________________
સમ્યક્ર પ્રકરણ
पुष्फाऽऽमिसथुइभेया, तिविहा पूआ अवत्थतियगं च । होइ छउमत्थकेवलि-सिद्धत्तं भुवणनाहस्स ।।३७ ।। वनाइतियं तु पुणो, वन्नत्थालंबणस्सरूवं तु । मणवयणकायजणियं, तिविहं पणिहाणमवि होइ ।।३८ ।। मुद्दातियं तु इत्थं, विनेयं होइ जोगमुद्दाइ ।
हरिभद्दसूरिविरइय-गंथम्मि इमं जउ भणियं ।।३९।। ગાથાર્થ :- પુષ્પ, આમિષ (નેવેદ્ય) અને સ્તુતિના ભેદથી ત્રણ પ્રકારની પૂજા. ત્રણ ભુવનના નાથની છવસ્થ, કેવલી, સિદ્ધ અવસ્થા, ત્રણ પ્રકારની અવસ્થા છે. l૩૭ll
વર્ણાદિ ત્રણ, વર્ણ અર્થ અને આલંબન સ્વરૂપ છે. મન, વચન, કાયાની એકાગ્રતા એ ત્રણ પ્રકારના પ્રણિધાન છે. ll૩૮
યોગમુદ્રા, જિનમુદ્રા, મુક્તાશુક્તિમુદ્રા એ પ્રકારે ત્રણ મુદ્રા જાણવા યોગ્ય છે. જે કારણથી હરિભદ્રસૂરિ મહારાજા વિરચિત ગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છે. ll૩૯
ટીકાર્થ :- પુષ્પ નૈવેદ્ય સ્તુતિના ભેદથી ત્રણ પ્રકારની પૂજા છે. ત્યાં પુષ્પના ગ્રહણથી, ગંધ, ધૂપ, સ્નાન (જલપૂજા) વિલેપન (કેસરપૂજા), વસ્ત્ર, અલંકારાદિ બધું જ ગ્રહણ કરવું. આમિષથી નૈવેદ્ય, એમાં પણ અખંડ ચોખા, ફળ, ઘી, દીપક વગેરેનું ગ્રહણ કરવું. સ્તુતિથી શ્લોક પદ્યાત્મક રચના, પરમાત્માની છબસ્થ અવસ્થા, કેવલિ અવસ્થા, સિદ્ધ અવસ્થા ત્રણ પ્રકારની અવસ્થાનું ભાવન કરવું. ll૩૭ll
વર્ણાદિક વળી વર્ણ, અર્થ અને આલંબન સ્વરૂપ છે ! વર્ણ આલંબનથી સ્પષ્ટ અને શુદ્ધ એવા વર્ષો બોલવાં, તે વર્ણાલંબન. વર્ષોના અર્થનું ચિંતવન તે અર્થાલંબન અને આલંબનથી જિનેશ્વરની પ્રતિમાનું આલંબન લેવું. મન, વચન, કાયાની એકાગ્રતા તે પ્રણિધાન ત્રિક કહેવાય છે. સંવેગરસથી યુક્ત ચિત્તની સ્થિરતા તે મન પ્રણિધાન. પદ, સંપદા, સત્યાપન યુક્ત સૂત્રનું ઉચ્ચારણ તે વચન પ્રણિધાન. અંગોપાંગ ગોપવીને રાખવા તે કાય પ્રણિધાન છે. ૩૮ - અહીં ચૈત્યવંદનમાં ત્રણ પ્રકારની મુદ્રા જાણવા યોગ્ય છે. યોગમુદ્રા, જિનમુદ્રા, મુક્તાશુક્તિમુદ્રા નામની
ક્યાં કહેવાયેલી છે ? આ પ્રમાણેની શંકામાં વૃદ્ધની સંમતિ બતાવવા માટે જણાવે છે કે હરિભદ્ર સૂ. મ. બનાવેલ પંચાશક નામના ગ્રંથમાં આ કહેવાયું છે : ll૩૯ll પાંચ ગાથા દ્વારા કહેલાને બતાવે છે.
पंचंगो पणिवाउ, थयपाठो होइ जोगमुद्दाए । वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ।।४०।। दो जाणू दुन्नि करा, पंचमगं होइ उतमंगं तुं । समं संपणिवाओ, नेओ पंचंगपणिवाओ ।।४१।।