________________
૧૦૪
સમ્યકત્વ પ્રકરણ
હમણાં ત્રીજા વ્રત ઉપર કથાનક કહેવાય છે. રોહિણેય કથા આ જ જંબૂદ્વીપના એક પડખે રહેલા ભરત ક્ષેત્રમાં સર્વ દેશોના ગુણથી યુક્ત મગધ નામનો દેશ છે. I/૧/l. સમસ્ત જગતને પહેલા જોઈને પોતાને મનોરમ એવા ઉત્તમ પુરને પામીને ત્યાં રાજગૃહ નગરે લક્ષ્મી રહી. ||રા ત્યાં પ્રજા રૂપ ચંદ્રકાંત મણિને વિષે ચંદ્ર સમાન, સ્મલના નહિ પામેલો ઉગતા પ્રતાપવાળો શ્રેણિક નામનો રાજા હતો. llફll કામદેવને જેમ રતિ અને પ્રીતિ, શિવને જેમ ગંગા અને પાર્વતી તેમ તે રાજાને સુનંદા અને ચેલણા નામની બે પત્નીઓ હતી. I૪ll સુનંદાથી ઉત્પન્ન થયેલ અભયકુમાર પુત્ર હતો. જે અરિહંતના ધર્મથી પવિત્ર બનેલો અને બુદ્ધિરૂપી રત્નના સમૂહ માટે રોહણાચલ હતો. //પી
જ્યોતિચક્રના અસ્ત અને ઉદયની વચ્ચે વિશ્રામના સ્થાનરૂપ વૈભારગિરિ નામનો મોટો પર્વત રાજગૃહની સમીપે હતો. કા. તે પર્વતના એક ગુફાના ભાગમાં કોઈને પણ ન જણાય તેવા ગુપ્ત ભાગમાં પ્રસિદ્ધ એવો લોહખુર નામનો ચોર હતો. જે સાક્ષાત્ ચોરીની મૂર્તિ સરખો હતો. lણી અધિકારી જેમ પોતાનાને પોતાના દાસની જેમ લૂંટે અર્થાત્ છેતરે તેમ રાજગૃહ નગરમાં નગરજનોને તે ચોર શત્રુની જેમ લૂંટતો હતો. IIટા રાજગૃહ નગરમાં પરસ્ત્રીઓને, પરદ્રવ્યને તેમજ જે પોતાને પ્રિય હોય તે સઘળું જાણે કે પોતાનું જ છે, તેમ સમજી તે ચોર ભોગવતો હતો. ત્યારે રોહિણી પત્નીથી તેને રોહિણેય નામનો પુત્ર હતો. દીવાથી દીવો કરાય તેમ બધી જ રીતે બાપને અનુરૂપ જહતો. ll૧૦ના એક વખત મૃત્યુ સમયે પોતાના પુત્રને તે લોહખુરે કહ્યું કે હે વત્સ ! જો તું કરે તો હું તને કંઈક ઉપદેશ આપવા ઇચ્છું છું. I/૧૧// તેણે પણ કહ્યું કે હે પિતાજી ! ગુર્વાજ્ઞાની જેમ તમારું વચન માનીશ, આદેશ કરો. વિનયવાળા પુત્રથી ખુશ થયેલા લોહખુરે કહ્યું. //૧૨ી હે વત્સ ! દેવતાએ બનાવેલા સમવસરણમાં શ્રી વીર ભગવંત જ્યારે દેશના આપે ત્યારે તેમનું વચન તારે ક્યારે પણ સાંભળવું નહિ. II૧૩ll પરંપરા જે રીતે ચાલતી હોય તે પ્રમાણે જ કરવું અને બીજું પોતાની બુદ્ધિથી કરવું. આ પ્રમાણે કહીને પોતાના કર્મના ફળને ભોગવવા મૃત્યુ પામ્યો. ll૧૪ો પિતાના મૃત્યુ સંબંધી કાર્ય કરીને રોહિણેય પણ ક્રમપૂર્વક તે આદેશને પોતાની જેમ રક્ષણ કરતો પિતાથી આવેલો ચોરીનો ધંધો કરવા લાગ્યો. ||૧૨|
એક વખત ત્યાં શ્રી વીર પરમાત્મા સમવસર્યા. યોજનગામિની વાણી વડે દેશનાને કહી. ./૧લી. ત્યારે તે રોહિણેય પણ રાજગૃહ તરફ જતો હતો. વચમાં સમવસરણને જોઈને વિચાર્યું. ll૧૭ી જો આ રસ્તા ઉપરથી જઈશ તો અરિહંત ભગવંતના વચનો સંભળાશે અને પિતાનો આદેશ લુપ્ત થશે અને બીજો રસ્તો પણ નથી. I/૧૮ આ બાજુ જઉં તો વાઘ છે, આ બાજુ જઉં તો નદી છે. હવે શું કરવું? આ પ્રમાણે આવેલા તેણે વિચારીને બંને કાનમાં આંગળીને નાંખીને જલદીથી રાજગૃહ તરફ ગયો. //૧૯ો ત્યાં પોતાનું કાર્ય કરીને તેવી જ રીતે ઘર તરફ પાછો આવ્યો. આ પ્રમાણે ત્યાં સમુદ્રની ભરતીની જેમ જતાં-આવતાં તેણે કર્યું. ll૨૦ સમવસરણની પાસે વેગથી આવતાં તીક્ષ્ણ લોખંડી ભાલા જેવો કાંટો તેના પગમાં લાગ્યો. l/૨૧તે કાંટો કાઢયા વગર એક પગલું પણ ચાલવાને માટે તે શક્તિમાન નહોતો. તેથી હાથ વડે તે કાંટાને ખેંચતા ભગવાનની વાણી તેણે સાંભળી. ૨
નહિ કરમાયેલી પુષ્પની માળાવાળા ઇચ્છિત કાર્યને તુરત કરનારા, ભૂમિ ઉપર પગનો સ્પર્શ નહિ કરનારા અર્થાત્ જમીનથી અદ્ધર, પરસેવા વગરના અને નિર્નિમેષવાળા (સ્થિર આંખવાળા) આ પ્રમાણે દેવો હોય છે. ર૩ હા હા ! ઘણું સંભળાઈ ગયું. એ પ્રમાણે જલદીથી કાંટાને ખેંચીને ફરીથી કાનને ઢાંકીને તેવા પ્રકારવાળો જલદીથી તે ગયો. ૨૪