________________
દેવતત્ત્વ
अनुन्नतरियंगुलि, कोसागारेहिं दोहिं हत्थेहिं । पिटुवरि कोप्पर, संठिएहिं तह जोगमुद्दत्ति ।।४२।। चत्तारि अंगुलाई, पुरओ उणाई जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ।।४३।। मुत्तासुत्ती मुद्दा, समा जहिं दोवि गन्मिया हत्था । .
ते पुण निलाडदेसे, लग्गा अन्ने अलग्ग त्ति ।।४४।। ગાથાર્થ :- પાંચ અંગવાળો નમસ્કાર તે પંચાંગ પ્રણિપાત. સ્તવ પાઠ તે યોગ મુદ્રાએ, વંદણ તે જિનમુદ્રાએ, પ્રણિધાન સૂત્ર તે મુક્તાશક્તિ મુદ્રાએ થાય છે. ૪oll
બે ઢીંચણ, બે હાથ અને એક મસ્તક - આ પાંચ અંગનો સમ્યક પ્રકારે પ્રણિપાત તે પંચાંગ સમ્યક પ્રકારે પ્રણિપાત જાણવા યોગ્ય છે. ૪૧
આંગળીઓને એકબીજાથી અંતરીત કરવાથી કમળના ડોડાના આકારે થયેલા બે હાથ વડે કોણીને પેટ ઉપર સ્થાપવાથી યોગ મુદ્રા થાય. l૪રી/
જેમાં, પગનું અંતર આગળ ચાર આંગળ અને પાછળ કંઈક ઓછું હોય એ જિનમુદ્રા છે. ૪૩ જેમાં બંને હાથ સરખા એટલે સામસામી આંગળીઓ આવે તેમ ગર્ભિત એટલે મધ્યમાં મોતીની છીપ જેવા એવા બંને હાથને કપાળે લગાડ્યા હોય. કોઈ આચાર્ય કહે છે કે કપાળે ન લગાડ્યા હોય તે મુક્તાશુક્તિ મુદ્રા. II૪૪l.
ટીકાર્થ:- જેમાં પાંચ અંગો જમીનને લગાડવા તે પંચાંગ, પ્રણિપાત એટલે નમસ્કાર. શસ્તવની આદિમાં ને અંતમાં જે બોલાય છે, તે સ્તનપાઠ શક્રસ્તવાદિ યોગમુદ્રામાં બોલવું. વંદનથી અરિહંત ચેઈયાણ આદિ દંડક સૂત્રો તે જિનમુદ્રામાં બોલવા. અહીં પગની જિન મુદ્રા અને હાથની યોગમુદ્રા કરવી. બંને મુદ્રાનો પણ અહિં પ્રયોગ જાણવો. પ્રણિધાન - શુભ અર્થની પ્રાર્થના સ્વરૂપ, જયવયરાય ઈત્યાદિ સૂત્રો મુક્તાશક્તિ મુદ્રામાં બોલવા. ૪૦-૪૧
બે ઢીંચણ અને બે હાથ વગેરે પંચાંગપ્રણિપાતને કહેનારી ગાથા સુગમ છે. યોગમુદ્રાને કહે છે - આંગળીઓને એકબીજાની અંદર નાંખવી અંતરીત કરવી. બંને હાથનો આકાર કમળના ડોડા જેવો કરવો. બે હાથની કોણી પેટ ઉપર સ્થાપન કરવી, મૂકવી તે યોગમુદ્રા જાણવી. યોગ એટલે બંને હાથને જોડવા અથવા સમાધિ, મુદ્રા એટલે શરીરના અંગોની રચના-યોગની પ્રધાનતાવાળી મુદ્રા તે યોગમુદ્રા વિપ્નોના નાશ માટે સમર્થ છે. “તિ’ શબ્દ આવા પ્રકારની યોગમુદ્રા છે એ અર્થમાં વપરાયો છે. જરા
હવે જિનમુદ્રાને કહે છે. આગળ ચાર આંગળ જેટલું અંતર અને પાછળ ચાર આંગળથી કંઈક ન્યૂન અંતર બંને પગ વચ્ચે રાખવું તે જિનમુદ્રા. બંને પગને જોડવા નહિ અર્થાત્ પરસ્પરના સંસર્ગનો ત્યાગ. આ જિનમુદ્રા કહેવાય છે. જિનેશ્વર ભગવંતોએ સ્વયં કાયોત્સર્ગમાં જે મુદ્રા કરી હતી તે જિનમુદ્રા વિપ્નોને જિતનારી મુદ્રા છે.