________________
દેવ તત્ત્વ
ટીકાર્થ - રાજચિહ્નોનો ત્યાગ કરીને અને પંચવરરાયન્ટુ રુવાડું એટલે પ્રબલ રાગાદિના સૂચવનારા ખગ, છત્ર, મોજડી, મુગટ અને બે ચામરનો ત્યાગ કરીને.
હવે પહેલાં કહેવાયેલી ત્રિકોને બતાવે છે.
तिन्नि निसीहि य तिन्नि य, पयाहिणा तिन्नि चेव य पणामा | तिविहा पूया य तहा अवत्थतियभावणं चेव ।। ३४ ।। तिदिसि निरिक्खणविरई, तिविहं भूमीपमज्जणं चेव । वन्नाइतियं मुद्दातियं च तिविहं च पणिहाणं ।। ३५ ।।
<3
ગાથાર્થ :- નિસીહિ ત્રિક, પ્રદક્ષિણા ત્રિક, પ્રણામ ત્રિક, ત્રણ પૂજા, ત્રણ અવસ્થાની ભાવના. ૧૩૪॥ ત્રણ દિશાઓમાં જોવાનો ત્યાગ, ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન, વર્ણ-અર્થ, આલંબન ત્રિક, ત્રણ પ્રકારની મુદ્રા, ત્રણ પ્રણિધાન. ॥૩૫॥
ટીકાર્થ :- સાવદ્ય વ્યાપારના નિષેધ વડે (સાવદ્ય વ્યાપારથી અટકવું) તે નિસીહિ ત્રણ પ્રકારે મુખ્ય દ્વારમાં, ગભારામાં અને દ્રવ્યપૂજા બાદ ૧. જમણા હાથથી આરંભીને જે ક્રિયામાં ફરવાનું છે તે પ્રદક્ષિણા ત્રણ વા૨ દેવી ૨. ત્રણ પ્રણામો - ભૂમિમાં મસ્તકને અડાડવા રૂ૫ ૩.
ત્રણ પ્રકારની પૂજા : તેમજ કહેવાશે તે અવસ્થાત્રિકને ભાવવી. ૫ ||૩૪॥
તેમ ઉર્ધ્વ, અધો અને તિર્સ્ટી દિશામાં જોવાનો ત્યાગ કરવો અને જિનેશ્વરના બિંબ સન્મુખ જોવું એ તાત્પર્ય છે. ૬
ત્રણ પ્રકારની ભૂમિ પ્રમાર્જના એટલે બંને પગની નીચે અને વચ્ચે પૂંજવું ૭. વર્ણાદિ આલંબન ત્રણ ૮. મુદ્રા ત્રિક ૯. અને પ્રણિધાન ત્રિકનું સ્વરૂપ જે કહેવાશે. ૧૦ આ ત્રિકો પ્રાયઃ કહેવાયેલા ક્રમ પ્રમાણે ક૨વા યોગ્ય છે. ।।૩૫।।
વંદનની વિધિનો ઉપસંહાર કરતાં તેના ફળને કહે છે :
इय दहतियसंजुत्तं, वंदणयं जो जिणाण तिक्कालं ।
ુળદ્ નરો વત્તો, સો પાવરૂ સાસયં નાનું ||રૂદ્દ
ગાથાર્થ :- ઉપયોગવાળો અર્થાત્ એકાગ્રતાવાળો જે માણસ દશત્રિકથી યુક્ત જિનેશ્વર ભગવંતોને ત્રિકાળ વંદન કરે છે, તે શાશ્વત સ્થાનને પામે છે. II૩૬ા
ટીકાર્થ :- સ્પષ્ટ છે ૩પયુત્તુ અર્થાત્ ક્રિયામાં એકાગ્ર થયેલો ભાવવંદન વડે ફળને મેળવે છે. જેથી કહ્યું છે કે –
સમ્યક્ પ્રકારે ચૈત્યોને વંદન કરતો શુભધ્યાનના પ્રકર્ષને પામે છે. શુભધ્યાનથી કર્મનો નાશ થાય છે અને કર્મના નાશથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ૧॥૩૬॥
હવે પૂજા, અવસ્થા, વર્ણાદિ, મુદ્રા, પ્રણિધાન ત્રિકોને અઢી ગાથા વડે બતાવે છે.