SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ઉપદેશપદ : ભાગ-૧ अर्थग्रहणं कृतम् । नागरकेभ्यः सकाशात् 'धण' त्ति कोशवृद्धिलक्षणं धनं विहितम्। पर्यन्ते च संवरणं इंगिनीमरणलक्षणं विहितं पारिणामिकीबुद्धिबलेनेति विज्ञेयम् ॥१३९॥ ગાથાર્થ– ચાણક્ય, વનમાં ગમન, ચંદ્રગુપ્તની પ્રાપ્તિ, તથા સ્થવિરાથી બોધ, રોહણપર્વત, રાજ્યને માટે ધનનું ગ્રહણ લોક પાસે ધનનું ગ્રહણ અને અંતે સંવરણ પચ્ચખાણ તે પારિણામિક બુદ્ધિનું ફળ માનવું. (૧૩૯) ચાણક્ય અને ચંદ્રગુપ્તની કથા પામર જનને માટે અસુંદર એવા ચણક નામના ગામમાં ચણી નામનો બ્રાહ્મણ રહેતો હતો જે શ્રાવક હતો. સંપૂર્ણ પુરુષલક્ષણોને જાણનાર સૂરિ કોઈક રીતે વિહાર વાસથી તેના ઘરે રહ્યા. ત્યાં તેને (શ્રાવકને) ઉગ્ર દાઢવાળો પુત્ર જન્મ્યો. ઉચિત સમયે તેને ગુરુના ચરણમાં આળોટાવ્યો અને આચાર્યું અનોભોગથી કહ્યું કે આ રાજા થશે. તેને સાંભળીને આ દુર્ગતિમાં ન જાઓ એમ કરુણા લાવી સ્વયં જ તેના દાંતો ઘસી નાખ્યા અને સૂરિને જણાવ્યું. જેનાથી જેને જે રીતે થવાનું હોય છે તેને તેનાથી તે રીતે સર્વ અહીં પ્રાપ્ત થાય છે એ પ્રમાણે ચિત્તમાં પરિભાવના કરીને સૂરિએ કહ્યું કે તો પણ અપ્રગટરૂપે આ રાજા થશે. ચણીનો પુત્ર હોવાથી તેનું નામ ચાણક્ય સર્વત્ર પ્રસિદ્ધ થયું. સુપ્રશસ્ત લક્ષણોને ધરનારો તે ક્રમથી વૃદ્ધિ પામવા લાગ્યો. બાળપણ પૂર્ણ થયા પછી તે વિદ્યાસ્થાનો ભણ્યો. ભવથી નિર્વેદ પામેલા તેણે શ્રાવકપણું સ્વીકાર્યું. બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલી એક અનુરૂપ, અતિભદ્રક કન્યાને પરણ્યો. નિષ્ફર સાવધ કાર્યને છોડવામાં ઉઘુક્ત ઘણો સંતુષ્ટ થઈ રહે છે. (૯) હવે કોઈ વખત અતિ ઘણા કાળ પછી તેની સ્નેહાળ પતી ઉત્સવના કારણે માતાને ઘરે ગઈ. સમૃદ્ધ કુળોમાં પરણેલી તેની બીજી બહેનો ઉત્તમ અલંકારો પહેરીને ત્યાં આવી હતી. પરિક્ષીણ વૈભવવાળાને પોતાની પત્ની પણ છોડી દે છે, કેમકે પોતાની સર્વકળાઓથી અસંપૂર્ણ ચંદ્રનો સંગ શું રાત્રિ કરે? આ પ્રમાણેના વચનને અનુસરતા તે સર્વ પરિજને-આનો પતિ નિર્ધન છે તેથી તિરસ્કાર કરીને દૂર કરી. બાકીની બહેનો પુષ્પ-તંબોલ-વસ્ત્ર-શૃંગારથી ભભકાવાળી ઘર દેવતાની જેમ ઘણી હાવભાવને પામતી ભમે છે. તેને અધૃતિ થઈ કે એક માતાપિતા હોવા છતાં પણ હું કેવી અનાદર પામી ? એક વૈભવને છોડીને કોઈને કોઈ પણ વહાલો નથી. આ પ્રમાણે હૈયામાં મૃત્યુને ધારણ કરતી, અર્થાત્ જીવવા કરતા મરવું સારું એમ વિચારતી ચાણક્યના ઘરે આવીને રડે છે. ચાણક્ય ઘણા આગ્રહથી પુછ્યું ત્યારે તેને સર્વવૃત્તાંત કહ્યો. સ્ત્રીનો પરાભવ અસહ્ય છે એટલે તત્ક્ષણ જ ધન મેળવવાના વિચારવાળો થયો. તે વખતે પાટલીપુત્રમાં નંદરાજા બ્રાહ્મણોને દક્ષિણા આપે છે. તે ત્યાં દક્ષિણા લેવા ગયો ત્યારે કાર્તિક માસની છેલ્લી તિથિએ અર્થાત્ કા. સુ. ૧૫ ના દિવસે પૂર્વેના ૧. શાસ્ત્રીય પ્રમાણે કારતક સુદ-૧૫.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy