________________
૪૮૪
ઉપદેશપદ : ભાગ-૧ भोजनस्यैकस्य पुण्यसारस्यैवाक्लेशादेव व्यापारान्तरस्य तदानीमनुपस्थानात् । 'दैवयोगेन' परिपक्वप्रौढपुण्यसम्बन्धेन ॥३५५॥
'अन्यस्य' विक्रमसारस्य 'व्यत्ययः' खलु विपर्यास एव विकलभोजनसाधनयोगरूपो जातो भोगेऽपि भोजनस्य । कस्मादित्याह-पुरुषकारभावात्, पुरुषकारमेव भावयति 'रायसुयहारतुट्टणरुयणे' इति राजसुताहारत्रोटने रोदने च तस्यास्तत्प्रोतनातः त्रुटितहारપ્રોતનાવ રૂપદા આ જ અર્થને ઉદાહરણથી સિદ્ધ કરતા કહે છે
પણસાર અને વિક્રમસારનું કથાનક આ ભરતક્ષેત્રમાં પર્વત જેવા ઊંચા મનોહર દેવભવન સમાન ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. અતિ બળવાન શત્રુપક્ષના ગર્વના ખંડનથી પ્રાપ્ત થયો છે નિર્મળ યશ જેને એવો પુણ્યયશ નામનો રાજા તે નગરનું પાલન કરતો હતો અને તેને પવિત્ર અંગવાળી પ્રિયા હતી. રાજકુળને યોગ્ય વ્યવસાયને કરતો તે કાળ પસાર કરે છે. તે નગરમાં ધનાઢ્ય વણિકનો પુણ્યસાર નામે પુત્ર હતો અને બીજો વિક્રમવણિકનો વિક્રમસાર નામે પુત્ર હતો. કળા કલાપો ભણીને અસાધારણ તારુણ્યને પામ્યા. તે બંને પણ ધનકાંક્ષી આ પ્રમાણે ચિંતાતુર થયા. જો પૂર્ણ યૌવન પ્રાપ્ત થયા પછી પણ ધન ઉપાર્જન ન કરી શકીએ તો તે અનાર્યનો કયો પુરુષાર્થ કહેવાય? અર્થાત્ તે પુરુષાર્થ વિનાનો અનાર્ય ગણાય છે. દાનાદિ કાર્યોમાં જેની લક્ષ્મી ખૂટી જતી નથી તેનું જ લોકમાં અધિક સૌભાગ્ય છે અને ત્યાં સુધી જ તે યશસ્વી અને કુળવાન છે. તેથી હવે તેવો પ્રયત્ન કરવો જેથી લક્ષ્મી સ્વયં વરે. પ્રણયીજનના વંછિત અર્થોને પ્રાપ્ત કરાવીને આશ્ચર્ય કરીએ. દેશાંતરમાં જઈશું અને પરાક્રમ રૂપી પર્વત ઉપર આરોહણ કરશું. જેથી લોકને પ્રિય એવી લક્ષ્મી અમને દુર્લભ ન થાય, અર્થાત્ પરાક્રમથી લક્ષ્મી સુલભ થાય. જેટલામાં પ્રયાણ કરીને સાર્થના સન્નિવેશમાં પહોંચ્યા તેટલામાં પુણ્યસારને વિધિના વશથી, ક્ષણથી મોટો નિધિ પ્રાપ્ત થયો. તે લઇને ઘરે પાછો આવ્યો અને ધનથી કરી શકાય તેવા કાર્યોમાં પ્રવૃત્ત થયો.
અને બીજા વિક્રમ સારે સમુદ્રપાર જઈને ધન ઉપાર્જન કર્યું. કેટલાક કાળ પછી ત્રાજવામાં જીવને મૂકીને (જીવ સટોસટ કાર્ય કરીને) પોતાના ઘરે આવ્યો. અને તે પણ પોતાના ધન અનુસાર યોગ્ય પ્રવૃત્તિમાં જોડાયો. નગરમાં પ્રવાદ થયો કે એક (પુણ્યસાર) પ્રૌઢપુણ્યના પ્રભાવથી સકલ વંછિત સંપત્તિને મેળવીને સુખી થયો અને બીજો વિક્રમસાર દારૂણ સમુદ્રપાર જઈને ઘણી ધનઋદ્ધિ મેળવીને બંધુવર્ગની સાથે અતિ સ્નેહાળ સંબંધ બાંધીને ભોગો ભોગવે છે. તેથી આમાં પ્રથમ પુણ્યસાર ઘણો ભાગ્યશાળી છે અને બીજો વિક્રમસાર પણ અખંડ સાહસી પુરુષાર્થથી યુક્ત છે.