SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૨૯ નંદરાજાઓના સર્વ આસનો ક્રમથી પથરાયેલા હતા તે વેળાએ ચાલતી તેવા પ્રકારની લગ્નશુદ્ધિને જાણીને ચાણક્ય પ્રથમ આસન ઉપર એકાએક બેઠો, પછી નંદની સાથે આવેલા સિદ્ધપુત્રે કહ્યું. આ બ્રાહ્મણ તમારી સર્વ વંશ પરંપરાને ઓળંગીને બેઠો છે. ત્યારે દાસીએ કહ્યું કે હે ભગવન્! બીજા આસન ઉપર બેસો. “હા, બેસું છું' એમ કહીને તેણે બીજા આસન ઉપર પોતાની કુંડિકા મૂકી, ત્રીજા પર દાંડો, ચોથા ઉપર ગણોરિયા, પાંચમા ઉપર બ્રહ્મસૂત્ર. આ પ્રમાણે આસનો રોકી રાખતો બ્રાહ્મણ ધીઠો છે એમ જાણી કાઢી મૂકાયો. દેશાંતર જવારૂપ આ પ્રથમ જ પગલું છે. (૨૨) તેથી હવે કોઈક વખત શંકા વિનાનો ચાણક્ય ઘણાં લોકોની સમક્ષ આ પ્રમાણે બોલે છે. “કોશ(ભંડાર)થી અને ચાકરોથી બંધાયું છે મૂળ જેનું, પુત્રોથી અને સ્ત્રીઓથી વધેલી છે શાખાઓ જેની એવા નંદવંશરૂપ મહાવૃક્ષને વાયુની જેમ ઉગ્રવેગવાળો હું ઉખેડીને પરિવર્તન કરીશ. હું અવ્યક્ત રાજા થવાનો છું એમ પૂર્વે સાંભળ્યું હતું તેથી પોતાના નગરમાંથી રાજપદને યોગ્ય પુરુષને શોધે છે. પૃથ્વીમંડલ ઉપર ભમતો, પરિવ્રાજક વેશને ધારણ કરતો ચાણક્ય પછી મોરપોસક ગામમાં પહોંચ્યો. અને નંદપુત્રના તે ગામમાં ગામના અધિપની પુત્રીને ચંદ્રપાનનો દોહલો થયો અને તે દોહલો કોઈપણ રીતે પૂર્ણ કરી શકાતો નથી. દોહલો નહીં પુરાયે છતે તેનું મુખરૂપી કમળ કરમાયું, શરીર અત્યંત કૃશ થયું અને જીવિતશેષ રહ્યું છે તેવી થઈ. ભિક્ષાને માગતો તેઓ વડે પુછાયેલો ચાણક્ય કહે છે કે જો આ ગર્ભ મને અર્પણ કરશે તો હું ચંદ્રના બિંબનું પાન કરાવું. તેઓએ સ્વીકાર કર્યો. પૂર્ણિમાનો દિવસ આવ્યો. મોટો પટમંડપ કરાવ્યો તેના મધ્ય ભાગમાં છિદ્ર કર્યું. મધ્ય રાત્રિ શરૂ થઈ ત્યારે જે જે રસવાળા દ્રવ્યો છે તે તે મેળવીને (ભેગા કરીને) ખીર ભરેલા થાળને તૈયાર કર્યો પછી તત્કણ સૂઈને ઉઠેલી પુત્રીને બોલાવીને કહ્યું કે હે પુત્રી ! ચંદ્રને જો અને પાન કર. એટલામાં પીવા ઉદ્યત થઈ તેટલામાં છૂપાઈને રહેલા પુરુષે જલદીથી તે છીદ્રને ઢાંક્યું. અને દોહલો પૂર્ણ કરાયો. ક્રમથી પુત્રનો જન્મ થયો. ચંદ્રના પાનથી આનું નામ ચંદ્રગુપ્ત કરાયું. રાજ્યાનુસારી આચરણના લક્ષણોથી પ્રતિદિવસ મોટો થાય છે. ધનનો અર્થી ચાણક્ય સંપૂર્ણ પૃથ્વીમંડલ ઉપર ભમે છે. તેથી તેવા પ્રકારના પર્વતાદિ સ્થાનોમાં પ્યાદિ વિવિધ ધાતુઓ, ઔષધિઓ અને રત્નો વગેરે સારી રીતે શોધે છે. (૩૪) કોઈક દિવસે બીજા બાળકોના અત્યંત અનુગ્રહાદિમાં તત્પર તે ચંદ્રગુપ્ત બાળક બીજા બાળકોની સાથે રાજનીતિથી રમે છે. આ અવસરે ચાણક્ય ત્યાં આવ્યો અને તેને રમતો જુએ છે. અમને પણ તું કંઈક આપ એમ માગણી કરાયેલો તે કહે છે કે આ ગાયો તમે ગ્રહણ કરો. ચાણક્ય- મને કોઈ મારશે તો? ચંદ્રગુપ્ત- આ પૃથ્વી વીરલોક ભોગ્યા છે પણ ક્રમથી આવેલી નહીં. ચાણક્ય જાણ્યું કે આનું વચનવિજ્ઞાન ઉમર પ્રમાણે છે. આ કોનો પુત્ર છે એમ પૂછે છે. તેઓએ કહ્યું કે આ પરિવ્રાજકનો પુત્ર છે. ચાણક્ય જણાવ્યું કે તે પરિવ્રાજક હું જ છું. આપણે જઈએ. હું તને રાજા બનાવીશ એમ બંને ૧. ગણોતિયા- રુદ્રાક્ષનું બનેલું હાથનું આભૂષણ અથવા અક્ષમાલા.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy