SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદે શપદ : ભાગ-૧ એ પ્રમાણે શ્રેણિકવડે પૂછાયેલી તે દેવી કહે છે કે હે સ્વામિન્! મને અકાળ મેઘનો દોહલો થયો છે. તેથી શ્રેણિકે કહ્યું: તું દુ:ખી ન થા. તારો આ દોહલો જલદીથી પરિપૂર્ણ થાય તેમ કરીશ. પછી શ્રેણિકને મોટો ચિંતાશલ્યરૂપી પિશાચ વળગ્યો. નિસ્તેજ થયો છે દૃષ્ટિનો સંચાર જેનો એવો સભામાં બેઠેલો રાજા અભયવડે જોવાયો અને પૂછાયો હમણાં તમે કેમ નિરાશ દેખાઓ છો? રાજાએ કહ્યુંઃ તારી સાવકી માતાને આ અસાધ્ય મનોરથ થયો છે જેનો કોઇ ઉપાય જણાતો નથી. તત્ક્ષણ પ્રાપ્ત થયો છે ઉપાય જેને એવા અભયે કહ્યુંઃ કાર્યની ચિંતાના ભારને છોડીને તમો શાંતિથી રહો. હું જલદીથી કાર્યને સાધી આપું છું. તત્ક્ષણ જ ઉપવાસ કરીને અભય પૌષધશાળામાં ગયો અને કઠોર બ્રહ્મચર્યવ્રત ધારણ કરી, ઘાસનો સંથારો પાથરીને રહ્યો. પછી પૂર્વના મિત્ર દેવની આરાધનાથી ત્રીજે દિવસે પ્રભાત સમયે તે દેવ પ્રત્યક્ષ થયો. દિવ્યવસ્ત્રના વેશને ધરનારો, આભરણના રત્નોના કિરણોથી દિશાઓના સમૂહોને પૂરતો, સુંદર મુગટવાળો, સૂર્યથી આરૂઢ કરાયું શિખર જેનું એવા હિમગિરિ જેવો, જાનુ સુધી લટકતી કુસુમવનની માળાથી શોભતો એવો દેવ સ્નેહપૂર્વક કહે છે કે મારું શું કાર્ય છે? પછી અભય કહે છે કે– મારી સાવકી માતાને આવા પ્રકારનો દોહલો થયો છે તેથી તેની ઇચ્છા પરિપૂર્ણ થાય તેમ જલદીથી કર. હા એ પ્રમાણે કહીને તત્ક્ષણ જ ઉદ્દામ મેઘમાળા વિક્ર્વીને પરિપૂર્ણ વર્ષાકાળની ઋદ્ધિને વિષુર્વીને દેવીનો દોહલો પરિપૂર્ણ કરીને દેવ જેમ આવ્યો હતો તેમ ગયો. ૪૩૦ ગ્રહો ઉચ્ચસ્થાનમાં રહ્યે છતે, વાયુ અને ધૂળની ડમરીઓ શાંત થયે છતે અને આથી જ આકાશમાં સર્વ દિશાઓ સુપ્રસન્ન થઇ ત્યારે વ્યાધિ અને વિયોગાદિથી રહિત એવી તે ધારિણી પણ કંઇક અધિક નવ માસ પસાર કરીને સર્વાંગથી શોભતા પુત્રને જન્મ આપે છે. વર્ષાપનક કરાયે છતે અપાતું છે ઘણું દાન જેમાં, વાગી રહ્યા છે શુભ વાજિંત્રોના સમૂહો જેમાં, ઘરમાં કોટવાળનો પ્રવેશ નથી જેમાં અર્થાત્ કોઇની પણ જડતી લેવાતી નથી તેવું, દંડ નથી લેવામાં આવતો જેમાં, કુદંડ નથી લેવામાં આવતો જેમાં, મુક્તાફળો (મોતીઓ)થી રચાયા છે સ્વસ્તિકો જેમાં એવું સકળ નગર એકસરખા મહોત્સવમય થયું. દશ દિવસો થયા એટલે બંધુવર્ગ અને મિત્રવર્ગનું સન્માન કરીને માતા-પિતાએ તેનું નામ ‘મેઘ' રાખ્યું. જેમાં ચંક્રમણાદિ હજારો મહોત્સવોથી લાલન-પાલન કરાયેલો તે પર્વતપર રહેલા ચંપકવૃક્ષની જેમ દેહ અને શોભાથી વધવા લાગ્યો. સમયે સકળ કલાકલાપમાં કુશળ થયેલો, વિશાળ શોભાનું સ્થાન, સંપૂર્ણ પુણ્ય અને લાવણ્યના સમુદ્ર એવા યૌવનને પામ્યો. પછી સમાનકળા, સમાનગુણ, સમાન કાયાવાળી આઠકન્યાને ઉચિત વિધિથી પરણ્યો. શ્રેણિક રાજાએ તે દરેકને એકેક મહેલ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy