્યું છે. ધન વગરના મુનિની જેમ લોકો થઈ ગયા છે. રશી અને તે સાંભળીને ક્રોધથી ભ્રકુટી ચડાવેલા રાજાએ સૂંઠ, મરી અને પીપર અને ત્રિકટુ કહેવાય. આ ત્રણે વસ્તુ તીખી છે – ખાનારનું મુખ એકદમ તીખું થાય. તેની જેમ અત્યંત કઠોર વચનો વડે આરક્ષકોને કહ્યું. ર૮અરે શું તમે મારા લેણદાર અથવા ભાગીદાર છો કે જેથી મારી આજીવિકાને રક્ષણ માટે ગ્રહણ કરો છો અને મારા નગરની રક્ષા કરતા નથી ? ૨૯ આરક્ષકે કહ્યું કે હે દેવ ! શું કરીએ ? તે ચોર સામાન્ય નથી. વેગથી ઉડવાની જેમ જાય છે. તેથી તેને પકડવા માટે શક્તિમાન નથી. ૩૦Iી વીજળીથી ઊંચે ફેંકેલ હાથ વડે ઘરોને ઉલ્લંઘીને તે આવે છે. અમે તો માર્ગ ઉપર ચાલનારા છીએ. તેથી તેને પકડવા માટે અમે કેમ સમર્થ થઈ શકીએ ? Il૩૧ી હે દેવ ! સિંહને પકડવા માટે જેમ હરણ અસમર્થ છે, તેમ અસાધ્ય એવા આ ચોરને હું પકડી શકું તેમ નથી. માટે બીજો કોઈ પણ આરક્ષક કરાય. |૩૨ll.
ત્યારબાદ શ્રેણિક રાજાએ અભયકુમાર સન્મુખ જોયું અને અભયે પણ કહ્યું, હે દેવ ! બુદ્ધિશાળીઓને આ કેટલું ? ||૩૩ દેવ ! સાત દિવસની અંદર જો હું ચોરને અર્પણ ન કરું, તો ચોરને જે દંડ થાય, તે દંડ મને કરાવવો. ૩૪ો તે સાંભળીને સભાની મધ્યમાંથી કોઈની પણ સાથે આવેલા ચોરે અભયને કહ્યું કે, હે ભો ! આ પ્રતિજ્ઞા યુક્તિવાળી નથી. રૂપા આવા પ્રકારનું ઉતાવળીયાપણું અલ્પબુદ્ધિવાળાને જ યોગ્ય છે. પરંતુ કરેલાનો શોક શું કરવો ? પ્રતિજ્ઞાના પાલનમાં પ્રયત્ન કરવો યોગ્ય છે. ૩ડા આ પ્રમાણે કહીને રોહિણેયે પણ વિચાર્યું કે સાત દિવસ સુધી હું ચોરી કરું નહિ તો હું લોહખુરનો દીકરો નહિ. l૩૭ી ખાતરને પાડીને તેના ઉપર પા વગેરે આકૃતિ કરીને ચક્રવર્તી જેમ ઋષભકુટ ઉપર તેમ રોહિણીયાએ પોતાનું નામ લખ્યું. ll૩૮ શૂન્ય દેવ-કુલ વગેરે તેમજ ચોરના સર્વ સ્થાનોમાં ચારે બાજુથી જોતો ઉદ્યત એવો અભય ભમતો હતો. ll૩૯ો છ દિવસ સુધી અભય સૂતો પણ નહિ અને બેઠો પણ નહિ. ચેટકની જેમ ખાતરોને જોતો પણ ચોર મેળવાયો નહિ. સાતમા દિવસે ઈંટના કિલ્લાની બહાર બીજા પાયદળ સૈનિકોના કિલ્લાને કરીને અંદર ચારેબાજુ આરક્ષકોને શિખામણ આપીને અર્થાત્ સમજાવીને જેટલામાં તે અભયકુમારે કર્યો છે અન્ય વેષ એવો એકાકી કિલ્લાથી બહાર સ્વયં દિશાઓને જોતો ચિંતાતુર આ પ્રમાણે વિચારતો હતો. Il૪૧-૪૨ા રાજા આગળ વિચાર્યા વગર જ મેં દુષ્કર પ્રતિજ્ઞા કરી. જેથી મારો વ્રતનો મનોરથ તાપમાં હિમની જેમ વિલીન થઈ ગયો. ll૪all જેથી આજે ચોર ન મળવાથી મારી આગળ પ્રાણત્યાગ સિવાય ઉપાય નથી. તેથી જીવવા માટે પિતા પાસે જઈ મારા ઉતાવળીયાપણાની માફી માંગું ? અથવા બીજા સ્થાને નાસી જઈ આત્માનું રક્ષણ કરું ? “ખરેખર પ્રતિજ્ઞાનો ત્યાગ શું મરણ નથી ? I૪૪ll
તેટલામાં તો ક્યાંકથી સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા ચોરના લક્ષણવાળો પોતાની સમીપમાં કોઈક એક માણસ આવતો જોયો. ૪પી અને તેણે અભયને કહ્યું કે, હે ભો! તું ચિંતાવાળો કેમ છે ? અભયે કહ્યું કે હે ભો ! દરિદ્રની પુત્રી મારી પ્રેયસી છે. અર્થાત્ હું દરિદ્રી છું. સવા ભૂખના તાપથી ઘણા દિવસોથી હું ભૂખ્યો છું. આજે પણ મને નહિ મળે. તે કારણથી હું ચિંતાતુર છું. I૪૮ ચોરે કહ્યું કે તું ચિંતા ન કર. ચાલ, હું ભોજન આપુ છું. ત્યારે અભયે કહ્યું કે તમારા દર્શનથી જ મારી ચિંતા ડરેલાની જેમ દૂર થઈ ગઈ છે. હવે અભય