________________
૪૩૨
ઉપદેશપદ : ભાગ-૧ છે કે હે પુત્ર! તું એકલો કૃતલક્ષણ છે. પ્રાપ્ત થઈ છે પૂર્ણ ઇચ્છા જેને એવો તું જ સુકૃતાર્થ છે. હે વત્સ! પ્રફુલ્લિત મનવાળા તેં જગતના એક ગુરુ, ત્રિલોકચૂડામણિ, ગુણનિધિ એવા ભગવાનના દર્શન કર્યા. પછી મેઘે કહ્યું. હે માત! આ તીક્ષ્ણ દુઃખવાળા ગૃહવાસથી નીકળીને હું ભગવાન પાસે દીક્ષા લેવા ઇચ્છું . તીક્ષ્ણ કુહાડીથી છેદાયેલી ચંપકલતાની જેમ તે જલદીથી પૃથ્વી પીઠ ઉપર પડી. સર્વ અંગમાં આભૂષણો તૂટી જવાથી તેનું સૌભાગ્ય તુટ્યું. પવનથી, શીતળ પાણીથી અને ઘણાં ચંદન રસોથી સિંચાયેલી ઘણાં તાલવૃક્ષના પંખાથી વીંઝાયે છતે બે આંખો ખોલી અને ફરી ચેતના પામેલી પુત્રને કહે છે કે ઉંબરાને પુષ્યની પ્રાપ્તિ દુર્લભ છે તેમ તું મને કોઈક રીતે મળ્યો છે તેથી જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી વ્રત વિના ઘરે જ રહે. હે કુલતિલક! તારા વિરહમાં મારો જીવ જલદીથી જશે. હું પરલોક ગયા પછી તું દીક્ષા લેજે અને આ પ્રમાણે તું કરીશ તો તારાવડે કૃતજ્ઞતા કરાઈ છે.
મેઘજળના પરપોટા, વિદ્યુતલતા, ઘાસના અગ્રભાગ પર રહેલા જળબિંદુ તથા ધ્વજ પટની સમાન મનુષ્યનું જીવન છે તેથી પહેલા કે પછી કોણ મરશે તે કોણ જાણે છે? આ અતિદુર્લભ બોધિ કોને કયારે થશે? તેથી તે માત! ધીરજ ધરીને મને દીક્ષાની રજા આપો.
ધારિણીતું સુકુળમાં જન્મેલી, સુમનોહર, લાવણ્યરૂપી પાણીની નદીઓ, નિર્મળકળાઓની વેલડીઓ, સુવર્ણ-તારુણ્યથી પરિપૂર્ણ, મિત મધુર ભાષિણીઓ, લજ્જા મર્યાદા ગુણોથી શોભતી, શરદઋતુના ચંદ્રના સમાન મુખવાળી, નીલકમળના પત્રના જેવી આંખોવાળી, પ્રશંસનીય નિપુણ વિનયવાળી એવી આઠ રાજપુત્રીઓને પરણ્યો છે. પોતાના ઘરે રહીને તેઓની સાથે પાંચ પ્રકારના સારભૂત વિષયો ભોગવ પછી એકાંતે વૈરાગી થયેલો દીક્ષાને લેજે.
મેઘ–આ સ્ત્રીઓ સ્વયં અશુચિનું સ્થાન છે. જેઓના અશુચિમાંથી જ જન્મ થયો છે. અશુચિથી ઉપખંભ કરાયો છે અર્થાત્ અશુચિમય પુદ્ગલોથી પોષણ થયું છે તેથી જેણે પરમાર્થ જાણ્યો હોય એવો કોણ બુદ્ધિમાન પ્રાયઃ અનાર્ય કાર્યમાં તત્પર રોગ જરાથી પરિજર્જરિત થયેલી, મરણના અંતવાળી સ્ત્રીઓની સાથે રમણ કરે ?
ધારિણી- હે પુત્ર ! વંશ પરંપરાથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીને ભોગવ. દિનાદિને દાન આપીને, બંધુવર્ગની સાથે ભોગો માણીને, બંદિજન વડે ગવાતો છે ગુણ સમૂહ જેનો, ઘણો યશ ઉછળ્યો છે જેનો એવો તું પછી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજે. ૨. કૃતલક્ષણ– ગુણથી પ્રસિદ્ધ થયેલ.