________________
૧e
ભોજનનો ત્યાગ વગેરે) કરે તો તેને આરોગ્યની પ્રાપ્તિ થાય. બીજો માણસ અજીર્ણનાં કારણોનો ત્યાગ ન કરે (અજીર્ણ હોવા છતાં ભોજન કરે) તો તેને રોગ થાય. (૩૨૫) તે રીતે પ્રસ્તુતમાં પણ પરિશુદ્ધ આજ્ઞાથી ઉદયમાં આવે એ પહેલાં અશુભ કર્મોનો નાશ થાય છે. પરિશુદ્ધ આજ્ઞા અને અશુભ કર્મ એ બેનો પાણી અને અગ્નિની જેમ વિરોધ છે. આથી પરિશુદ્ધ આજ્ઞા જ્યાં હોય ત્યાં અશુભ કર્મો ન રહે. આથી પરિશુદ્ધ આજ્ઞાથી અશુભ કર્મોનો ક્ષય થાય છે અને એથી ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. (૩૨૭)
પરિશુદ્ધ આજ્ઞાનો લાભ જ વીર્ય (=આત્મસામર્થ્ય) છે. પરિશુદ્ધ આજ્ઞાનું પાલન કરવું એ જ સાચો પુરુષાર્થ છે, દોડવું, કૂદવું વગેરે કે ધન વગેરે મેળવવાની મહેનત સાચો પુરુષાર્થ નથી. મોહની અધિકતાવાળા જીવો પરિશુદ્ધ આજ્ઞાને સહેલાઈથી સમજી શકતા નથી, માટે પરિશુદ્ધ આજ્ઞા દુર્વિ=મુશ્કેલીથી જાણી શકાય તેવી છે. મોહની મંદતાવાળાજીવો જ પરિશુદ્ધ આજ્ઞાને સમજી શકે છે અને આજ્ઞા પ્રમાણે ધર્મ કરે છે, લોકહેરીથી ગતાનુગતિકપણે ધર્મ કરતા નથી. પરિશુદ્ધ આજ્ઞાનો લાભ જ કર્મનાશનો ઉપાય છે. પરિશુદ્ધ આજ્ઞાના લાભથી નાશ કરાયેલાં કર્મોની ફરી ઉત્પત્તિ થતી નથી. (૩૨૮)
પ્રશ્ન કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય ભોગવવું પડે છે એ પ્રમાણે સર્વલોકમાં પ્રવાદ છે. તો પછી આજ્ઞાયોગથી કર્મનો ફળ આપ્યા વિના નાશ કેવી રીતે થાય ?
ઉત્તર– કર્મો સોપક્રમ અને નિરુપક્રમ એ બે પ્રકારના છે. તેમાં કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે એ નિયમ નિરુપક્રમ કર્મને આશ્રયીને છે, સોપક્રમ કર્મને આશ્રયીને નથી. પરિશુદ્ધ આજ્ઞાથી સોપક્રમ કર્મ ફળ આપ્યા વિના નાશ પામે છે.
સોપક્રમ - તેવા પ્રકારના નિમિત્તથી જેનો નાશ કરી શકાય તેવું. નિરુપક્રમ - તેવા પ્રકારના નિમિત્તથી જેનો નાશ ન કરી શકાય તેવું. (૩૪૦)
ભાગ્ય-પુરુષાર્થનું વર્ણન સર્વકાર્યો ભાગ્ય અને પુરુષાર્થ એ બેને આધીન છે, એટલે કે એ બંને ભેગા થાય તો જ કોઈપણ કાર્ય થાય. એથી જ બંને સમાન બળવાળા છે. કર્મ કાષ્ઠ સમાન છે. પુરુષાર્થ પ્રતિમા સમાન છે, અર્થાત્ કાષ્ઠમાં પ્રતિમા ઉત્પન્ન કરવાની ક્રિયા સમાન છે. અહીં તાત્પર્યાર્થ એ છે કે કાષ્ઠમાં પ્રતિમારૂપે બનવાની યોગ્યતા હોવા છતાં જો સુથાર વગેરે પ્રતિમા ઘડવાની ક્રિયા ન કરે તો કાષ્ઠમાંથી પ્રતિમા ન થાય. આથી જેમ યોગ્ય પણ કાષ્ઠ સ્વયમેવ પ્રતિમારૂપે બની જતું નથી, કિંતુ પુરુષાર્થથી જ પ્રતિમારૂપે બને છે, તેમ ભાગ્ય પણ પુરુષાર્થના સહકારથી પોતાના ફળનું (=કાર્યનું) કારણ બને છે. ભાગ્ય