________________
સમ્યક્ત્વ પ્રકરણ
મુક્તાશુક્તિમુદ્રા ગાથાર્થ સ્પષ્ટ છે કેવલ સમૌનો અર્થ બે આંગળીઓના પરસ્પર સામસામા ટેરવા જોડવા. ગર્ભિત એટલે મધ્યમાં બંનેય હથેળીઓ પોલી રાખવી. આ પ્રમાણે પાંચ ગાથાનો અર્થ. ૪૪ll હવે ત્રિકના સ્વરૂપને બતાવીને તેના આચરણના ફળને કહે છે.
पयडो सेसतियत्थो, तत्तो नाउण एय तियदसगं ।
संमं समायरंतो, विहिचेइयवंदगो होइ ।।४५।। ગાથાર્થ શેષ ત્રિકનો અર્થ પ્રગટ છે (સ્પષ્ટ છે.) આ પ્રમાણે દશ ત્રિકને જાણીને સારી રીતે આચરણ કરતો હોઈ તેનું ચૈત્યવંદન વિધિપૂર્વક થાય. ll૪પા ચૈત્યવંદનની વિધિ પૂર્ણ થઈ. તે ચૈત્યવંદન કોણે કેટલીવાર કરવા ? તે બતાવે છે.
साहूण सत्तवारा, होइ अहोरत्तमज्झयारंमि ! ।
गिहिणो पुण चियवंदण, तिय पंच व सत्त वा वारा ।।४६।। ગાથાર્થ :-દિવસ અને રાત્રિની મધ્યમાં સાધુને ચૈત્યવંદન સાત વાર હોય છે અને ગૃહસ્થોને ત્રણ, પાંચ અથવા સાત વાર હોય છે. તેવા ટીકાર્થ સુગમ છે. કેવી રીતે સાત વાર ચૈત્યવંદન ? તે બતાવે છે.
पडिकमणे चेइहरे, भोयणसमयंमि तह य संवरणे !
पडिकमण सूयण, पडिबोहकालियं सत्तहा जइणो ।।४७।। ગાથાર્થ :- પ્રતિક્રમણમાં, દેરાસરમાં, ભોજન સમયે, દિવસ ચરિમં પચ્ચકખાણ વખતનું, પ્રતિક્રમણમાં, સંથારા પોરિસીનું અને સવારે જાગ્યા પછી જગચિંતામણિનું - આ સાત વખત ચૈત્યવંદન યતિને હોય છે.
ટીકાર્થ :- ટીકાર્થ સ્પષ્ટ છે. ફક્ત પ્રતિબોધનો અર્થ સવારમાં ઊઠીને અને ગૃહસ્થોને ત્રણ, પાંચ કે સાતવાર હોય છે.
આ ગાથાના અનુસારે જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે.
બે ટાઈમ પ્રતિક્રમણ કરનાર શ્રાવકને સાધુની જેમ સાતવાર અને પ્રતિક્રમણ ન કરનાર શ્રાવકને પાંચવાર અને જઘન્યથી ત્રણે સંધ્યા સમયે ત્રણવાર ચૈત્યવંદન કરવાથી ત્રણ ચૈત્યવંદન થાય છે. જે પ્ર. સા. ગા-૯૧II II૪ળી.
ચૈત્યવંદનની સંખ્યા વિધિ બતાવી તે પ્રાયઃ જિનમંદિરમાં કરવા યોગ્ય છે. એ પ્રમાણે તેના સંબંધમાં વિધિ વિશેષનો ઉપદેશ કહે છે.
जिणमंदिरभूमिए, दसगं आसायणाण वज्जेह ।
जिणदव्वभक्खणे, रक्खणे य दोसे गुणे मुणह ।।४८।। ગાથાર્થ - જિનમંદિર સંબંધી દશ આશાતનાનો ત્યાગ કરો, તેમજ દેવદ્રવ્યના ભક્ષણમાં દોષ છે અને દેવદ્રવ્યના રક્ષણમાં ગુણો છે તે તું જાણ.