________________
અને પુરુષાર્થ એ બંનેનો એક-બીજાની સહાયથી કાર્ય કરવાનો સ્વભાવ છે. આ કાર્ય ભાગ્યે કર્યું અને આ કાર્ય પુરુષાર્થે કર્યું એવા વિભાગથી જે વ્યવહાર જોવામાં આવે છે તે વ્યવહાર પણ ભાગ્ય-પુરુષાર્થના આવા સ્વભાવના જ કારણે એક-બીજાના પ્રધાન-ગૌણ ભાવથી થયેલો છે. જેમાં પુરુષાર્થની પ્રધાનતા હોય અને કર્મ ગૌણ હોય તે કાર્ય પુરુષાર્થે કર્યું એવો વ્યવહાર જોવામાં આવે છે. જેમાં કર્મની પ્રધાનતા હોય અને પુરુષાર્થ ગૌણ હોય તે કાર્ય ભાગ્યે કર્યું એવો વ્યવહાર જોવામાં આવે છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - સતાવેદનીય વગેરે જે કર્મ પૂર્વે ઉત્કટ રસથી બાંધ્યું હોય અને એથી જ અલ્પ પુરુષાર્થથી થોડા જ કાળમાં ફળ આપે તે કાર્ય ભાગ્યે કરેલું છે, એટલે કે તેનાથી મળેલું ફળ કર્મકૃત છે એમ લોકમાં કહેવાય છે. સાતાવેદનીય વગેરે જે કર્મ પૂર્વે ઉત્કટ રસથી ઉપાર્જન ન કર્યું હોય અને એથી ઘણા પુરુષાર્થથી ફળ આપે તે કાર્ય પુરુષાર્થ કરેલું છે, એટલે કે તેનાથી મળેલું ફળ પુરુષાર્થકૃત છે. (૩૪૧ થી ૩૫૦)
શુદ્ધાશાનુસારી ધર્માનુષ્ઠાનથી ધર્માનુષ્ઠાનનો અનુબંધ શુદ્ધાજ્ઞાનુસારી ધર્માનુષ્ઠાનનો આ સ્વભાવ જ છે કે કેવલ સ્વયં થાય છે એમ નહિ, કિંતુ અન્ય એવા ધર્માનુષ્ઠાનનો અનુબંધ (=પરંપરા) કરે કે જે ધર્માનુષ્ઠાન અન્ય કાર્ય કરવા સમર્થ હોય. જેમકે શુદ્ધાજ્ઞાપૂર્વક સમ્યગ્દર્શનનો સ્વીકાર કરવામાં આવે તો તે સમ્યકત્વ અન્ય દેશવિરતિ આદિ ધર્માનુષ્ઠાનોની પરંપરા સર્જે છે. એ દેશવિરતિ આદિ ધર્માનુષ્ઠાન ઉત્તરોત્તર સુગતિના લાભારૂપ અન્ય કાર્ય કરવા સમર્થ છે, અર્થાત્ એનાથી ઉત્તરોત્તર સુગતિની પ્રાપ્તિ થાય છે.
આ વિષે દીપકનું દૃષ્ટાંત છે. પવન ન આવે તેવા સ્થાનમાં મૂકેલો દીપક માત્ર પ્રકાશ જ કરે છે એમ નહિ, કિંતુ કાજળનો પણ અનુબંધ કરે છે, અને એ કાજળ તરુણીઓના નેત્રોને નિર્મલ બનાવે છે. પ્રસ્તુતમાં દીવાના સ્થાને સમ્યગ્દર્શન છે. કારણ કે તે પ્રકાશ કરે છે. કાજળના સ્થાને ઉત્તરોત્તર પ્રગટ થતો દેશવિરતિ વગેરે ધર્મ છે. તરુણીઓનાં નેત્રોને નિર્મલ બનાવવાના સ્થાને ઉત્તરોત્તર સુગતિની પ્રાપ્તિ છે. દીવાને નિર્વાત સ્થાનમાં મૂકવાના સ્થાને વિશુદ્ધ આજ્ઞાયોગ છે. કારણ કે તેનાથી કાર્યની પરંપરા ચાલે છે. (૩૫૯) (સમ્યગ્દર્શન નિર્મલ હોય તો આજ્ઞાયોગ વિશુદ્ધ બને. આથી જ અહીં ૩૬૧ થી ૩૬૬ ગાથા સુધીમાં સમ્યગ્દર્શનની નિર્મલતાનું મહત્ત્વ બતાવવા જણાવેલું બે ચિત્રકારોનું દૃષ્ટાંત અત્યંત બોધપ્રદ છે.)
અભવ્ય, દૂરભવ્ય, આસનભવ્ય, વગેરે જીવો ધર્મક્રિયા એકસરખી કરે છે. પણ બધા જીવોની ધર્મક્રિયા ઈષ્ટફળવાળી થતી નથી. કરાતા ધર્માનુષ્ઠાનોમાં રહેલી નિર્મલતા ચિત્રકર્મની