________________
૧૮
જેમ ઈષ્ટફળવાળી થાય છે, અર્થાત્ શુદ્ધ બોધિલાભરૂપ ભૂમિકા શુદ્ધ હોય તો ધર્મક્રિયા ઈષ્ટફળવાળી થાય. જેનાથી નિષ્કલંક કલ્યાણનો લાભ થાય તે ધર્મક્રિયા ઈષ્ટફળવાળી કહેવાય. (૩૬૭)
શુદ્ધાશાયોગ કેવા જીવોને હોય ?
તથાભવ્યત્વના સંયોગથી ગ્રંથિભેદ થતાં શુદ્ધાજ્ઞાયોગ થાય છે. ગ્રંથિભેદ વિના શુદ્ધાશાયોગ થતો નથી. જેવી રીતે મધ્યમાં પાડેલા છિદ્રથી રહિત રત્નમાં સૂતરના તંતુનો પ્રવેશ થઈ શકતો નથી, તેવી રીતે અભિન્ન ગ્રંથિ જીવમાં જૈનાગમની સ્થાપના પરમાર્થથી થઈ શકતી નથી.
જેવી રીતે રત્નમાં છિદ્ર ન હોય ત્યારે તેવા કોઇ ખાસ પુરુષો માટે લાખ વગેરે ચોંટાડવાના દ્રવ્યથી દોરાને બહારથી રત્નમાં ચોટાડી દે. આ વખતે સૂતરનો રત્નની અંદર પ્રવેશ થયો ન હોવાથી સૂતરનો રત્નની સાથે થયેલો સંબંધ બાહ્ય સંબંધ છે. આ રીતે થયેલો બાહ્ય સંબંધ હોવા છતાં પરમાર્થથી નથી. કારણ કે તે સંબંધ રત્નની શોભાનો વિનાશ કરે છે. તથા અંદર પ્રવેશ કર્યા વિના દોરો રત્નમાં સ્થિર રહી શકે નહિ.
તે પ્રમાણે જીવોનો દ્રવ્યથી સૂત્રસંબંધ પણ પ્રાયઃ તેના જેવો જાણવો, અર્થાત્ સૂત્રસંબંધ હોવા છતાં પરમાર્થથી નથી.
અહીં શાસ્ત્રોમાં દ્રવ્યશબ્દનો પ્રયોગ પ્રધાનદ્રવ્ય અને અપ્રધાનદ્રવ્ય એ બે અર્થમાં કરવામાં આવે છે. જે દ્રવ્યવસ્તુ ભવિષ્યમાં ભાવરૂપ બને તે પ્રધાન દ્રવ્ય કહેવાય. અને જે દ્રવ્યવસ્તુ ભવિષ્યમાં ભાવરૂપ ન બને તે અપ્રધાનદ્રવ્ય કહેવાય.
તેમાં જેઓ નજીકના કાળમાં ગ્રંથિભેદ કરવાના નથી તેવા દૂરભવ્ય વગેરેને અપ્રધાન દ્રવ્યસૂત્રયોગ હોય છે. કારણ કે તે સૂત્રયોગ એકાંતે જ સદ્બોધની સ્થાપના (=સદ્બોધનો પ્રાદુર્ભાવ) કરનાર ન હોવાથી તત્ત્વવિચારણામાં જરાય ઉપયોગી નથી. અપુનર્બંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોનો સૂત્રયોગ વ્યવહારથી તાત્ત્વિક છે. (એટલે કે પ્રધાનદ્રવ્ય છે). કારણ કે તે સૂત્રયોગ શુદ્ધબોધના લાભનું અવંધ્ય કારણ છે. (તે જીવો ભવિષ્યમાં અવશ્ય શુદ્ધબોધને પામશે. આથી તેમનો દ્રવ્યસૂત્રયોગ પ્રધાનદ્રવ્ય સૂત્રયોગ છે).
અભિન્નગ્રંથિ જીવોમાં દ્રવ્યશ્રુતયોગથી જીવાદિ સર્વ પદાર્થો વિષે થતું જ્ઞાન બાળકને અક્ષ અને રત્નના વિષયમાં થતા જ્ઞાનની જેમ માત્ર વિષયપ્રતિભાસ છે (આથી જ) તે જ્ઞાન અજ્ઞાન જાણવું.
માત્ર વિષયપ્રતિભાસ – સ્પર્શન, જીભ, નાક, આંખ અને કાન એ (પાંચ) ઇંદ્રિયો