SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨ ૨૭ કાંઠે પાણીના પૂરથી એક મૃતક લવાયું. મૃતકના કેડ પર સો સોનામહોર બાંધેલી છે. તે કુમાર ! વિષાદ વિનાનો તું આને ગ્રહણ કર. મૃતક મુદ્રિત (પેટીમાં પેક) હોવાથી મારે લેવું શક્ય નથી એમ આ (શિયાલણ) કહે છે. કુમારને કૌતુક થયું. તેઓને છેતરીને એકલો ગયો તો ત્યાં તે રીતે જ હતું. સો સોનામહોર લઈને પાછો ફર્યો. ફરીથી તે શિયાલણી રડે છે. ફરી નૈમિત્તિક પુછાયો. ફરી કહ્યું કે આ એમ જ રડે છે. આ શિયાલણી એમને એમ શા માટે રડે ? નૈમિત્તિક કહે છે કે આ શિયાણી એમ કહે છે કે આ સો સોનામહોર તારી અને મૃતક મારું બંનેને પણ કૃતાર્થતા થઈ. આ વ્યતિકરને જાણીને મંત્રીપુત્રે મનમાં વિચાર્યું કે હું પરીક્ષા કરું કે આ કુમારે સત્ત્વથી કે કૃપણતાથી આને ગ્રહણ કરી છે. જો તેણે કૃપણતાથી લીધી હશે તો આને નિશ્ચયથી રાજ્ય મળવાનું નથી. આ પ્રમાણે કલ્પના કરીને પ્રભાત સમયે તેણે કહ્યું: હે કુમાર ! તું દેશાંતર જા. મને કાંટા ભોંકાવા જેવી અતિશય વેદનાને કરનારું ફૂલ ઉપડ્યું છે. આ સ્થાનથી બીજે હું જવા સમર્થ નથી. કુમારે કહ્યું કે તને છોડીને મારે વિદેશમાં એકલા જવું સર્વથા જ ઉચિત નથી. મંત્રીપુત્ર– એકલા જવામાં શું વાંધો છે ? કુમાર- એક સ્થાને રહેતા એવા મને કોઈ એકલો ન જાણે માટે હમણાં તને છોડીને મારે પ્રસ્તુત ગમન કરવું અતિ દુષ્કર છે. પછી ગામમાં પ્રવેશીને કુલપુત્રના ઘરે તેને સારવાર કરવા રાખ્યો અને તેણે સારવારનું મૂલ્ય સો સોનામહોરો તેને ચુકવ્યું. તે મંત્રીપુત્રને ખાતરી થઈ કે આણે પ્રરાક્રમથી સોનામહોરો લીધી છે પણ કૃપણતાથી નથી લીધી. ત્યાર પછી તે જ ક્ષણે મંત્રીપુત્રે કહ્યું કે મારું શૂલ શાંત થયું છે. હું તારી સાથે જ આવીશ. પછી બંને પણ દેશાંતર ગયા. ક્રમથી કુમાર રાજ્ય પામ્યો અને મંત્રીપુત્ર ભોગોને પામ્યો. આ મંત્રીપુત્રની પારિણામિકી બુદ્ધિ જાણવી તેણે પરીક્ષા કરીને રાજપુત્રનું અનુવર્તન કર્યું અને કાલથી વિશાળ ભોગોને મેળવ્યા. चाणक्के वणगमणं मोरियचंद तह थेरि रोहणया । उवयारत्थग्गहणं, धणसंवरणं च विन्नेयं ॥१३९॥ अथ गाथाक्षरार्थः-चाणक्य इति द्वारपरामर्शः । तस्य च प्रथमतः कृतनन्दवरस्य वनगमनं सुवर्णाद्युत्पादनार्थमभूत् । ततो राजपात्रमन्वेषमाणस्य 'मोरियचंद' त्ति मौर्यवंशोद्भवश्चन्द्रगुप्तनामा शिशुहस्तगतो बभूव । ततोऽपि आहिण्डमानेन थेर' त्ति स्थविरावचनाल्लब्धोपदेशेन 'रोहणए' त्ति रोहणाख्ये नगे गत्वा सुवर्णमुत्पाद्य पर्वतकसाहाय्यात् पाटलिपुत्रे साधिते चन्द्रगुप्ते च राज्ये उपविष्टे सति उपचारेण प्रागुक्तेन ૧. પાયં પાતંજ = પાત: ગામ : જેના ઉપર મુદ્રા આલેખવામાં આવી છે તે, અર્થાત્ સિક્કો, દીનાર કે સોનામહોર. ૨. કૃતાર્થતા- પૂર્વે બંનેની અકૃતાર્થતા હતી કેમકે મૃતક મુદ્રિત હોવાથી શિયાણીને મળી શકે તેમ ન હતું. જ્યારે રાજપુત્રને ખબર ન હતી કે આ મૃતકના કેડે સો સોનામહોર છે. એટલે શિયાણીએ તેવો અવાજ કરીને સ્વ-પરની કૃતાર્થતા સાધી, અર્થાત્ પોતે મૃતકને મેળવ્યું અને રાજપુત્રે સોનામહોર મેળવી.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy