SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ ઉપદે શપદ : ભાગ-૧ આપ્યો. તથા ક્રોડો સુવર્ણ અને રુણ્ય પ્રત્યેકને આપ્યા. અને બીજાં પણ જે કંઈ ધનવાનના ઘરને યોગ્ય હોય તે સર્વવસ્તુ શ્રેણિક રાજાએ આઠના સમૂહથી આપી, અર્થાત્ દરેકને સરખી વસ્તુ સરખી સંખ્યામાં આપી. તે વિષાદરૂપી વિષના વેગથી રહિત થઈને તેઓની સાથે 'દેવાલયમાં દોગંદુક દેવની જેમ વિષયો જેટલામાં ભોગવે છે તેટલામાં ભુવનને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન, સર્વજીવોને વિષે કરુણાવાળા ચરમ તીર્થપતિ વર્ધમાન સ્વામી ગુણશીલ ઉદ્યાનમાં સમોવસર્યા. તેમની પધરામણીનો વૃત્તાંત પ્રાપ્ત થયો છે જેને એવો રાજા પરિવાર સહિત ઈન્દ્રની જેમ વંદન કરવા નગરમાંથી નીકળ્યો. મેઘકુમાર પણ સુંદર ઘંટથી સહિત અશ્વરથ ઉપર આરૂઢ થયો અને વિકસિત નયણથી ત્રિલોકગુરુને જોયા અને વંદન કર્યું. અને પ્રભુએ ધર્મદેશના કરી. જેમ બની રહેલી અગ્નિજ્વાળાઓથી સમાકુલ ઘરમાં બુદ્ધિમાનને રહેવું યોગ્ય નથી તેમ જન્મ જરા મરણથી ભયંકર, પ્રિય-વિપ્રિય યોગથી વિરસ, વિદ્યુતના ઉદ્યોતની જેમ ચંચળ, ફોતરા ખાંડવાની જેમ અસાર, એવા આ સંસારમાં બુદ્ધિમાનને રહેવું યોગ્ય નથી તો પણ સંસારમાં રમ્ય મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. આ વિષયો વિષમ છે. ધર્મમાં સર્વઇન્દ્રિયોના નિગ્રહપૂર્વકનું આચરણ સમુચિત છે. સર્વે પણ સમાગમો મુસાફરના સમાગમ સમાન છે અને દુઃખના અંતવાળા છે. જીવિત પણ મરણના અંતવાળું છે. તેથી એને બુઝાવવું (શાંત કરવું) ઉચિત છે. કોઈક જીવ જિનધર્મ રૂપી મેઘથી શમાવવા સમર્થ બને છે. તેથી તે ધર્મને સમ્યગૂ ગ્રહણ કરવો. આ પ્રમાણે દેશનાને અંતે ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા ત્યારે આંસુથી ભિની થઈ છે આંખો જેની, રોમાંચથી અંકુરિત થયું છે સર્વ શરીર જેનું એવો મેઘકુમાર ત્રણ પ્રદક્ષિણા આપીને વંદીને આ પ્રમાણે કહે છે કે તમે જે કહો છો તે સર્વથા તેમજ છે તેમાં કંઈપણ ખોટું નથી. હે ભગવન્! માતા-પિતાને પૂછીને આ ભવ રૂપી સ્મશાનમાંથી નીકળીને હું તમારી પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. પછી તે પોતાના ઘરે જઈ માતાને પૂછે છે કે હે માત ! મેં આજે વીર ભગવાનને વંદન કરી તેમની પાસે કર્ણપ્રિય અમૃતસમાન ધર્મ સાંભળ્યા પછી માતા તેને કહે ૧. દુકાળ એટલે અષ્ટક અર્થાત્ આઠનો સમૂહ અને ટ્રાય એટલે દાન. આઠવસ્તુના સમૂહનું કરાયું છે દાન જેના વડે એવો શ્રેણિક એમ મધ્યમપદલોપી સમાસ છે. કહેવાનો ભાવ એ છે કે શ્રેણિકે આઠેયને સરખી અને સમાન વસ્તુઓ આપી. ૨. ફોતરા ખાંડવા- તલના ફોતરા ગમે તેટલા ખાંડવામાં આવે તો પણ તેમાંથી સારભૂત તેલની પ્રાપ્તિ થતી નથી તેમ સંસારમાં ગમે તેટલી મહેનત કરવામાં આવે તો જીવનું સારભૂત સુખ પ્રાપ્ત થતું નથી.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy