________________
૧૯
છે. તેમના વિષયો અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ છે. પ્રતિભાસ એટલે બોધ. ઇંદ્રિયોના વિષયોનો બોધ તે વિષયપ્રતિભાસ. વિષયોમાં રહેલ ગુણ-દોષના વિચાર વિના કેવળ વિષયોનો બોધ તે માત્ર વિષયપ્રતિભાસ.
આ વિષે બાળકનું દૃષ્ટાંત છે. બાળકને થતો અક્ષ અને રત્નનો બોધ માત્ર વિષય પ્રતિભાસ હોય છે. બાળક અક્ષ અને રત્નને સમાનરૂપે જુએ છે. અક્ષનું વિશેષ મૂલ્ય નથી, રત્ન મૂલ્યવાન છે, એવા ભેદનું તેને જ્ઞાન હોતું નથી. બાળક તે તે વસ્તુને જુએ છે એથી તેને તે તે વસ્તુનો બોધ થાય છે. પણ આ વસ્તુ હિતકર છે અને આ વસ્તુ અહિતકર છે એવો બોધ હોતો નથી. આથી તે સર્પને જુએ તો સર્પથી દૂર ભાગવાના બદલે સંભવ છે કે સર્પને પકડવા દોડે.)
જેવી રીતે બાળકની બાલ્યાવસ્થા દૂર થતાં અક્ષ અને રત્નમાં રહેલા ભેદનો બોધ થાય છે તે રીતે ગ્રંથિનો ભેદ થતાં તુરત જ જ્ઞાન પ્રગટે છે. વિશેષ જ્ઞાન ન હોય બહુ જ અલ્પજ્ઞાન હોય તો પણ શ્રદ્ધા વગેરે ભાવથી એ અલ્પ પણ જ્ઞાન સમ્યરૂપ જ છે. (૩૭૦ થી ૩૭૪)
અશુભ અનુબંધની ભયંકરતા સમ્યજ્ઞાન દ્રવ્યથી અસત્યવૃત્તિથી યુક્ત હોય તો પણ નિયમા મોક્ષરૂપ ફલનું કારણ બને છે. કારણ કે અશુભ અનુબંધનો વિચ્છેદ થાય છે. અશુભ અનુબંધ ભવરૂપ વૃક્ષનું મૂળ છે. અશુભ અનુબંધનો વિચ્છેદ થતાં ભવરૂપ વૃક્ષનો વિચ્છેદ થઈ જ ગયો. આથી સાધુશ્રાવકના આચારોથી યુક્ત જીવોએ નિંદા-ગહ આદિ ઉપાયથી અશુભાનુબંધનો નાશ કરવો જોઈએ. જો અશુભાનુબંધનો નાશ ન કરવામાં આવે તો ધર્મનો ભંગ થાય કે અતિચારથી મલિન બને. દોષનો અનુબંધ પ્રબળ હોય તો મૂલગુણ આદિનો સર્વથા ભંગ થાય અને એથી ધર્મનો નાશ થાય. મૂલગુણ આદિના ભંગમાં બાહ્ય ક્રિયાઓ દ્વારા ધર્મ કરાતો હોય તો પણ પરમાર્થથી એ ધર્મ જ નથી. દોષનો અનુબંધ મંદ હોય તો ધર્મનો સર્વથા નાશ ન થાય, ધર્મ હોય, પણ અતિચારોથી મલિન થયેલો ધર્મ હોય.
અપ્રમત્ત પણ ચૌદ પૂર્વધરોનો અંતરકાળ અનંત કહ્યો છે. તે અનંતકાળ અશુભાનુબંધ તીવ્ર હોય તો જ ઘટે છે. પ્રસ્તુત ગુણોનો ભંગ થયા પછી ફરી તે ગુણો પ્રાપ્ત થવામાં કેટલોક કાળ જે અંતર પડે છે તેમાં અવશ્ય ભોગવવા લાયક અશુભ અનુબંધ વિના બીજો કોઈ હેતુ નથી. ઘણી આશાતના કરનાર જીવોને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલા અનંતકાળનું અંતર હોય એમ શાસ્ત્રમાં કહ્યું છે.
પ્રશ્ન- હમણાં સમ્યગ્દર્શન વગેરે ગુણોથી પતિત બનેલા પણ જીવોને પૂર્વે સમ્યગ્દર્શન